SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૬૫ રાગકેસરી નામનો રાજા છે અને તેનાં સર્વ પ્રયોજનોનો ચિંતક, સમસ્ત સ્થાનોમાં અપ્રતિહત આજ્ઞાવાળો =રાગકેસરીને અભિમત સર્વકૃત્યોના સ્થાનોમાં અપ્રતિહત આજ્ઞાવાળો, જગતને વશ કરવામાં નિપુણ, જંતુઓને વિમોહનમાં કરાયેલા અભ્યાસવાળો, પાપનીતિમાર્ગમાં પટુબુદ્ધિવાળો, સ્વકાર્યની પ્રવૃત્તિમાં પરના ઉપદેશની અપેક્ષા નહીં રાખનારો, વિક્ષિપ્ત કર્યો છે સમસ્ત રાજ્યભાર જેના ઉપર એવો વિષયાભિલાષ નામનો અમાત્ય છે. ત્યારપછી=પ્રભાવ કહે છે કે હું રાજસચિત નગરમાં ગયો રાગકેસરી નામનો રાજા જોવાયો વિષયાભિલાષ નામનો મંત્રી જોવાયો ત્યારપછી, તે નગરમાં જ્યાં સુધીમાં હું રાજકુલની નજીકની ભૂમિભાગમાં પ્રાપ્ત થયો=પહોંચ્યો, ત્યાં સુધીમાં અકાંડ અકસ્માત, જ મોટો કોલાહલ ઉત્પન્ન થયો, ઘોષણા કરાતા બંદીવૃંદ વડે પ્રખ્યાપિત માહાભ્યવાળા, લોત્યાદિ રાજાઓથી અધિષ્ઠિત, મિથ્યાભિનિવેશ આદિ ઘણા રથો નીકળે છે, રાજમાર્ગમાં અવતાર પામતા મમત્વાદિ શ્રેષ્ઠ હાથીઓ દિશાઓને ગલગજિતથી=મોટા અવાજથી, પૂરે છે. તેષારવથી દિકચક્રવાલને બહેરી કરતા અજ્ઞાન આદિ શ્રેષ્ઠ ઘોડાઓ ચાલવા લાગ્યા, ગ્રહણ કરાયેલ જુદા જુદા આયુધવાળા શસ્ત્રોવાળા, યુદ્ધમાં શૌર્યપણાથી કૂદતા અને આગળમાં દોડતા ચપલાદિ અસંખ્યાતા સૈનિકો શોભતા હતા=રાગકેસરીની સવારીમાં શોભતા હતા. ત્યારપછી આ પ્રકારે રાગકેસરીની સવારી નીકળી ત્યારપછી, કદ"પ્રયાણકના પટહ શબ્દ સાંભળ્યા પછી સમતત્તર ખરપવનથી પ્રેરિત મેઘના સમૂહની જેમ ક્ષણમાત્રથી જ વિલાસરૂપ ધ્વજની માલાઓથી આકુલ, ચાળાઓ રૂપ શંખના કોલાહલથી પૂરિત દિશાતરવાળું અપરિમિત બલ=સૈન્ય, એકઠું થયું. विषयाभिलाषस्य स्पर्शनादिपञ्चपुरुषाः ततस्तदवलोक्य मया चिन्तितं-अये! किमेतत् ? गन्तुमिव प्रवृत्तः क्वचिदयं राजा लक्ष्यते, तत्किमस्य गमनप्रयोजनमिति यावद्वितर्काकुलस्तिष्ठामि तावदृष्टो मया पर्यन्तदारुणः स्वरूपेणादर्शकः संसारवैचित्र्यस्य बोधको विदुषां, निर्वेदभूमिविवेकिनां, अविज्ञातस्वरूपो निर्विवेकैस्तस्यैव विषयाभिलाषस्य मन्त्रिणः संबन्धी विपाको नाम पुरुषः । વિષયાભિલાષ મંત્રીના સ્પર્શન આદિ પાંચ પુરુષો ત્યારપછી રાગકેસરીનું એકઠું થયેલું સૈન્ય જોઈને મારા વડે=પ્રભાવ પડે, વિચારાયું, અરે આ શું છે ? આ રાજા કોઈક સ્થાનમાં જાણે જવા માટે પ્રવૃત્ત છે એમ જણાય છે. તે કારણથી આવા ગમતનું પ્રયોજન શું છે? એ પ્રમાણે જ્યાં સુધી વિતર્કઆકુલ રહ્યો છું=પ્રભાવ નામનો પુરુષ વિતર્કઆકુલ રહ્યો, ત્યાં સુધી પર્યત્તમાં દારુણ, સ્વરૂપથી સંસારના વૈચિત્ર્યનો આદર્શક, વિદ્વાનોને બોધ કરાવનાર, વિવેકીઓને નિર્વેદભૂમિ, નિર્વિવેકી જીવો વડે અવિજ્ઞાત સ્વરૂપવાળો, તે જ વિષયાભિલાષ મંત્રીના સંબંધવાળો વિપાક નામનો પુરુષ મારા વડે જોવાયો=પ્રભાવ વડે જોવાયો.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy