SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ अत्रैव वर्तमानोऽयं, बहिःस्थं सकलं जनम् । करोत्यन्धं स्ववीर्येण, ज्ञानोद्योतविवर्जितम् ।।५०४।। શ્લોકાર્થ : અહીં જ રહેલો એવો આ=જીવમાં જ વર્તમાન એવો આ જ્ઞાનાવરણરૂપ રાજા, બહિર્સ્ટ સકલ લોકને સ્વવીર્યથી જ્ઞાનઉદ્યોતથી રહિત એવો અંધ કરે છે. ૫૦૪ શ્લોક ઃ ચિ सान्द्राज्ञानान्धकारेण, यतो मोहयते जनम् । ततोऽयं शिष्टलोकेन, मोह इत्यपि कीर्तितः । । ५०५ ।। ૩૧૯ શ્લોકાર્થ ઃ વળી ગાઢ અજ્ઞાનના અંધકારથી, જનને જે કારણથી મોહ પમાડે છે=જ્ઞાનસંવરણ નામનો રાજા મોહ ઉત્પન્ન કરે છે, તે કારણથી શિષ્ટલોક વડે આ=જ્ઞાનસંવરણ રાજા, મોહ એ પ્રમાણે પણ કહેવાયો છે. II૫૦૫II શ્લોક ઃ यस्त्वेष नवभिर्युक्तो मानुषैः प्रविभाव्यते । दर्शनावरणो नाम, विख्यातः स महीतले ।।५०६ ।। શ્લોકાર્થ ઃ જે વળી આ નવ માણસોથી યુક્ત દેખાય છે તે મહીતલમાં દર્શનાવરણ નામવાળો વિખ્યાત છે. II૫૦૬II શ્લોક ઃ दृश्यन्ते पञ्च या नार्यस्ताः स्ववीर्येण सुन्दराः । करोत्येष जगत्सर्वं, घूर्णमानमतिक्रियम् ।।५०७।। શ્લોકાર્થ ઃ જે પાંચ નારીઓ=નિદ્રાદિરૂપ જે પાંચ નારીઓ, દેખાય છે તે સ્વવીર્યથી સુંદર છે. આ=દર્શનાવરણ રાજા, સર્વ જગતને મૂર્છા પામતું અને ક્રિયા રહિત કરે છે. II૫૦૭II
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy