SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 999 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तयोरपि मनस्तोषस्तत्श्रुत्वा समपद्यत । ततस्ताभ्यां जडः प्रोक्तः, स्नेहाऽऽपूर्णेन चेतसा ।।२७।। શ્લોકાર્થ: અને તે બંનેને પણ જડનાં માતા-પિતા બંનેને પણ, તે સાંભળીને જડને રસના નામની પત્ની મળી છે તે સાંભળીને, મનનો તોષ થાય છે. તેથી મનનો તોષ થવાથી, તે બંને દ્વારા=અશુભોદય અને સ્વયોગ્યતા રૂપ જડનાં માતા-પિતા બંને દ્વારા, સ્નેહથી પૂર્ણ ચિત્ત વડે જડ કહેવાયો. ર૭ll શ્લોક : पुत्रानुरूपा ते भार्या, संपन्ना पुण्यकर्मणा । सुन्दरं च त्वयाऽऽरब्धं, यदस्याः पुत्र! लालनम् ।।२८।। શ્લોકાર્ચ - હે પુત્ર ! તને પુણ્યકર્મથી અનુરૂપ ભાર્યા પ્રાપ્ત થઈ છે અને જે કારણથી હે પુત્ર ! આનું લાલન રસનાનું લાલન, તારા વડે સુંદર આરબ્ધ કરાયું છે. ૨૮ll શ્લોક : इयं हि सुखहेतुस्ते, सुभार्येयं वरानना । તતો નાયિતું યુI, પુત્ર ! ત્રિનિદં ત્વયા ગારા શ્લોકાર્થ : દિ જે કારણથી, આ રસના, તારા સુખનો હેતુ છે. સુંદર મુખવાળી આ રસના, સુભાર્યા છે. તેથી હે પુત્ર ! રાત્રિ-દિવસ તારા વડે લાલન કરવા માટે યુક્ત છે. ll૨૯ll શ્લોક : ततश्चस्वयमेव प्रवृत्तोऽसौ, जनकाभ्यां च चोदितः । एकं सोन्माथिता बाला, मयूरैर्लपितं तथा ।।३०।। શ્લોકાર્ધ : અને તેથી અશુભોદય અને સ્વયોગ્યતાએ જડને રસનાના લાલનની પ્રેરણા કરી તેથી, આ= જડ, સ્વયં જ પ્રવૃત્ત થયો અને માતા-પિતા વડે પ્રેરણા કરાયો, એક બાજુ તે બાલા ઉન્માથ કરાઈ તથા મોરો વડે શબ્દ કરાયો. ll3oll
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy