SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ દ્વારા થવા યોગ્ય છે=જે રીતે વિપરીત કાર્ય થયું એ રીતે પ્રસ્તુત કાર્ય દ્વારા થવા યોગ્ય છે, એ પ્રકારની ભાવનાથી મધ્યસ્થભાવ કરવો જોઈએ અને આ વિચારવું જોઈએ નહીં=જો આ પ્રમાણે મેં કર્યું હોત તો આ પ્રમાણે ન થાત એ પ્રમાણે વિચારવું જોઈએ નહીં. જે કારણથી તે પ્રકારે અવશ્ય ભાવિ કાર્યનું કેવી રીતે અન્યથાકરણ થાય ? =િજે કારણથી, નિશ્ચયના આકૂતથી=નિશ્ચયના ઇરાદાથી, કેવલીના જ્ઞાનમાં ગોચરીભૂત નિયત કારણસામગ્રીજન્ય સકલકાલ તે પ્રકારે જ અનંત સમસ્ત પણ બહિરંગ અંતરંગ કાર્યના પર્યાયની માલા જગતમાં નિયત છે. તે=કાર્યપર્યાયની માલા, જે પરિપાટીથી વ્યવસ્થિત છે અને જે કારણોથી આવિર્ભાવતીય છે તે જ પરિપાટીથી તે જ કારણોને પામીને આવિર્ભાવ પામે છે=કાર્યના પર્યાયની માળા આવિર્ભાવ પામે છે. કેવી રીતે તેમાં અન્યથા ભાવ છે ? આથી અતીતની ચિંતા=ભૂતકાળની વિચારણા, મોહવિલસિત જ છે. વ્યવહારથી પણ હિતની પ્રાપ્તિ માટે અને અહિતના નિષેધ માટે પ્રવર્તમાન સુપર્યાલોચિતકારી પુરુષ વડે અનેકાંતિક આત્યંતિક ભેષજ, મંત્ર, તંત્ર, રસાયન, દંડનીતિ આદિ રૂપ તેના સાધનમાં=જરાદિના નિવારણના સાધનમાં, મહાન આદર કરવો જોઈએ નહીં. વળી એકાંતિક અને આત્યંતિક તેનું સાધન=જરાદિના નિવારણનું સાધન અન્વેષણ કરવું જોઈએ. સર્વથા સદ્ગુષ્ઠાનના ઉપાયથી ત્યાં જવું જોઈએ જ્યાં આ જરા, રુજાદિ સર્વ પણ ઉપદ્રવો પ્રભવ પામતા નથી. आनन्दमयमुक्तिहेतुभवनिर्वेदाभावे हेतुः પ્રર્ષ: પ્રાદ-મામ! ત્ર પુનરેતે ન પ્રમવત્તિ? વિમર્શનોહમ્ આનંદમય મુક્તિના હેતુ એવા ભવનિર્વેદના અભાવનો હેતુ પ્રકર્ષ કહે છે – હે મામા ! ક્યાં વળી આ=જરાદિ, પ્રભવ પામતા નથી ? વિમર્શ વડે કહેવાયું – શ્લોક ઃ अस्ति सन्नगरी रम्या, निर्वृतिर्नाम विश्रुता । अनन्तानन्दसन्दोहपरिपूर्णा निरत्यया । । १ । । ૧૭૩ શ્લોકાર્થ ઃ રમ્ય, સદ્નગરી છે. અનંતઆનંદના સમૂહથી પરિપૂર્ણ, નિરત્યયવાળી=જેનો નાશ ન થાય તેવી, નિવૃતિ નામથી સંભળાય છે. II|| શ્લોક ઃ तस्यां न प्रभवन्त्येव, संस्थितानामुपद्रवाः । जरारुजाद्याः सा यस्मात्सर्वोपद्रववर्जिता ।।२।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy