SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વડે કહેવાયું – હે વત્સ ! કનકમંજરી ! શું હવે તારા દાહજવરની બાધા દૂર થઈ ? કનકમંજરી કહે છે – નહીં નહીં તે માતા ! ઊલટું હમણાં મારી મતિ બાધા પામે છે, કેવા પ્રકારની બાધા પામે છે? તે ‘યહુતીથી કહે છે – તે દાહજવરની બાધા, અનંતગુણી વર્તે છે. જે કારણથી મારા પ્રત્યે આ શશધરહતક=હણનાર એવો ચંદ્ર સળગતા ખદિરના અંગારાના પુંજ જેવું આચરણ કરે છે અધિક દાહને ઉત્પન્ન કરે છે. ચંદ્રિકા જવાલાના જેવું આચરણ કરે છે. તારાઓનો સમૂહ અશ્વિના તણખલા જેવું આચરણ કરે છે, મને આ કમળનાં પુષ્પોની શય્યા બાળે છે. સિન્દુવારના હારદિ મને વ્યાકુળ કરે છે. વધારે શું કહું? પાપિણી એવી મારું હમણાં હણાયેલું શરીર પણ દાહાત્મકપણાને કારણે અગ્નિના પિંડના જેવું આચરણ કરે છે. તેથી દીર્ઘ નિઃશ્વાસ લઈને મલયમંજરી વડે કહેવાયું – હે ભદ્ર કપિંજલા ! વળી, પુત્રીનું આવા પ્રકારના દાહન્વરનું કારણ શું તું જાણે છે ? વળી, કર્ણ પાસે રહી=મલયમંજરીના કર્ણ પાસે રહીને, મારા વડે કપિંજલા વડે, તેણીનું મલયમંજરીનું, તે કદલિકાનું વચન નિવેદન કરાયું. મલયમંજરી વડે કહેવાયું – જો આ પ્રમાણે છે કમકમંજરી કંદલિકાના વચનાનુસાર નંદિવર્ધન પ્રત્યે રાગવાળી છે એ પ્રમાણે છે, તો વળી અહીં પ્રાપ્તકાલ શું છે? કર્તવ્ય શું છે? એટલામાં-મલયમંજરીએ આ પ્રમાણે કપિંજલાને કહ્યું એટલામાં, રાજમાર્ગમાં શબ્દ ઊઠ્યો. શું શબ્દ ઊઠ્યો તે “વત'થી બતાવે છે – આ પ્રયોજત-કનકમંજરીનું પ્રયોજન, સિદ્ધ જ છે. કેવલ અહીં વેલા વિલંબન કરે છે તે કાર્યને વ્યક્ત પ્રાપ્ત કરવા કંઈક કાળક્ષેત્ર અપેક્ષા રાખે છે. તેથી હર્ષસહિત મારા વડે કહેવાયું કપિંજલા વડે કહેવાયું. હે સ્વામિનિ !=મલયમંજરી ! શબ્દાર્થ ગ્રહણ કર્યો=રાજમાર્ગમાં સંભળાતા શબ્દનો અર્થ ગ્રહણ કરાયો ? તે કહે છે=મલયમંજરી કહે છે – અત્યંત ગ્રહણ કરાયો. મારા વડે કહેવાયું કપિંજલા વડે કહેવાયું - જો આ પ્રમાણે છેઃરાજમાર્ગમાં સંભળાતો શબ્દ સમીહિત સિદ્ધ છે એ પ્રમાણે છે, તેથી વત્સ એવી કતકમંજરીનું સમીહિત પ્રયોજન સિદ્ધ જ છે. અને મારું ડાબું લોચન સ્પાદન કરે છે. આથી આમાં સંભળાતા શબ્દમાં, સંદેહ કરવો જોઈએ નહીં. મલયમંજરી કહે છે – હજી પણ સંદેહ શું છે ? આ=કનકમંજરીનું કાર્ય, સિદ્ધ જ થાય છે. अत्रान्तरे कनकमञ्जर्या एव ज्येष्ठा भगिनी मणिमञ्जरी नाम, सा समारुह्य हऱ्यातलं सहर्षा निषण्णाऽस्मत्समीपे, मयाऽभिहितं-वत्से! मणिमञ्जरि! निर्दुःखसुखतया कठोरा त्वमसि । सा प्राह-कथम्? मयोक्तं या त्वमेवमस्मासु विषादवतीषु सहर्षा दृश्यसे । मणिमञ्जर्याऽभिहितं-अथ किं क्रियताम् ? न शक्यते गोपयितुं महन्मे हर्षकारणम् । मयोक्तं-आख्याहि वत्से! कीदृशमिति । मणिमञ्जोक्तं-गताऽहमासं तातसमीपे, निवेशिता तातेन निजोत्सङ्गे, तदा च तातस्य कनकशेखरः पार्श्ववर्ती वर्तते । ततस्तं प्रति तातेनाऽभिहितं-पुत्र! येनानेन नन्दिवर्धनेन महाबलावपि तौ समरसेनद्रुमौ लीलया विनिपातितौ, स नैष सामान्यः पुरुषः, न चास्य सुकृतस्य वयं जीवितदानेनापि निष्क्रय गच्छामः, तदिदमत्र प्राप्तकालं जीवितादपि वल्लभतरे ममैते मणिमञ्जरीकनकमञ्जों , दत्ता चेयं पूर्वमेवास्यैव महत्तमसहोदराय शीलवर्धनाय, इयं तु कनकमञ्जरी साम्प्रतमस्मै नन्दिवर्द्धनाय दीयतामिति ।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy