SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ભાવાર્થ: નંદિવર્ધન પાસે વિદુર કથા કરે છે, તે કથામાં કર્મપરિણામ રાજાની અકુશલમાલાનો પુત્ર બાલ, અને શુભસુંદરીનો પુત્ર મનીષી છે, બાલે અને મનીષીએ ભવજંતુના વિરહને કારણે આપઘાત કરતા એવા સ્પર્શનને બચાવ્યો અને તે ત્રણેય જણ કર્મપરિણામ રાજા, અકુશલમાલા અને શુભસુંદરી છે ત્યાં આવે છે. બાલ અને મનીષી કર્મપરિણામ રાજાને કહે છે કે અમને આ સ્પર્શન નામનો મિત્ર મળ્યો છે, તે સાંભળીને કર્મપરિણામ રાજાને શું ભાવ થાય છે, વળી, બાલ અકુશલમાલાને આ મિત્ર મળ્યો છે તેમ કહે છે તે સાંભળીને તેને શું ભાવ થાય છે, અને મનીષી શુભસુંદરીરૂપ માતાને આ સ્પર્શનમિત્ર મળ્યો છે તેમ કહે છે તેમ સાંભળીને તેને શું ભાવ થાય છે તે અત્યાર સુધી કથન કર્યું. હવે ત્યારપછી બાલને સ્પર્શન સાથે કેવી ગાઢ મૈત્રી છે તે બતાવતાં કહે છે, જેઓ તત્ત્વને જોવામાં બાલબુદ્ધિવાળા છે તે જીવોને સ્પર્શેન્દ્રિયજન્ય સુખ જ સુખ દેખાય છે, અન્ય કંઈ દેખાતું નથી. તેથી હંમેશાં સ્પર્શનના સુખવાળા મતિજ્ઞાનના ઉપયોગ રૂપ પરિણતિમાં જ તેઓ ૨મનારા છે, તેના જ વિચારોમાં સદા આનંદ લેનારા છે, અન્ય કંઈ તેઓને સુખ દેખાતું નથી; કેમ કે ઇન્દ્રિયજન્ય સુખથી અતિરિક્ત ઉપશમજન્ય સુખના ગંધની લેશ પણ બાળજીવોને નથી. તેથી સ્પર્શનની પરિણતિમાં જ સદા તેઓ રમનારા છે. વળી, મનીષી બુદ્ધિમાન પુરુષ છે. માત્ર સ્પર્શજન્ય મતિજ્ઞાન પરિણતિને જ સુખ રૂપ જોનારા નથી, પરંતુ સદાગમના વચનથી ભાવિતમતિવાળો છે આથી જ સ્પર્શેન્દ્રિય કહેલું કે સદાગમે ભવજંતુને મારી સાથે વિયોગ કરાવ્યો, ત્યારે તેને પણ વિચાર આવે છે કે સદાગમ ક્યારે પણ અનુચિત પ્રવૃત્તિ કરાવે નહીં, માટે આ સ્પર્શન વિશ્વસનીય છે કે નહીં તે પ્રકારની શંકા કરે છે; કેમ કે મનીષી જીવોને પણ સ્પર્શનજન્ય શાતાનું સુખ સ્વસંવેદન રૂપે જણાય છે, તોપણ કષાયોના ઉપશમજન્ય સુખ પણ તેઓ કંઈક જોઈ શકે છે. તેથી મનીષી સ્પર્શનની મૂલશુદ્ધિ કરવાનો વિચાર કરે છે, ત્યારે મનીષીમાં વર્તતા વિશેષ પ્રકારના તત્ત્વનું આલોચન કરી શકે છે તેવા બોધ નામના પરિણામને મનીષી સ્પર્શનના પારમાર્થિક સ્વરૂપને જાણવા માટે વ્યાવૃત કરે છે. તે વખતે તે બોધના જ એક વિશિષ્ટ પરિણામ રૂપ જે પ્રભાવ છે, જેનામાં શક્તિ છે કે અંતરંગ ભાવોને સૂક્ષ્મ પ્રજ્ઞાથી જોઈ શકે તે પ્રભાવને મનીષીનો બોધ સ્પર્શનની ગવેષણા કરવા મોકલે છે અને તે ગવેષણા ક૨વા અર્થે પ્રભાવ બાહ્ય દુનિયાનું અવલોકન કરે છે. ત્યાં સ્પર્શન નામની વ્યક્તિ ક્યાંય દેખાતી નથી. તેથી, તે પ્રભાવ નામની બોધની શક્તિ અંતરંગ દુનિયામાં સ્પર્શનની ગવેષણા માટે વ્યાપારવાળી કરે છે. તે વખતે જીવમાં જે રાજચિત્ત છે તે રૂપ નગ૨ તેને દેખાય છે. અને તે રાજસચિત્ત કેવા પ્રકા૨નું છે તે બતાવતાં કહે છે. ભિલ્લની પલ્લીના જેવું તે રાજચિત્ત છે અર્થાત્ જેમ ભિલ્લની પલ્લીઓ અનેક પ્રકારનાં વ્યસનોથી આકીર્ણ દેખાય છે તેમ જીવમાં વર્તતો રાગનો પરિણામ અનેક વ્યસનોથી વ્યાપ્ત દેખાય છે. વળી, જેમ તે નગર કામાદિ ચોરટાઓથી આકીર્ણ હતું તેમ સંસારી જીવોમાં વર્તતું રાગની પરિણતિવાળું ચિત્ત આત્માના શત્રુભૂત કામ આદિ વિકારોથી અત્યંત આકીર્ણ હોય છે. આથી જ અતિરાગની પ્રકૃતિવાળા જીવોને કામનું સેવન, તે તે વિષયોનું સેવન કરવાની મનોવૃત્તિઓ વર્તે છે. વળી, તે નગર પાપિષ્ટ લોકોનું નિવાસસ્થાન છે તેમ રાગી જીવોનું ચિત્ત સર્વ પ્રકારનાં પાપોને ક૨વા માટે તત્પર થાય એવું વર્તે છે. વળી, તે રાજચિત્ત
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy