SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ધ : કવચિત્ સુભટના સમૂહથી પ્રારંભ કરેલા યુદ્ધથી ભયંકર, ક્વચિત્ મિલિત થયેલા સંમિત્રને કારણે વિમુક્ત નયનના ઉદકવાળું હર્ષને બતાવનારાં આંસુવાળું આ માનવાવાસ નગર છે. ll૭૮ શ્લોક : क्वचिद्दारिद्र्यदौर्भाग्यविविधव्याधिपीडितम् । क्वचिच्छब्दादिसंभोगादलीकसुखनिर्भरम् ।।७९।। શ્લોકાર્થ : ક્વચિત્ દારિદ્ર, દૌર્ભાગ્ય, વિવિધ વ્યાધિઓથી પીડિત, કવચિત્ શબ્દાદિના સંભોગથી જુઠા સુખમાં નિર્ભર આ માનવાવાસ નગર છે. Il૭૯ll શ્લોક - क्वचित्सन्मार्गदूरस्थपापिष्ठजनपूरितम् । क्वचिच्च धर्मबुद्ध्याऽपि, विपरीतविचेष्टितम् ।।८।। શ્લોકાર્ય : કવચિત્ સન્માર્ગથી દૂર રહેલા પાપિઠજનોથી પરિત, અને કવચિત્ ધર્મબુદ્ધિથી પણ વિપરીત ચેષ્ટાવાળું અધર્મની ચેષ્ટાવાળું આ માનવાવાસ નગર છે. llcoll. શ્લોક : किं चेह बहुनोक्तेन? चरितानि पुरा मया । यावन्ति वर्णितान्युच्चैर्महामोहादिभूभुजाम् ।।८१।। तावन्ति वत्स! दृश्यन्ते, सर्वाण्यत्र विशेषतः । सततं मानवावासे, कारणैरपरापरैः ।।८।। શ્લોકાર્ચ - અને અહીં=માનવાવાસ નગર વિષયમાં, વધારે કહેવાથી શું ? પૂર્વમાં મારા વડે મહામોહાદિ રાજાઓનાં જેટલાં ચરિત્રો અત્યંત વર્ણન કરાયાં. હે વત્સ! તેટલાં સર્વ=મહામોહાદિ રાજાનાં સર્વ ચરિત્રો, આ=માનવાવાસમાં, પર-અપર કારણો વડે વિશેષથી સતત દેખાય છે. II૮૧-૮૨ાા. શ્લોક : तदिदं मानवावासं, किञ्चिल्लेशेन वर्णितम् । अधुना कथ्यते तुभ्यं, सत्पुरं विबुधालयम् ।।८३।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy