________________
૨૪૦
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
प्रकर्षः प्राह यद्येवं, ततोऽतिनिकटे स्थितः । મદ્વારાનધિરાનસ્ય, વૃધ્ધાવń: સુમીષળ: ।।૬૭।।
निरीक्षमाणो निःशेषं, राजकं वक्रचक्षुषा ।
ય ષ દૃશ્યતે સોય, તમો મામ! ભૂતિઃ? ।। ।।
શ્લોકાર્થ
:
પ્રકર્ષ કહે છે જો આ પ્રમાણે છે તો મહારાજાધિરાજના અતિનિકટમાં રહેલો કૃષ્ણવર્ણવાળો, અત્યંત ભીષણ, વક્રચક્ષુથી નિઃશેષ રાજાને જોતો જે આ દેખાય છે તે આ હે મામા ! કયો રાજા છે ? ||૧૬૭-૧૬૮૫
मिथ्यादर्शनमहिमा
विमर्शः प्राह विख्यातो, राज्यसर्वस्वनायकः ।
મિથ્યાવર્શનનામાય, મહામોદમહત્તમઃ ।।૬।।
મિથ્યાદર્શનનો મહિમા
શ્લોકાર્થ :
વિમર્શ કહે છે. રાજ્યના સર્વસ્વનો નાયક મિથ્યાદર્શન નામવાળો આ મહામોહનો મહત્તમ
વિખ્યાત છે. II૧૬૯।।
શ્લોક ઃ
अनेन तन्त्रितं राज्यं, वहत्यस्य महीपतेः ।
बलसम्पादकोऽत्यर्थममीषामेष भूभुजाम् ।।१७०।।
શ્લોકાર્થ :
આ રાજાનું રાજ્ય આના વડે તંત્રિત=મિથ્યાદર્શન વડે નિયંત્રિત, વહન થાય છે. આ રાજાઓને આ=મિથ્યાદર્શન, અત્યંત બલસંપાદક છે. ||૧૭૦|I
શ્લોક ઃ
अत्रैव संस्थितो भद्र! निजवीर्येण देहिनाम् ।
यदेष बहिरङ्गानां कुरुते तन्निबोध मे । । १७१ ।।