SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૪૬૧ પરધનને ગ્રહણ કરે છે, વિષયોના ઉપભોગમાં વૃદ્ધિ કરે છે, મહાપરિગ્રહને આચરે છે, રાત્રિ ભોજન કરે છે અને શબ્દોમાં મોહ પામે છે, રૂપોમાં મૂચ્છિત થાય છે, રસોમાં લોલુપતા કરે છે, ગંધોમાં સુંગધી પદાર્થોમાં, તોષ પામે છે, સ્પર્શોમાં=સુંદર સ્પર્શીમાં, આશ્લેષ કરે છે, અનિષ્ટ શબ્દાદિનો દ્વેષ કરે છે, પાપસ્થાનકોમાં સતત અંતકરણને ભમાવે છે, વાણીનું નિયંત્રણ કરતા નથી, કાયાને ઉશ્રુંખલ કરે છે, દૂરથી તપચારિત્રથી ભાગે છે, તેથી તત્વને જાણ્યા પછી પણ આ રીતે વિપરીત આચરણાઓ કરે છે તેથી, મોક્ષને આક્ષેપતાઃખેંચવાના, કારણભૂત પણ આ મનુષ્યભવ તેઓના અઘત્યપણાને કારણે કેવલ કંઈક ગુણલવલેશમાત્ર પણ સાધતો નથી. તો શું? જે પ્રમાણે આ નંદિવર્ધનનો મનુષ્યભવ નિષ્ફળ છે તે પ્રમાણે જ ઊલટો અનંત દુઃખપરંપરાથી આકુલ સંસારની કારણતાને પ્રાપ્ત કરે છે. તે આ પ્રમાણે – અનાદિ સંસારમાં પૂર્વે અનંતીવાર આ મનુષ્યભવ પ્રાપ્ત થયો અને સદ્ધર્માનુષ્ઠાનથી વિકલ એવા આ જીવ વડે કંઈ સિદ્ધ કરાયું નહીં. આથી અમારા વડે પૂર્વે ભગવાનના ધર્મની અત્યંત દુર્લભતા પ્રતિપાદિત કરાઈ વ્યાખ્યાનના પ્રારંભમાં ભગવાનના ધર્મની અત્યંત દુર્લભતા બતાવાઈ. जैनधर्मदौर्लभ्यं विराधकस्य मौर्यम् च શ્લોક : તથાદિपद्मरागेन्द्रनीलादिरत्नसङ्घातपूरितम् । लभ्यते भवनं राजन्! न तु जैनेन्द्रशासनम् ।।१।। જૈનધર્મની દુર્લભતા અને વિરાધના કરનારની મૂર્ખતા શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – હે રાજન્ ! પદ્મરાગ ઈન્દ્રનીલ આદિ રત્નના સમૂહથી પૂરિત ભવન પ્રાપ્ત કરાય છે, જેનશાસન નહીં. ll૧TI. બ્લોક : समृद्धं कोषदण्डाभ्यामेकच्छत्रमकण्टकम् । सुप्रापमीदृशं राज्यं, न तु धर्मो जिनोदितः ।।२।। શ્લોકાર્ચ - કોષદંડ દ્વારા સમૃદ્ધ એકછત્રવાળું અકંટક એવું રાજ્ય સુપ્રાપ-સહેલાઈથી પ્રાપ્ત થાય છે, પરંતુ જિનોદિત ધર્મ નહીં બાહ્ય સમૃદ્ધિથી પૂર્ણ, પોતાના માથે કોઈ સ્વામી ન હોય એવું એક
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy