SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : દોષો પ્રબલતાને પામ્યા. તેથી ચેતનાનો નાશ કરે છે અને અત્યંત મહામોહનો સન્નિપાત વધે છે. II૧૪૪ll બ્લોક : एवं च स्थितेसंसारचक्रवालेऽत्र, रोगमृत्युजराकुले । अनन्तकालमासीनस्त्यक्तः सद्धर्मबान्धवैः ।।१४५।। શ્લોકાર્ચ - આ પ્રમાણે સ્થિત હોતે છતે રોગ, મૃત્યુ, જરાથી આકુલ આ સંસારચક્રવાલમાં સદ્ધર્મના બંધુઓથી ત્યાગ કરાયેલો અનંત કાલ રહે છે. I૧૪૫ll શ્લોક : तदिदं निजवीर्येण, जीवस्यास्य महाबलः । सन्निपातसमो भद्रे! महामोहो विचेष्टते ।।१४६।। શ્લોકાર્ય : હે ભદ્રે ! તે આ નિજવીર્યથી આ જીવના મહાબલ સન્નિપાત જેવો મહામોહ ચેષ્ટા કરે છે. II૧૪કી. ભાવાર્થ : વિમર્શે પ્રકર્ષને માર્ગાનુસારી ઊહ કરવા અર્થે ભૌતકથાનિકા બતાવી. તેથી શાંતિશિવે જેમ મારા ગુરુ સાંભળતા નથી તેનો અર્થ વૈદ્યના વચનથી વિપરીત કર્યો તેમ જેઓ પ્રસ્તુત ચિત્તરૂપી મહાઇટવી આદિનું વર્ણન સાંભળીને પણ તેના પરમાર્થને જાણતા નથી, તેઓ પ્રસ્તુત કથા દ્વારા અમે આત્મહિત સાધીએ છીએ તેમ માને છે, પરમાર્થથી આત્મહિત સાધી શકતા નથી. જેમ તે સદાશિવ વિચારે છે કે મારા ગુરુની હું ચિકિત્સા કરું છું, વાસ્તવિક તે ચિકિત્સા કરતો ન હતો પરંતુ ગુરુની વિડંબના કરતો હતો. તેમ ભૌતકથાને સાંભળ્યા પછી પણ જેઓ ચિત્તરૂપી અટવી શું છે? તેમાં પ્રમત્તતા આદિ નદીઓ શું છે ? તેનો પારમાર્થિક બોધ પામતા નથી તેઓ પોતાના કથારસને જ પોષે છે અને અગૃહતસંકેતાથી પણ મહામૂઢ એવા તેઓ અમે તત્ત્વને જાણીએ છીએ એવો મિથ્યાભ્રમ ધારણ કરે છે. તે ભ્રમના નિવારણ અર્થે જ પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રીએ પ્રથમ પ્રકર્ષનું ધ્યાન ખેંચ્યું, તેથી પ્રકર્ષ પ્રશ્ન કરે છે કે આ ચિત્તરૂપી અટવી, મહાનદી આદિ સર્વ નામોથી ભેદરૂપે કહેવાયાં છે પરંતુ પરસ્પર તેઓનો ભેદ દેખાતો નથી. તેના સમાધાન રૂપે ફરી વિમર્શે તે કથનને જ અધિક સ્પષ્ટતાથી કહ્યું, જેથી પ્રાજ્ઞ એવો પ્રકર્ષ તેના તાત્પર્યને સમજી શક્યો એમ, જેઓ આ પ્રકારના વિમર્શના વચનને સાંભળીને પ્રમત્તતા નદી આદિનું સ્વરૂપ આલોચન કરશે તેઓને ચિત્તમાં આ
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy