SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ નંદિવર્ધનકુમારના અભિપ્રાયને જાણવા માટે રાજા દ્વારા કરાવાયેલો પ્રયાસ પિતા વડે કહેવાયું – અરે ! મધ્યાહ્નનો સમય વર્તે છે. તેથી હવે ઊઠવું જોઈએ. એથી કરીને રાજલોક વિસર્જન કરાયો. કલાચાર્ય અને નૈમિત્તિક પૂજા કરાયા, બહુમાનપૂર્વક પ્રસ્થાપિત કરાયા, ત્યારપછી વૈમિત્તિકના વચનથી આ અશક્ય અનુષ્ઠાન છે=નંદિવર્ધનને વૈશ્વાનર સાથેનો ત્યાગ કરાવો એ અશક્ય અનુષ્ઠાન છે, એ પ્રકારે થયેલા નિર્ણયવાળા પિતા વડે પણ પુત્રના સ્નેહરૂપ મોહનું હેતુપણું હોવાથી વિદુર આદેશ કરાયો. જે કુતથી બતાવે છે. કુમારના અભિપ્રાયની તારે પરીક્ષા કરવી જોઈએ. શું આ પાપમિત્રથી વિયોજન કરવા માટે કુમાર શક્ય છે કે નહીં ? એ તારે જાણવા યત્ન કરવો જોઈએ. એમ અવય છે. વિદુર વડે કહેવાયું – દેવ જે આજ્ઞા કરે તે આજ્ઞાનો હું સ્વીકાર કરું છું. ત્યારપછી પિતા ઊભા થયા, દિવસનું ઉચિત કર્તવ્ય કરાયું, બીજા દિવસે મારી સમીપમાં વિદુર આવ્યો=અનુસુંદર ચક્રવર્તીનો જીવ અગૃહીતસંકેતાને કહે છે – હું જ્યારે નંદિવર્ધન હતો ત્યારે બીજા દિવસે મારી સમીપમાં વિદુર આવ્યો, કરાયેલા પ્રણામવાળો વિદુર મારી નજીકમાં બેઠો, મારા વડે પુછાયોકનંદિવર્બન વડે પુછાયો, ગઈકાલે કેમ તું આવ્યો નહીં, વિદુર વડે વિચારાયું, ખરેખર હું દેવ વડે=રાજા વડે, આદેશ કરાયો છું, જે પ્રમાણે તારા વડે કુમારનો અભિપ્રાય જાણવો જોઈએ. તેથી હું આ=કુમારને, તે સાધુ પાસેથી દુર્જનસંસર્ગના દોષનું પ્રતિપાદક જે ઉદાહરણ સાંભળેલું હતું તે કહું, એ પ્રમાણે વિદુર વડે વિચાર કરાયો, તેથી આવી કુમારની, અભિસંધિ જણાશે. આ પ્રમાણે વિચારીને વિદુર વડે કહેવાયું, હે કુમાર ! કંઈક આક્ષપ્ય થયું=કંઈક મહત્ત્વનું કાર્ય થયું. મારા વડે કહેવાયું – કેવા પ્રકારનું તે આક્ષણ્ય કાર્ય હતું, વિદુર વડે કહેવાયું. કથાનક સંભળાયું. મારા વડે કહેવાયું – કેવા પ્રકારનું તે કથાનક છે તું વર્ણન કર, વિદુર વડે કહેવાયું. હું વર્ણન કરું છું, કેવલ અવહિત એવા કુમાર વડે=દઢ ઉપયોગવાળા એવા કુમાર વડે, સાંભળવું જોઈએ. મારા વડે કહેવાયું. આ અપાયેલા ધ્યાનવાળો છું. स्पर्शनप्रभावदर्शककथा मनीषिबालयोः स्पर्शनसंपर्कः विदुरेणाभिहितं-अस्त्यस्यामेव मनुजगतो नगर्यामस्मिन्नेव भरताभिधाने पाटके क्षितिप्रतिष्ठितं नाम नगरम् । तत्रास्ति वीर्यनिधानभूतः कर्मविलासो नाम राजा । तस्य च द्वे अग्रमहिष्यौ, शुभसुन्दरी अकुशलमाला च । तत्र शुभसुन्दर्याः पुत्रोऽस्ति मनीषी नाम, बालोऽकुशलमालायाः तौ च मनीषिबालौ संप्राप्तकुमारभावौ नानाकारेषु काननादिषु क्रीडारसमनुभवन्तौ यथेष्टचेष्टया विचरतः, अन्यदा स्वदेहाभिधाने कानने नातिदूरादेव दृष्टस्ताभ्यां कश्चित्पुरुषः, स च तयोः पश्यतोरेव समारूढस्त-दुच्छ्रयाभिधानं वल्मीकं, निबद्धस्तेन मूर्द्धनामकतरुशाखायां पाशको निर्मितः शिरोधरायां प्रवाहितश्चात्मा, ततो ‘मा साहसं मा साहसं' इति वदन्तौ प्राप्तौ ससंभ्रमं तत्समीपं कुमारी, छिन्नः पाशको बालेन, ततः संमोहविह्वलो भग्नलोचनश्च पतितोऽसौ पुरुषो भूतले, समाह्लादितो वायुदानेन
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy