SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શુભપરિણામ રાજા અને તે નગરમાં સર્વ લોકોનો હિતકારી, દુષ્ટ નિગ્રહમાં કૃત ઉદ્યોગવાળો–દુષ્ટોનો નિગ્રહ કરવા માટે અપ્રમાદથી યત્ન કરતાર, શિષ્ટતા પરિપાલનમાં દત્તાવધાનવાળો=શિષ્ટતા પરિપાલતમાં અપ્રમાદથી યત્ન કરનાર, કોશ-દંડતા સમુદાયથી પરિપૂર્ણ શુભપરિણામ રાજા છે. શ્લોક - यतोऽसौ सर्वलोकानां, चित्तसन्तापवारकः । तथा संपर्कमात्रेण, महानन्दविधायकः ।।१।। શ્લોકાર્થ : જે કારણથી આ=શુભપરિણામ, સર્વ લોકોના ચિત્તના સંતાપનો વારક છે. અને સંપર્કમાત્રથી મહાઆનંદને કરનાર છે. [૧] શ્લોક : सदनुष्ठानमार्गेऽपि, जन्तूनां स प्रवर्तकः । अतो धीरजनैलॊके, हितकारी निगद्यते ।।२।। શ્લોકાર્ચ - જીવોને સઅનુષ્ઠાન માર્ગમાં પણ તે પ્રવર્તક છે. આથી ઘીરપુરુષો વડે લોકમાં હિતકારી કહેવાય છે શુભ-પરિણામ હિતકારી છે એમ કહેવાય છે. llરા શ્લોક : रागद्वेषमहामोहक्रोधलोभमदभ्रमाः । कामेाशोकदैन्याद्या, ये चान्ये दुःखहेतवः ।।३।। શ્લોકાર્ચ - રાગ-દ્વેષ, મહામોહ, ક્રોધ, લોભ, મદરૂપી ભ્રમો અને કામ, ઈર્ષા, શોક, દેવાદિ જે અન્ય દુઃખના હેતુઓ છે. II3I. શ્લોક : दुष्टचेष्टतया नित्यं, लोकसन्तापकारिणः । तेषामुद्दलनं राजा, स कुर्वनवतिष्ठते ।।४।। युग्मम्
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy