SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ૪૧ પાખ્યા. અને ભાડાંગારિકને આદેશ કર્યો. અરે ! મહામતિના ભવનને ધન-કનક સમૂહથી પૂરો. જેના વડે સકલ ઉપભોગની સંપત્તિથી તિર્થગ્ર એવો કુમાર ત્યાં જ કલાગ્રહણ કરતો રહે. તેથી દેવ જે આજ્ઞા કરે છે એ પ્રમાણે કરીને ભાંડાગારિકવડે રાજાની આજ્ઞા સંપાદન કરાઈ. મહામતિ એવા વિદ્યાગુરુ વડે પણ દેવને ચિત્તસંતાપ થશે એ પ્રમાણે વિચારીને મારું વિલસિત પિતાને નિવેદન કરાયું નહીં. ત્યારપછી પિતા વડે હું કહેવાયો – હે વત્સ ! આજ દિનથી માંડીને પૂર્વમાં ગ્રહણ કરાયેલી કલાકલાપને સ્થિર કરતાં અને અપૂર્વને ગ્રહણ કરતાં તારવડે ત્યાં જ ઉપાધ્યાયના ભવનમાં રહેવું જોઈએ. મને પણ મળવું જોઈએ નહીં. મારા વડે કહેવાયું – આ પ્રમાણે થાઓ. મને હર્ષ થયો. ત્યારપછી પિતા સમીપથી નીકળીને મારા વડે મૃષાવાદ પ્રત્યે કહેવાયું – હે મિત્ર ! કોના ઉપદેશથી આવું તારું કૌશલ્ય છે મૃષાવાદનું કૌશલ્ય છે ? જેથી તારા અવષ્ટશ્મથી મૃષાવાદના અવલંબનથી, મારા વડે પિતાનો હર્ષ સંપાદિત કરાયો. કલાચાર્યના કલહતો વ્યતિકર કલાચાર્ય સાથે પોતે જે કલહ કરેલો તે પ્રસંગ ગુપ્ત રખાયો અને આ અતિ દુર્લભ મુત્કલચારિતા પ્રાપ્ત થઈEયથેચ્છા ફરવાની અનુકૂળતા પ્રાપ્ત થઈ. मायाचारः मृषावादेनाभिहितं-कुमार! आकर्णय । अस्ति राजसचित्ते नगरे रागकेसरी नाम राजा । तस्य च मूढता नाम महादेवी । तयोश्चाऽस्ति माया नाम दुहिता, सा मया महत्तमा भगिनी प्रतिपन्ना, प्राणेभ्योऽपि वल्लभोऽहं तस्याः, ततस्तदुपदेशेन ममेदृशं कौशलं, सा च जननीकल्पमात्मानं मन्यमाना यत्र यत्र क्वचिदहं संचरामि तत्र तत्र वत्सलतया सततमन्तीना तिष्ठति, न क्षणमात्रमपि मां विरहयति । मयाऽभिहितं-वयस्य! दर्शनीया ममापि साऽऽत्मीया भगिनी भवता । मृषावादेनाऽभिहितंएवं करिष्यामि । ततो मया ततः प्रभृति वेश्याभवनेषु, द्यूतकरशालासु, दुर्ललितमीलकेषु, तथाऽन्येषु च दुर्विनयस्थानेषु यथेष्टचेष्टया विचरता तथापि मृषावादबलेन कलाग्रहणमहं करोमीति लोकमध्ये गुणोपार्जनतत्परमात्मानं प्रकाशयता तातमपश्यतैवाऽतिवाहितानि द्वादश वर्षाणि । मुग्धजनप्रवादेन च समुच्चलिताऽलीकवार्ता यथा 'रिपुदारणकुमारः सकलकलाकलापकुशल' इति । प्रचरितो देशान्तरेष्वपि प्रवादः, समारूढश्चाऽहं यौवनभरे । માયાચાર મૃષાવાદ વડે કહેવાયું – હે કુમાર ! સાંભળ. રાજસચિત્તનગરમાં રાગકેસરી નામનો રાજા છે અને તેની મૂઢતા નામની મહાદેવી છે. તે બેને માયા નામની પુત્રી છે. તે મારા વડે મોટીબહેન તરીકે સ્વીકારાઈ છે. પ્રાણથી પણ તેને હું વલ્લભ છું. તેથી તેના ઉપદેશથી મારામાં આવું કૌશલ્ય છેઃમૃષાવાદમાં આવું કૌશલ્ય છે. અને તે=માયા, માતા જેવા પોતાને માનતી જ્યાં જ્યાં ક્યાંય હું સંચરણ કરું છું ત્યાં ત્યાં વત્સલપણાથી સતત અંતર્લીન રહે છેઃમૃષાવાદમાં અંતર્લીન માયા રહે છે. ક્ષણ માત્ર
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy