SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પામશે કુમારનાં હિતનું કારણ બનશે. એથી તેને સાંભળીને=સિદ્ધપુત્રના પ્રસ્તુત વચનને સાંભળીને, પિતા કંઈક સ્વસ્થ થયા. અત્રાન્તરમાં=આ અવસરે આકાશના મધ્યભાગમાં, આરૂઢ થયેલા સૂર્યને નિવેદન કરતો તાડિકાના છેદથી હણાયેલ પટનાદને અનુસરનાર શંખ શબ્દ ઉત્પન્ન થયો. કાલતિવેદક વડે કહેવાયું – શ્લોક - न क्रोधात्तेजसो वृद्धिः, किन्तु मध्यस्थभावतः । दर्शयनिति लोकानां, सूर्यो मध्यस्थतां गतः ।।१।। શ્લોકાર્ધ : ક્રોધથી તેજની વૃદ્ધિ નથી. પરંતુ મધ્યસ્થભાવથી તેજની વૃદ્ધિ છે એ પ્રમાણે લોકોને બતાવતો સૂર્ય મધ્યસ્થતાને પામ્યો. ll૧TI ભાવાર્થ : આ પ્રમાણે સિદ્ધપુત્રે રાજા આગળ ચિત્તસૌંદર્યનગર, શુભપરિણામ રાજા, નિષ્પકંપતાદેવી અને તેની ક્ષમા નામની પુત્રીનું વર્ણન કર્યું અને અંતે કહ્યું કે આ કન્યા ક્રોધના પ્રતિપક્ષભૂત જીવના પરિણામરૂપ છે, તેથી જ્યારે કુમારને આ ક્ષમા નામની પરિણતિ પ્રગટ થશે ત્યારે આ વૈશ્વાનર રૂપ પાપમિત્ર પલાયન થશે. આ સાંભળીને પાસે બેસેલ વિદુર તે કથાનો પરમાર્થ સમજે છે. રાજા બુદ્ધિધન છે છતાં કુમાર પ્રત્યેના રાગને કારણે તેના હિતના ઉપાય રૂપે જ આ કોઈ રાજકન્યા છે તેમ તેને જણાય છે. તેથી મંત્રીને કુમાર અર્થે તે રાજકન્યાની માંગણી કરવા સૂચન કરે છે. જેના સમાધાનરૂપે સિદ્ધપુત્ર કહે છે કે હે રાજન્ ! આ કન્યા અંતરંગ પરિવાર રૂપ છે. બહિરંગ નથી. તેથી તમારા પ્રયત્નનો વિષય નથી. પરંતુ કર્મપરિણામ રાજા જ્યારે શુભ પરિણામને કહેશે ત્યારે જ તે કન્યા નંદિવર્ધ્વનને પ્રાપ્ત થશે. એથી એ પ્રાપ્ત થાય કે નંદિવર્ધ્વનના અંતરંગ જે કર્મના પરિણામો છે તેનાથી જ જ્યારે નંદિવર્ધ્વનના જીવને માર્ગાનુસારી બુદ્ધિ થશે ત્યારે તત્ત્વને જોનાર ક્ષયોપશમભાવ રૂપ શુભ પરિણામ પ્રકટ થશે. જેનાથી ક્રમે કરીને તેને ક્ષમાની પ્રાપ્તિ થશે. વળી, જિનમતજ્ઞ વડે કહેવાયું કે આ કર્મપરિણામ રાજા કોઈ દ્વારા અભ્યર્થના કરી શકાય તેમ નથી. પરંતુ પોતાની ઇચ્છાનુસાર કાર્ય કરવામાં પ્રાયઃ કોઈની અપેક્ષા રાખતો નથી. તેથી એ પ્રાપ્ત થાય કે માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવના પ્રયત્નથી અને સદાગમના વચનોને અનુસરનાર જીવોની અપેક્ષા રાખીને કર્મપરિણામ કાર્ય કરે છે અને જે જીવોને માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થઈ નથી અને સદાગમનું અવલંબન લેતા નથી તે જીવોનાં દુર્બુદ્ધિ આપાદક કર્મો તે તે પ્રકારની દુર્બુદ્ધિ આપીને તે જીવોની સર્વ પ્રકારની કદર્થના જ કરે છે. વળી, જીવોની વિડંબના જોઈને પણ કર્મપરિણામ રાજાને દયા આવતી નથી; કેમ કે કૂરકર્મો જીવને નરકની કારમી યાતના આપે છે. ત્યારે તે જીવ પ્રત્યે તેને કોઈ દયા વર્તતી નથી. ફક્ત કાર્ય કરતી વખતે કર્મપરિણામ રાજા પણ લોકસ્થિતિને અનુસરે છે જે પ્રકારે લોકસ્થિતિ હોય તેને અનુરૂપ જ કર્મો
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy