SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ મારામ્યાં, જથ્થા ચેતના, ૩ન્મીલિતે લોચને, નિરીક્ષિતા વિશો, દૃષ્ટો મારો, ગમિતિસ્તામ્યાંभद्र! किमेतदधमपुरुषोचितं भवता व्यवसितम् ? किं वा भद्रस्येदृशाध्यवसायस्य कारणम् ? इति कथयतु भद्रो यद्यनाख्येयं न भवति । ततो दीर्घदीर्घं निःश्वस्य पुरुषेणाभिहितं- अलमस्मदीयकथया, न सुन्दरमनुष्ठितं भद्राभ्यां यदहमात्मदुःखानलं निर्वापयितुकामो भवद्भ्यां धारितः, तदधुनापि न कर्त्तव्यो मे विघ्न इति ब्रुवाणः समुत्थितः पुनरात्मानमुल्लम्बयितुमसौ पुरुषो, धृतो बालेन, अभिहितश्चभद्र! कथय तावदस्माकमुपरोधेन स्ववृत्तान्तं ततो यद्यलब्धप्रतीकारः स्यास्ततो यदुचितं तत्कुर्याः । સ્પર્શનેન્દ્રિયના પ્રભાવ દર્શક કથા; મનીષી અને બાલને સ્પર્શનનો સંપર્ક ४७ - વિદુર વડે કહેવાયું આ જ મનુષ્યનગરીમાં, આ જ ભરતનામના પાટકમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર છે. ત્યાં વીર્યના નિધાનભૂત કર્મવિલાસ નામનો રાજા છે. તેની બે અગ્રમહિષી છે. એક શુભસુંદરી અને બીજી અકુશલમાલા, ત્યાં બે રાણીઓમાં શુભસુંદરીનો મનીષી નામનો પુત્ર છે અને અકુશલમાલાનો બાલ નામનો પુત્ર છે અને સંપ્રાપ્ત કુમારભાવવાળા તે મનીષી અને બાલ અનેક પ્રકારનાં જંગલઆદિમાં ક્રીડાના રસને અનુભવતા યથેષ્ટચેષ્ટાથી વિચરતા હતા. અન્યદા સ્વદેહ નામના જંગલમાં અતિદુરથી જ નહીં એવો કોઈક પુરુષ તેઓ વડે જોવાયો. અને તે=તે પુરુષ, જોતા એવા તે બંનેના તદ્ઉય નામના વલ્ભીકમાં આરૂઢ થયો. તેના વડે=તે પુરુષ વડે, મૂર્હુ નામની તરુશાખામાં નિબદ્ધ એવો પાશ શિરોધરામાં નિર્માણ કરાયો=ગાળામાં બાંધ્યો, આત્મા પ્રવાહિત કરાયો. તેથી=તે પુરુષે આ રીતે ગળામાં ફાંસો નાખીને પોતાના મૃત્યુ માટે યત્ન કર્યો તેથી, ‘સાહસ ન કર, સાહસ ન કર' એ પ્રમાણે બોલતા સંભ્રમપૂર્વક તેની સમીપ બે કુમારો પ્રાપ્ત થયા. બાલ વડે પાશ છેદાયો, તેથી સંમોહથી વિહ્વળ, ભગ્ન લોચનવાળો આ પુરુષ જમીન પર પડ્યો. વાયુદાનથી બે કુમારો દ્વારા સમાલ્લાદિત કરાયો=મૂર્છિત એવા તે પુરુષને બાલ અને મનીષીએ પવન નાખીને કંઈક સ્વસ્થ કર્યો. ચેતના પ્રાપ્ત થઈ, બે ચક્ષુ ઉઘાડી, દિશામાં જોવા લાગ્યો, બે કુમારો જોવાયા, તેઓ વડે=બાલ અને મનીષીરૂપ બે કુમારો વડે, તે પુરુષ કહેવાયો. હે ભદ્ર ! આ અધમ પુરુષને ઉચિત તારા વડે કેમ કરાયું ? અથવા ભદ્રના આવા અધ્યવસાયનું=ભદ્ર એવા તારા આવા પ્રકારના અધ્યવસાયનું, શું કારણ છે ? એ પ્રમાણે જો અનાખ્યેય ન હોય તો ભદ્ર કહો. તેથી=બે કુમારોએ તે પુરુષને આપઘાતનું કારણ પૂછ્યું તેથી, દીર્ઘ, દીર્ઘતર નિઃશ્વાસ લઈને પુરુષ વડે કહેવાયું – અમારા સંબંધી કથા વડે સર્યું, પોતાના દુ:ખ રૂપી અગ્નિને નિવારણ કરવાની કામનાવાળો જે હું, ભદ્ર એવા તમારા વડે ધારણ કરાયો=મૃત્યુના મુખથી બચાવાયો, તે સુંદર કરાયું નથી. તે કારણથી=તમે કર્યું એ સુંદર નથી તે કારણથી, હજી પણ મને વિઘ્ન કરવો જોઈએ નહીં=આપઘાત કરવામાં તમોએ મને વિઘ્ન કરવો જોઈએ નહીં. એ પ્રમાણે બોલતો ફરી પોતાને લટકાવા માટે આ પુરુષ ઊભો થયો, બાલ વડે ધારણ કરાયો અને કહેવાયો – હે ભદ્ર ! અમારા આગ્રહથી સ્વવૃત્તાન્તને તું કહે=કયા કારણથી તું આ રીતે આપઘાત કરવા તૈયાર થયો છું તે તારો સ્વવૃત્તાન્ત કહે. ત્યારપછી જો અલબ્ધ પ્રતીકાર
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy