SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જિનમતજ્ઞ કહે છે – પૂર્વમાં જEવૈશ્વાનરના પ્રતિપક્ષ ક્ષાતિ કલ્યાની પ્રાપ્તિના કથનના પ્રસંગમાં જ, આ મારા વડે તમને કહેવાયું. જે પ્રમાણે તે શુભ પરિણામ રાજાને જો વળી કર્મપરિણામ રાજા પ્રગુણી કરવા માટે સમર્થ છે અપર નથી=જો કોઈ શુભ પરિણામ રાજાને કન્યા આપવા માટે સન્મુખ કરવા માટે સમર્થ હોય તો તે કર્મપરિણામ રાજાને છોડીને અન્ય કોઈ નથી. નંદિવર્ધનના તેવા કર્મના પરિણામો ક્ષયોપશમભાવવાળા થાય તો જ નંદિવર્ધનના ચિત્તમાં પ્રગટ થયેલો શુભ પરિણામ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને દયાના પરિણામને પ્રગટ કરવા સમર્થ છે, અન્ય કોઈ નહીં. જે કારણથી તેને આધીન કર્મપરિણામને આધીન, આ શુભપરિણામ, વર્તે છે=જે જીવોના શુભ પરિણામ આપાદક કર્મો વિપાકમાં હોય છે તેને જ તેવો શુભ પરિણામ પ્રગટે છે જે દયાની પરિણતિ પ્રાપ્ત કરાવે છે. તે કારણથી અહીં=શુભ પરિણામ દ્વારા દયાની પ્રાપ્તિના વિષયમાં, વધારે શું કહેવું? જ્યારે તે કર્મપરિણામ મહારાજા કુમાર પ્રત્યે પ્રસાદવાળો થશે ત્યારે સ્વયં જ કર્મપરિણામ રાજા શુભ પરિણામ દ્વારા આ કુમારને દયા પુત્રી આપશે. ચિંતા વડે શું?-કુમારને ક્યારે દયા કન્યા પ્રાપ્ત થશે તેની ચિંતા વડે શું ? કેમ કે તેનાં કર્મો જ શુભપરિણામ દ્વારા દયા કન્યાને અપાવશે. અને બીજું નિમિત્તના બલથી કુમારની ભવ્યતાની અપેક્ષા રાખીને અને યુક્તિના બળથી હું જાણું છું. શું જાણું છું તે “યત'થી બતાવે છે – નિયમથી કોઈક કાલમાં સપ્રસાદવાળો કર્મપરિણામ રાજા આ કુમાર પ્રત્યે થશે એમાં સંદેહ નથી. અને તેથી જ્યારે કર્મપરિણામ રાજા કુમાર પ્રત્યે પ્રસાદવાળો થશે તેથી, તે કાલમાં પોતાની મોટી બહેન લોકસ્થિતિને પૂછીને, પોતાની પત્ની કાલસ્થિતિ સાથે પર્યાલોચન કરીને પોતાના મહત્તમ સ્વભાવને કહીને અને સ્વમધુર વચનોથી આ નંદિવર્ધનકુમારની જ સંબંધવાળી, સમસ્ત ભવાંતરમાં અનુસરનારી, પ્રચ્છન્નરૂપવાળી અંતરંગ ભાર્યા ભવિતવ્યતાને સંભાળીને, નિયતિ-યદચ્છાદિને કુમારના વીર્યને બતાવીને, દયાદારિકાને યોગ્ય આ છે એ પ્રમાણે સર્વ સમક્ષ સિદ્ધાંત પક્ષને સ્થાપન કરીને ત્યારપછી તે કર્મપરિણામ મહારાજા કુમારને દયાદારિકા અપાવશે જ. આ કુમારને દયા પુત્રી કર્મપરિણામ રાજા અપાવશે એ, નિ:સંદિગ્ધ છે. આથી તમે આકુલતાને મૂકો. તાત કહે છે – તો હમણાં પ્રાપ્તકાલ શું છે? જિનમતજ્ઞ વડે કહેવાયું – મૌન અને અવધીરણા સુધરે નહીં એવા નંદિવર્ધનને ઉપદેશ આપવાના વિષયમાં મૌન ધારણ કરવું જોઈએ અને તેની પ્રવૃત્તિ પ્રત્યે હૈયાથી અવગણના કરવી જોઈએ. પિતા વડે કહેવાયું – હે આર્ય ! શું પોતાનો પુત્ર અમારા વડે અવધરણા કરવા માટે શક્ય છે?=ઉપેક્ષા કરવા માટે શક્ય છે? જિસમતજ્ઞ કહે છે – તો અહીં શું કરાય ? જો બહિરંગ કુમારનો આ ઉપદ્રવ થાય તો ત્યાં તમને ઉપેક્ષા કરવી ઘટે નહીં. વળી આ અંતરંગ ઉપદ્રવ વર્તે છે. તેથી તેને=અંતરંગ ઉપદ્રવને, અવધીરણા કરતાં પણ તમે ઉપાલંભને યોગ્ય નથી. તેથી આર્ય જે આદેશ કરે છે એ પ્રમાણે બોલતા પિતા વડે પૂજા કરીને નૈમિત્તિક મોકલાવાયો. नन्दिवर्धनस्य यौवराज्ये स्थापनं स्फुटवचनदूतागमनं च गतानि कतिचिद्दिनानि । समुत्पन्नेयं तातस्य बुद्धिः यथा-स्थापयामि यौवराज्ये नन्दिवर्धनकुमारं,
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy