SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ : આનાથી–હિંસા વૈરીનો નાશ કરે છે તેનાથી, પ્રભાવમાં વૃદ્ધિને કરનાર અન્ય કોઈ શ્રેષ્ઠ નથી. એમ હું માનું છું. જે પ્રમાણે મારી આ હિંસા પ્રત્યક્ષ ફલદાયિની થાય છે. વિરા શ્લોક : ततो गाढतरं रक्तोऽहं वैश्वानरहिंसयोः । सिद्धान्तं हृदयेनैवं, स्थापयामि विशेषतः ।।१३।। શ્લોકાર્ચ - તેથી વૈશ્વાનર અને હિંસામાં ગાઢતર રક્ત થયેલો એવો હું હૃદય વડે વિશેષથી આ પ્રકારે સિદ્ધાંત સ્થાપન કરું છું. II૧૩ શ્લોક : एते मे परमौ बन्धू, एते परमदेवते । एते एव हिते मन्ये, सर्वमत्र प्रतिष्ठितम् ।।१४।। શ્લોકાર્ચ - આ બે હિંસા અને વૈશ્વાનર, મારા પરમબંધુ છે, આ બે પરમદેવતા છે, આ બે જ અહીંસંસારમાં, સર્વ પ્રતિષ્ઠિત હિત છે એમ હું માનું છું. ll૧૪ll શ્લોક : एते यः श्लाघयेद्धन्यः, स मे बन्धुः स मे सुहृत् । एते यो द्वेष्टि मूढात्मा, स मे शत्रुर्न संशयः ।।१५।। શ્લોકાર્ચ - આ પ્રમાણે નંદિવર્ધન વિચારે છે. જે આ બેની શ્લાઘા કરે છે તે ધન્ય છે, તે મારો બંધુ છે, તે મારો મિત્ર છે. આ બંનેનો જે મૂઢાત્મા દ્વેષ કરે છે તે મારો શત્રુ છે એમાં સંશય નથી. II૧પી. શ્લોક : न पुनस्तद्विजानामि, महामोहपरायणः । यथा पुण्योदयाज्जातं, ममेदं सर्वमञ्जसा ।।१६।। શ્લોકાર્ચ - વળી, મહામોહપરાયણ એવો હું નંદિવર્ધન તેને જાણતો નથી. જે પ્રમાણે પુણ્યના ઉદયથી મારું આ સર્વ શીધ્ર થયું. ll૧૬ો.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy