SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ પણ મ=મૃષાવાદને, દૂર કરતી નથી. મારા વડે કહેવાયું – હે મિત્ર ! મને પણ તે તારી ભગિની તારા વડે બતાવવી જોઈએ. મૃષાવાદ વડે કહેવાયું – આ પ્રમાણે હું કરીશ. ત્યારથી માંડીને વેશ્યાભવનોમાં, જુગાર રમવાની શાળાઓમાં, દુર્લલિત-મીલકોમાં=ખરાબ સંસ્કારોવાળા છોકરાઓની ટોળકીમાં, તથા અન્ય પણ દુર્વિનય સ્થાનોમાં યથેષ્ટ ચેષ્ટાથી વિચારતા મારા વડે બાર વર્ષ પસાર કરાયાં એમ અવય છે. તોપણ મૃષાવાદના બળથી કલાગ્રહણને હું કરું છું એ પ્રમાણે લોકમાં ગુણઉપાર્જનતત્પર પોતાને પ્રકાશન કરતાં, પિતાને નહીં જોતાં જ=પિતાની પાસે ગયા વગર, બાર વર્ષો પસાર કરાયાં. અને મુગ્ધ લોકોના પ્રવાદથી જુઠ્ઠી વાર્તા ઉત્પન્ન થઈ. જે આ પ્રમાણે – રિપુદારણકુમાર સકલકલાઓના સમૂહમાં કુશળ છે એ પ્રમાણે દેશાંતરોમાં પણ પ્રવાદ પ્રસર્યો. અને હું રિપુદારણ, યોવનભરમાં સમારૂઢ થયો. नरसुन्दर्या सह नरकेसरिण आगमनम् ततश्च शेखरपुरे नगरे नरकेसरिनरेन्द्रस्य वसुंधरामहादेव्याः कुक्षिसंभूताऽस्ति नरसुन्दरी नाम दुहिता, सा च भुवनाऽद्भुतभूता रूपातिशयेन, निरुपमा कलासौष्ठवेन संप्राप्ता यौवनं, समुत्पन्नोऽस्याश्चित्तेऽभिनिवेशो, यदुत-यः कलाकौशलेन मत्तः समधिकतरः स एव यदि परं मां परिणयति, नापरः, निवेदितं पित्रोनिजाकूतं, संजातमनयोः पर्याकुलत्वं, नास्त्येवाऽस्याः कलाभिः समानोऽपि भुवने पुरुषः कुतः पुनरधिकतर इति भावनया । ततः श्रुतस्ताभ्यां मदीयः कलाकौशलप्रवादः । चिन्तितं नरकेसरिणा-स एव रिपुदारणो यदि परमस्याः समर्गलतरो भविष्यति, युज्यते च नरवाहनेन सहाऽस्माकं वैवाह्यं, यतः प्रधानवंशो महानुभावश्चासौ वर्तते, तस्य च राज्ञो रत्नसूचिरिव महानागस्य निरपत्यस्य सैवैका नरसुन्दरी दुहिता । ततोऽत्यन्तमभीष्टतया तस्याश्चिन्तितमनेन-गच्छामि तत्रैव सिद्धार्थपुरे गृहीत्वा वत्सां नरसुन्दरी, ततः परीक्ष्य तं रिपुदारणं निकटस्थितो विवाहयाम्येनां येन मे चित्तनिवृत्तिः संपद्यते । નરસુંદરી સાથે નરકેસરીનું આગમન અને ત્યારપછી શેખરપુર નગરમાં નરકેસરી નરેન્દ્રની વસુંધરા મહાદેવીની કુક્ષિથી થયેલી નરસુંદરી નામની પુત્રી હતી અને તે ભુવનના અદ્ભુત રૂપના અતિશયથી નિરુપમ, કલાના સૌષ્ઠવથી યૌવનને પ્રાપ્ત થઈ. તેણીના ચિત્તમાં નરસુંદરીના ચિતમાં, અભિનિવેશ ઉત્પન્ન થયો=આગ્રહ ઉત્પન્ન થયો. જે હુતથી બતાવે છે – જે પુરુષ કલાકૌશલ્યથી મારાથી અધિક હશે તે જ કેવલ મને પરણશે, બીજો નહીં. પિતાને પોતાનો ઇરાદો બતાવ્યો. આમ=માતા-પિતાને, પર્યાકુલપણું થયું ચિંતા ઉત્પન્ન થઈ. આની કલાની સાથે પોતાની પુત્રીની કલાની સાથે, સમાન પણ ભુવનમાં પુરુષ નથી જ. વળી, અધિકતર ક્યાંથી હોય. એ પ્રકારની ભાવનાથી પર્યાકુલપણું થયું એમ અત્રય છે. ત્યારપછી તેઓ દ્વારા માતા-પિતા દ્વારા, મારો કલાકૌશલનો પ્રવાદ સંભળાયો. નરકેસરી વડે વિચારાયું. તે જ
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy