SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ થયું. અરે ! ભગવાન વડે વિમલ એવા કેવલજ્ઞાનથી જાણીને આ નંદિવર્ધનકુમારના સંબંધી આ ભવપ્રપંચ આ બહાનાથી નંદિવર્ધન જેવો જ સામાન્યથી મારો પણ ભવપ્રપંચ છે તેવો બોધ કરાવવાના બહાનાથી, પ્રતિપાદન કરાયો. તેથી=અરિદમન રાજાના હૃદયમાં આ પ્રમાણે પરિસ્ફરિત થયું તેથી, આના વડે=રાજા વડે, કહેવાયું – હે ભગવંત ! જે પ્રમાણે જ મારા વડે અવધારણ કરાયું તે પ્રમાણે જ આ છે, અન્યથા નથી=નંદિવર્ધનના ભવપ્રપંચ દ્વારા મારો પણ ભવપ્રપંચ સામાન્યથી આવો જ છે એ પ્રમાણે મારા હૈયામાં સ્કુરાયમાન થયું એ પ્રમાણે જ છે, અન્યથા નથી. ભગવાન કહે છે – હે મહારાજ ! તે પ્રમાણે જ છે તને જે પ્રતિભાસ થાય છે તે પ્રમાણે જ છે. દિકજે કારણથી, તારી બુદ્ધિ માર્ગાનુસારી છે. તે કારણથી ત્યાં અન્યથા ભાવ કયાંથી થાય ?=માર્ગાનુસારી બુદ્ધિમાં વિપરીત બોધ થાય નહીં. રાજા વડે કહેવાયું – હે ભગવંત ! તો શું ? આ નંદિવર્ધનકુમારનો આ વૃત્તાંત છે અથવા અન્ય પણ પ્રાણીઓનો છે ? ભગવાન કહે છે – હે મહારાજ ! સંસાર ઉદરવર્તી સર્વ જીવોનો આ વ્યતિકર=અસંવ્યવહાર તગરમાંથી ક્રમસર નીકળીને સંસારમાં પરિભ્રમણ કરવાનો વ્યતિકર, પ્રાયઃ સમાત વર્તે છે. તે આ પ્રમાણે – સર્વ પણ આસંસારી જીવો, અનાદિ અનંત કાલ પ્રાયઃ અસંવ્યવહાર જીવરાશિમાં રહેલા છે. ત્યાં વસતા આમને આ જ ક્રોધ, માન, માયા, લોભ આશ્રવઠારાદિ અંતરંગ પરિજન છે. આગમપ્રતિપાદિત અનુષ્ઠાનના બલથી જેટલા જીવો સિદ્ધ થાય છે તેટલા જ અસાંવ્યવહારિક જીવરાશિમાંથી આવે છે વ્યવહારરાશિમાં આવે છે, એ પ્રમાણે કેવલીનું વચન છે. તેથી અવ્યવહારરાશિમાંથી નીકળેલા આ પણ સર્વ જીવો ઘણો કાળ એકેન્દ્રિયમાં વિડમ્બિત કરાયા. વિકલેન્દ્રિયમાં નચાવાયા. પંચેન્દ્રિય તિર્યંચ યોનિમાં વિગોપન કરાયા. અનેક પ્રકારનાં અનંત દુઃખો વડે કદર્થના કરાયા. અપર અપર ભવપ્રાયોગ્ય કર્મજાલના વિપાકના ઉદય દ્વારા ભવિતવ્યતા વડે સતત બહુવિધ રૂપો કરાવાયાં. અરઘટ્ટઘટ્ટીયંત્રવ્યાયથી સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તક, અપર્યાપ્તક, પૃથ્વી, અ, તેજ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રય, સંજ્ઞી, અસંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ યોનિમાં થનારા ખેચર, જલચર, સ્થલચર આદિ ભેદના વિવર્તનથી સર્વ સ્થાનોમાં પ્રત્યેક અનંતવાર ભ્રમણ કરાવાયા. તેથી કોઈક રીતે મહાસાગરમાં પડેલા કેટલાક જીવો વડે રત્નદ્વીપ જેવું, મહારોગના ભરાવાથી આક્રાંત થયેલા જીવો વડે મહા ઔષધની જેમ, વિષમૂચ્છિત જીવો વડે મહામંત્રની જેમ, દારિત્ર્યથી અભિભૂત જીવો વડે ચિંતામણિની જેમ, અતિદુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત કરાય છે. ત્યાં પણ= મનુષ્યભવની પ્રાપ્તિમાં પણ, મહાનિધિના ગ્રહણમાં વેતાલોની જેમ આ હિંસા, ક્રોધાદિ દોષો અત્યંત આવિર્ભાવ પામે છે. જેઓ વડે અભિભૂત થયેલા આ પ્રબલ મહામોહની નિદ્રાથી ઊંઘતા માલસવાળા નંદિવર્ધન પ્રમુખ રાંકડા જીવો દૂર રહો. તો શું? તેથી કહે છે. જે પણ જિનવચનના પ્રદીપથી અનંત પણ ભવપ્રપંચને જાણે છે, મનુષ્યભવની દુર્લભતાને લક્ષમાં લે છે, સંસારસાગર તારક એવા ધર્મને જાણે છે, સ્વસંવેદનથી ભગવાનના વચનના અર્થને વેદન કરે છે, નિરુપમ આનંદરૂપ પરમપદનો=મોક્ષનો, નિશ્ચય કરે છે તે પણ બાલિશની જેમ પરોપતાપમાં પ્રવર્તે છે, ગર્વથી આબાત થાય છે. પરવંચનાને કરે છે, ધનના ઉપાર્જનોમાં રંજિત થાય છે, જીવોના સમૂહનો નાશ કરે છે, મૃષાવચનો બોલે છે,
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy