________________
૧૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ हेमन्तस्वरूपम्
શ્લોક :
શીશાસ?अघितचेलतैलवरकम्बलरल्लकचित्रभानुको, विकसिततिलकलोध्रवरकुन्दमनोहरमल्लिकावनः शीतलपवनविहितपथिकस्फुटवादितदन्तवीणको, जलराशिकिरणहर्म्यतलचन्दनमौक्तिकसुभगताहरः ।।१।।
હેમંતઋતુનું સ્વરૂપ શ્લોકાર્ધ :
આ હેમંત કેવા પ્રકારનો છે? વસ્ત્ર, તેલ, શ્રેષ્ઠ કાંબલ, રજાઈ અને અગ્નિ જેમાં મૂલ્યવાળા છે, વિકસિત તિલકવૃક્ષો, લોઘવૃક્ષો, શ્રેષ્ઠ મોગરા અને મનોહર મલ્લિકા વૃક્ષોના વનવાળો, ઠંડા પવનથી વિહિત કરાયેલી, મુસાફરોના દાંતની વીણાને વગાડી છે જેણે એવો, જલ, ચંદ્રનું કિરણ, મહેલની અગાસી, ચંદન અને મોતીની સુભગતાને હરનારો એવો હેમંત છે. ||૧|
यत्र च हेमन्ते दुर्जनसङ्गतानीव ह्रस्वतमानि दिनानि, सज्जनमैत्रीव दीर्घतरा रजन्यः, सु[सं. मु.]ज्ञानानीव संगृह्यन्ते धान्यानि, काव्यपद्धतय इव विरच्यन्ते मनोहरा वेण्यः, सुजनहृदयानीव विधीयन्ते स्नेहसाराणि वदनानि, परबलकलकलेन रणशिरसि सुभटा इव निवर्तन्ते दवीयोदेशगता अपि निजदयिताविकटनितम्बबिम्बपयोधरभरशीतहरोष्मसंस्मरणेन पथिकलोका इति ।
અને જે હેમંતમાં દુર્જનની સંગતની જેમ દિવસો અત્યંત ટૂંકા હોય છે, સજ્જતની મૈત્રીની જેમ રાત્રિઓ અત્યંત લાંબી હોય છે, સમ્યજ્ઞાનની જેમ ધાવ્યો સંગ્રહ કરાય છે, કાવ્યની રચનાની જેમ મનોહર વેણીઓ રચાય છે, સુજતના હદયની જેમ મુખો શ્રેષ્ઠ સ્નેહવાળાં કરાય છે, શત્રુના સૈન્યતા કલકલ વડે યુદ્ધના મોખરે સુભટો જેમ પાછા ફરે છે તેમ પોતાની પત્નીના વિક્ટ વિસ્તીર્ણ, નિતમ્બ બિંબ અને સ્તનની ઠંડીને હરનાર ગરમીના સ્મરણ વડે પથિક લોકો=મુસાફર લોકો પાછા ફરે છે. શ્લોક :
प्रतापहानिः संपन्ना, लाघवं च दिवाकरे । અથવાदक्षिणाशावलग्नस्य, सर्वस्यापीदृशी गतिः ।।१।।