SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વડે કહેવાયું દેવ જે આજ્ઞા કરે છે. ત્યારપછી તે પ્રકારે=પૂર્વે કહ્યું તે પ્રકારે, દેવને યત્ન કરતા જોઈને વિષયાભિલાષ વડે કહેવાયું – હે દેવ ! આવેગથી સર્યું, આ શંકડો એવો સંતોષ કેટલા આદરનું સ્થાન છે? ખરેખર લીલાપૂર્વક દલી નાંખ્યા છે ત્રિદંડથી ગળતા શ્રેષ્ઠ હાથીઓનો સમૂહ જેણે એવો સિંહ, હરણને નાશ કરવાનો ઉદ્દેશ કરીને આયચચિત્તવાળો=વ્યામૃતચિત્તવાળો, થતો નથી. દેવ વડે કહેવાયું રાગકેસરી વડે કહેવાયું – હે મિત્ર ! આ સત્ય છે તે વિષયાભિલાષ, તું કહે છે એ સત્ય છે. કેવલ તમારા મનુષ્યની કદર્થના કરતા=વિષયાભિલાષના સ્પર્શન આદિ મનુષ્યની કદર્થના કરતા, તે પાપી સંતોષ વડે અમે દઢ ઉદ્વેગ કરાયા છીએ. આ પ્રમાણે રાગકેસરી વિષયાભિલાષને કહે છે. ખરેખર તેના ઉભૂલન કરાયા વગર=સંતોષના ઉમૂલન કરાયા વગર, મારા મનની સુખાસિકા પ્રાપ્ત થતી નથી. મંત્રી વડે કહેવાયું, હે દેવ ! આ થોડું છે=સંતોષને ઉમૂલન કરવાનો તમારો આ પ્રયાસ અસાર છે, સંરંભને મૂકો=પ્રયાસને મૂકો, તેથી=વિષયાભિલાષે આ પ્રકારે કહ્યું તેથી, તેના વચનથી દેવ સ્વસ્થ થયા=રાગકેસરી સ્વસ્થ થયા, અશેષગમન ઉચિત કરાયું રાગકેસરી વડે સંતોષને જીતવા અર્થે જે ગમનનો પ્રારંભ કરેલ તેને ઉચિત સર્વ કૃત્ય કરાયું, આગળ સ્નેહરૂપી પાણીથી પૂર્ણ પ્રેમના બંધન નામનો સુવર્ણનો કલશ સ્થાપન કરાયો. કેલિજલ્પ નામનો જય જય શબ્દ ઉઘોષિત કરાયો. ચાટુવચનાદિ મંગલો ગવાયાં, રતિ અને કલહ નામનો ઉદ્દામ વાજિંત્રનો સમૂહ વગાડાયો, અંગરાગ, ભૂષણો, સમસ્ત કૌતુકો કરાયાં, રથના આરોહણ માટે દેવ પ્રવૃત્ત થયો=રાગકેસરી પ્રવૃત્ત થયો. અત્રાસરમાં યુદ્ધભૂમિમાં રાગકેસરી જવા તત્પર થયો એટલામાં, આના વડે=રાગકેસરી વડે, સ્મરણ કરાયું અરે, હજી પણ મારા વડે પિતા જોવાયા નથી. અહો મારી પ્રમત્તતા, અહો મારી દુર્વિનીતતા, અહો મારા તુચ્છપણાને કારણે સ્વલ્પપ્રયોજનમાં પણ પર્યાકુલતા જેના કારણે પિતાના પાદવંદનને પણ વિસ્મરણ કરાયું, ત્યારપછી પાછા ફરીને તેના દર્શન માટે=મહામોહરૂપી તાતના દર્શન માટે, દેવકરાગકેસરી, ચાલ્યા. रागकेसरिजनकमहामोहस्य सामर्थ्यम् मयाऽभिहितं-भद्र! कः पुनरस्य तातः? ततो विपाकेनाभिहितं-आर्य! अतिमुग्धोऽसि, यतस्त्वमेतावदपि न जानीषे, यतोऽस्य देवस्य रागकेसरिणो बालाबलादीनामपि सुप्रतीतोऽनेकाद्भुतकर्मा भुवनत्रयप्रकटनामाभिधानो महामोहो जनकः । રાગકેસરીના પિતા મહામોહનું સામર્થ્ય મારા વડે કહેવાયું=પ્રભાવ વડે કહેવાયું – હે ભદ્ર ! વળી આનો પિતા કોણ છે? તેથી=પ્રભાવ વડે પ્રશ્ન કરાયો તેથી, વિપાક વડે કહેવાયું છે આર્ય ! તું અતિ મુગ્ધ છો, જે કારણથી તું આટલું પણ જાણતો નથી. જે કારણથી આ રાગકેસરીરૂપ દેવતો અનેક અદ્ભુત કર્મોવાળો, ભુવતત્રયમાં પ્રકટ રામવાળો, બાલ-સ્ત્રી વગેરેને પણ સુપ્રતીત મહામોહ નામનો પિતા છે.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy