SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧૭૭ રૂપી અટવી સર્વ જીવ સાધારણ છે અને તે અટવીમાં પ્રમત્તતા નદી જુએ છે. તે નદીનો મનોહર કિનારો જુએ છે ત્યાં મહામંડપના મધ્યમાં રહેલ વેદિકા છે તેના ઉપર રહેલ મહા સિંહાસન છે અને તેના ઉપર ઘણા સૈન્ય સાથે મહામોહ, રાગકેસરી, અને દ્વેષગજેન્દ્ર બેઠેલા છે તે સર્વને જુએ છે. તે સર્વ કથનથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોમાં મતિજ્ઞાનના ઉપયોગરૂપ અટવી છે અને અટવીનું સ્વરૂપ વિમર્શ પ્રકર્ષને બતાવે છે અને કહે છે કે મારી નિર્ણયશક્તિ છે કે વસ્તુને જોઈને તેનું સ્વરૂપ જાણી શકું તોપણ મારે નિપુણતાપૂર્વક તેનું સમાલોચન કરવું પડે તેમ છે. તેથી વિમર્શ પ્રથમ ચારે બાજુથી ચિત્તરૂપી અટવીનું અવલોકન કરે છે અને એકાગ્રતાપૂર્વક તેનું અવલોકન કરીને કંઈક હર્ષપૂર્વક કહે છે. સૂક્ષ્મ અવલોકનથી આ અટવી વગેરે સર્વનો મને નિર્ણય થયો છે તેના હર્ષ-રૂપ માથે ધૂનન કરું છું. તેથી એ ફલિત થાય કે વિચક્ષણ પુરુષો પોતાની વિમર્શશક્તિથી સૂક્ષ્મ પદાર્થોનું અવલોકન કરે અને યથાર્થ નિર્ણય થાય ત્યારે હર્ષથી મસ્તકધૂનન કરે છે તેમ વિમર્શ પણ પોતાની હર્ષની અભિવ્યક્તિ કરી. ત્યારપછી તે સર્વનું ક્રમસર વર્ણન કરે છે અને કહે છે કે આ ચિત્તરૂપી અટવી સર્વ સદ્નોની ઉત્પત્તિભૂમિ છે અને આ જ ચિત્તરૂપી અટવી સર્વ લોકોને ઉપદ્રવ કરનાર મહાઅનર્થ કરનારા પિશાચોનું કારણ છે. તેથી એ ફલિત થાય કે મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્તરૂપી અટવીને જેઓ સદાગમ આદિના વચનના બળથી જાણવા યત્ન કરે છે અને તેમાં ગુણો પ્રગટ થાય તે પ્રમાણે સદાગમનાં વચનોથી યત્ન કરે છે ત્યારે તે જીવોની ચિત્તરૂપી અટવીમાં સર્વ કલ્યાણની પરંપરાના કારણભૂત અનેક ગુણો પ્રગટ થાય છે. વળી જે જીવોની ચિત્તરૂપી અટવી મિથ્યાભિમાનવાળી અને મતિમોહવાળી છે તેઓના ચિત્તમાં અનર્થ કરનારા પિશાચો વર્તે છે, તેથી તેઓની ચિત્તરૂપી અટવી સર્વ પિશાચોનું કારણ છે. આ પ્રકારે નિપુણ પ્રજ્ઞાથી વિમર્શ કરવાને કારણે વિચક્ષણ પુરુષને સંસારી જીવોની ચિત્તરૂપી અટવી કેવી છે તે પણ દેખાય છે અને યોગીઓની અને વિવેકી શ્રાવકોની ચિત્તરૂપી અટવી કેવી છે તે પણ દેખાય છે. અને તે ચિત્તરૂપી અટવી સંસારી જીવો દ્રવ્ય મનના અવલંબનથી જે વિચારો કરે છે તે મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે અને સંસારી જીવોના ચિત્તમાં જ્યારે સોળ કષાયોમાંથી અને નવ નોકષાયોમાંથી જે જે પ્રકારના કષાયોના ઉપયોગો વર્તે છે તે તે પ્રકારે તે તે જીવોની ચિત્ત અટવીમાં અનર્થો રૂપી પિશાચો ઉત્પન્ન થાય છે તે પણ દેખાય છે. વળી, તે જીવો કંઈક તત્ત્વને અભિમુખ બને છે ત્યારે આત્મહિતને અનુકૂળ ઉચિત ભાવો કરે છે તેથી તે જીવોની ચિત્તરૂપી અટવીમાં કષાયોની મંદતાજન્ય ગુણો ઉત્પન્ન થાય છે. તે પણ વિચક્ષણ પુરુષને દેખાય છે. વળી આ ચિત્તરૂપી અટવીમાં જ સર્વ અંતરંગ નગરો અને અંતરંગ કષાયજન્ય દોષો વર્તે છે અને કષાયની મંદતાજન્ય કે ક્ષયોપશમભાવજન્ય ગુણો પ્રગટ થાય છે. વળી, જેઓ કષાયોથી પરવશ થઈને આ અટવીનું સેવન કરે છે તેઓને માટે આ મહાટવી ઘરસંસારના પરિભ્રમણનું કારણ બને છે. આથી જ સંયમ ગ્રહણ કરીને પણ પ્રમાદપૂર્વક પ્રવૃત્તિ કરનારા સાધુઓ આ ચિત્તરૂપી અટવીને વિપરીત રીતે સેવીને દીર્ઘ સંસારમાં પરિભ્રમણ કરે છે. અને શ્રાવકધર્મ સ્વીકાર્યા પછી પણ અવિવેકને કારણે સદા યથાતથા ધર્માનુષ્ઠાન કરીને કષાયોની વૃદ્ધિને કરનારા શ્રાવકોની પણ ચિત્તરૂપી અટવી ઘોરસંસારનું કારણ બને છે અને જેઓ આ ચિત્તરૂપી અટવીમાં રહીને હંમેશાં સંસારના વાસ્તવિક સ્વરૂપનું અવલોકન કરે છે, શક્તિ
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy