SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ सज्जनानामिति वृद्धवादः, ततो यद्यप्ययमनेन सदागमपापमित्रेण विप्रतारितो मामेवं कदर्थयति तथाऽप्यकाण्ड एव न मया मोक्तव्यो, यतो भद्रकोऽयं ममात्मीयप्रकृत्या लक्षितो बहुना कालेन, कृतानि भूयांसि ममानुकूलानि, सदागममेलकजनितोऽयमस्य विपर्यासः, तत्कदाचिदपगच्छत्येष कालेन, ततो भविष्यति ममोपरि पूर्ववदस्य स्नेहभावः, एवं पर्यालोच्य व्यवस्थितोऽहं बहिष्कृतोऽपि तेन भवजन्तुना तस्यैव सम्बन्धिनि शरीराभिधाने प्रासादे महादुःखानुभवेन कालमुदीक्षमाणो दुराशापाशावपाशितः सन् कियन्तमपि कालमिति । अन्यदा सदागमवचनमनुवर्तमानस्तिरस्कृत्य मां पुरुषक्रियया निष्कास्य ततोऽपि प्रासादात्परमाधार्मिक इव निघृणतया मामाक्रन्दन्तं अवगणय्य रुष्ट इव तत्र यास्यामि यत्र भवन्तं लोचनाभ्यां न द्रक्ष्यामीत्यभिधाय गतः कुत्रचित् । स चेदानीं निर्वृतौ नगाँ प्राप्तः श्रूयते, सा च मादृशामगम्या नगरी, ततो मया चिन्तितं किमधुना मम प्रियमित्रपरिभूतेन तद्विरहितेनाजागलस्तनकल्पेन जीवितेन? ततश्चेदमध्यवसितमिति । સદાગમના આદેશથી ભવ્યનો સ્પર્શનની મંત્રીનો ત્યાગ પુરુષ વડે કહેવાયું=આપઘાત કરવા તત્પર થયેલા તે પુરુષ વડે કહેવાયું, જો નિર્બધ છે=મારા આપઘાતના પ્રયોજનને જાણવો તમારો આગ્રહ છે, તો સાંભળો. મારા શરીરની જેમ, સર્વસ્વતી જેમ, જીવિતની જેમ, હૃદયની જેમ, બીજો ભવજંતુ નામનો મારો મિત્ર હતો. તે અતિસ્નેહ નિર્ભરપણાને કારણે=મારા પ્રત્યે અતિસ્નેહ નિર્ભરપણાને કારણે, ક્ષણમાત્ર પણ મને દૂર કરતો નથી. તો શું કરે ? એથી કહે છે – સકલકાલ મને લાલન કરે છે, પાલન કરે છે, મને ક્ષણે ક્ષણે પૃચ્છા કરે છે. શું પૃચ્છા કરે છે? તે ‘હુ'થી બતાવે છે – હે ભદ્ર ! સ્પર્શત તને શું રુચે છે? તેથી આ પ્રમાણે તે ભવજંતુ મને પૂછતો હતો તેથી, જે જે હું કહું તે તે મારો મિત્ર એવો આ ભવજંતુ વત્સલપણાથી=મારા પ્રત્યે વાત્સલ્ય હોવાને કારણે, સંપાદન કરે છે, ક્યારે પણ મને પ્રતિકૂળ કરતો નથી. અત્યદાકતે ભવજંતુરૂપ મિત્ર, હંમેશાં મારા વચનાનુસાર સર્વ કરતો હતો તેનાથી અન્ય કોઈ કાળમાં, મારા મદભાગ્યપણાને કારણે તે મિત્ર વડે સદાગમ નામનો પુરુષ જોવાયો. અને તેની સાથે-સદાગમતી સાથે, ભાવિતચિત્તવાળા એવા ભવજંતુ વડે એકાંતમાં કંઈક પર્યાલોચન કરાયું. રુષ્ટની જેમ જણાય છે=મારા પ્રત્યે રોષ પામેલા જેવો જણાય છે. તેથી તે કાલથી માંડી=સદાગમના પરિચયથી માંડીને, મારા ઉપરનો સ્નેહબંધ શિથિલ થયો, અને લાલન કરતો નથી=મારું લાલન-પાલન કરતો નથી, આત્મબુદ્ધિ બતાવતો નથી=સ્પર્શત એવા મારા પ્રત્યે આત્મબુદ્ધિ બતાવતો નથી. મારા ઉપદેશથી પ્રવર્તતો નથી. મારી વાર્તા પણ પૂછતો નથી, ઊલટું મને વૈરિક જ માને છે, વિપ્રિયો બતાવે છે=મને પ્રિય ન હોય તેવાં કૃત્યો જ મારી સાથે કરે છે. સકલકાલ પ્રતિકૂલ સેવે છે. તેથી મારા વડે=સ્પર્શત વડે, વિચારાયું, ખેદ છે કે આ શું થયું ?-આ મિત્ર કેમ મારો વેરી થયો, આવું=આ ભવજંતુનું, વ્યલીક=વિપરીત, મારા વડે કંઈ આચરણ કરાયું નથી. કેમ આ ભવજંતુ અકાંડે જ ષષ્ઠિકાના પરાવર્તિતની જેમ
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy