SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પપ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - અલબ્ધપ્રતિકારવાળા, અભિમાન અવલંબી, સ્નેહએકબદ્ધકક્ષાવાળા, તારા જેવાને આ યુક્ત છે=ભવજંતુના આ પ્રકારના વર્તનને કારણે આપઘાત કરવો, એ યુક્ત છે. [૧] तथापि मदनुग्रहेण धारणीया भद्रेण प्राणाः, इतरथा ममापीयमेव गतिः । रञ्जितोऽहमनेन भवतो निष्कृत्रिममित्रवात्सल्येन, दाक्षिण्यमहोदधयश्च सत्पुरुषा भवन्ति, सत्पुरुषश्च भद्रः कार्यतो गम्यते, अतः कर्त्तव्यमेवैतत् निर्विचारं मामकं वचनं भद्रेण, यद्यपि चूतमनोरथा न किञ्चिनिकया पूर्यन्ते, तथापि मदनुकम्पया भवता मत्संबन्ध एव भवजन्तुविरहदुःखप्रतीकारबुद्ध्या मन्तव्यः । स्पर्शनेनाभिहितं-साधु आर्य ! साधु, धारिता एव भवताऽनुपकृतवत्सलेनातिस्निग्धवचनामृतसेकेनानेन स्वयमेव विलीयमाना मदीयप्राणाः, किमत्र वक्तव्यम् ? नष्टौ मेऽधुना शोकसन्तापौ, विस्मारित इव भवता भवजन्तुः, शीतलीभूतं नयनयुगलं, आह्लादितं चित्तं, निर्वापितं मे शरीरं भवद्दर्शनेन, किम्बहुना ? त्वमेवाधुना भवजन्तुरिति, ततः संजातस्तयोनिरन्तरं स्नेहभावः । તોપણ મારા અનુગ્રહથી ભદ્ર વડે પ્રાણો ધારણ કરવા જોઈએ. ઈતરથા=જો તું પ્રાણ ધારણ ન કરે તો, મારી પણ આ જ ગતિ છેઃતારા વિરહથી મારે પણ આપઘાત કરવો પડે એ જ માર્ગ છે. હું તારા આ વિકૃત્રિમ મિત્રતા વાત્સલ્યથી રંજિત થયો છું અને સપુરુષો દાક્ષિણ્યના મહોદધિ હોય છે અને કાર્યથી સત્પરુષ ભદ્ર જણાય છે. આથી, આ મારું વચન ભદ્ર એવા સ્પર્શત વડે નિર્વિચાર સ્વીકારવું જ જોઈએ. જો કે ચૂતમનોરથવાળા જીવો કિંચિતિકાથી પુરાતા નથી=ભવજંતુએ, આ રીતે તારો દ્રોહ કર્યો છે એથી ચૂતમનોરથવાળા એવા તારા જેવા જીવો સ્પર્શનઆદિતી મારા જેવા મિત્રતા સ્વીકારે એવી કિંચિનિકાથી પુરાતા નથી, તોપણ મારી અનુકંપાથી-તું પ્રાણત્યાગ કરે તો હું જીવી શકું એમ તથી તેથી મારી અનુકંપાથી તારા વડે મારો સંબંધ જ ભવજંતુના વિરહના દુઃખના પ્રતિકાર બુદ્ધિથી જાણવો. ભવજંતુથી સ્પર્શનનો તિરસ્કાર થયેલો હોવા છતાં બાળ જીવ સ્પર્શેન્દ્રિયના સુખ વગર જીવી શકે તેમ નથી તેથી જાણે તે સ્પર્શનને કહેતો ન હોય કે મારી અનુકંપાથી તારે મારો સંબંધ ભવજંતુના વિરહના પ્રતિકાર બુદ્ધિથી માનવો જોઈએ. સ્પર્શત વડે કહેવાયું છે આર્ય ! સુંદર અનુપકૃત વત્સલ એવા તારા વડે આ અતિસ્નિગ્ધ વચનરૂપ અમૃતના સિંચન વડે સ્વયં જ વિલીન પામતા મારા પ્રાણો ધારણ કરાયા છે. ભવજંતુએ તિરસ્કાર કરીને પોતાના દેહમાંથી મને કાઢી મૂક્યો તેથી દેહના આશ્રય વગર મારા પ્રાણો સ્વયં જ વિલીન પામતા હતા. બાળ જીવે આ રીતે આશ્વાસન આપીને મારા પ્રાણોનું રક્ષણ કર્યું છે. એ પ્રકારે સ્પર્શને કહ્યું. અહીં=બાલ વડે સ્પર્શનને આ પ્રમાણે આશ્વાસન અપાયું એ વિષયમાં, શું કહેવું જોઈએ=કંઈ
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy