SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પણ=કલાચાર્ય પણ, રાજપુત્રોની જેમ મારી સાથે વર્તે છે તેથી=રાજપુત્ર અને કલાચાર્ય સર્વ મને અનુકૂળ વર્તે છે. ___ वैश्वानरे स्थिरानुरागः ततो महामोहदोषेण मया चिन्तितं-अहो मे वरमित्रस्य माहात्म्यातिशयः, अहो हितकारिता, अहो कौशलं, अहो वत्सलता, अहो स्थिरानुरागः यदेष समालिङ्गनद्वारेण मम सवीर्यतां संपाद्य मामेवं सर्वत्राप्रतिहताशं जनयति, न च मां क्षणमपि मुञ्चतीति । तदेष मे परमो बन्धुरेष मे परमं शरीरमेष मे सर्वस्वमेष जीवितमेष एव मे परं तत्त्वमिति, अनेन रहितः पुरुषोऽकिञ्चित्करतया तृणपुरुषान्न विशिष्यते, ततश्चैवंविधभावनया संजातो मम वैश्वानरस्योपरि स्थिरतरानुरागः अन्यदा रहसि प्रवृत्ते तेन सह विश्रम्भजल्पे मयाऽभिहितं-वरमित्र! किमनेन बहुना जल्पितेन ? युष्मदायत्ता मम प्राणाः, तदेते भवता यथेष्टं नियोजनीया इति । ततश्चिन्तितं वैश्वानरेण-अये! सफलो मे परिश्रमो यदेष मम वशवर्ती वर्त्तते, दर्शितोऽनेनैवं वदता निर्भरोऽनुरागः, अनुरक्ताश्च प्राणिनः समाकर्णयन्ति वचनं, गृह्णन्ति निर्विकल्पं, प्रवर्त्तन्ते तत्र भावेन, संपादयन्ति क्रियया ।। સંસારીજીવ નંદિવર્ધનને વૈશ્વાનરમાં સ્થિર અનુરાગ તેથી, મહામોહતા દોષથી તત્વને જોવામાં મૂઢતાના દોષથી, મારા વડે વિચારાયું, શું વિચારાયું? તે કહે છે. મારા વરમિત્રના માહાભ્યનો અતિશય અદ્ભુત છે=પ્રચંડ સ્વભાવનો આ અદ્ભુત માહાભ્ય છે. અહો ! હિતકારિતા=મારા પ્રચંડ સ્વભાવની હિતકારિતા, અહો કૌશલ્ય, અહો વત્સલતા, અહો મારામાં સ્થિર અનુરાગ જે કારણથી આ=વૈશ્વાનર, સમાલિંગન દ્વારા મને વીર્યતાનું સંપાદન કરીને મને આ પ્રમાણે સર્વત્ર અપ્રતિહત આજ્ઞાવાળો કરે છે. અને મને ક્ષણ પણ મૂકતો નથી=વૈશ્વાનર રૂપ ચંડપ્રકૃતિ અને ક્ષણ પણ મૂકતી નથી. તે કારણથી=મૂઢતાને કારણે મને મારો શત્રુ એવો આ વૈશ્વાનર મારી અપ્રતિહત આજ્ઞાને પ્રગટ કરે છે તેવો ભ્રમ થયો તેથી, આ મારો પરમ બંધુ છેઃ વૈશ્વાનર મારો પરમમિત્ર છે. આ મારું પરમ શરીર છેઃચંડપ્રકૃતિરૂપ જ હું છું, એ જ મારું પરમ શરીર છે, આ મારું સર્વસ્વ છેઃચંડપ્રકૃતિ જ મારું સર્વસ્વ છે. આ જ જીવિત છે=આના બળથી જ હું જીવિત છું, આ જ મારું પરમ તત્વ છે. એથી, આનાથી રહિત=વૈશ્વાનરથી રહિત, પુરુષ અકિંચિત્કરપણાને કારણે=લોકમાં કોઈક સ્થાન વગરનો હોવાને કારણે, તૃણપુરુષથી વિશેષિત નથી. અને તેથી=આ પ્રકારે મેં ચિંતવન કર્યું તેથી, આવા પ્રકારની ભાવનાને કારણે મને વૈશ્વાનર ઉપર સ્થિર અનુરાગ થયો. અદા એંકાતમાં તેની સાથે=વૈશ્વાનરની સાથે, વિશ્વાસવાળો જલ્પ પ્રવૃત્ત થયે છતે અત્યંત વિશ્વાસરૂપ વાર્તાલાપ થયે છતે, મારા વડે કહેવાયું છે – હે વરમિત્ર, વધારે આ બોલવાથી શું? તને આધીન મારા પ્રાણી છે. તે કારણથી તારા વડે યથાઇષ્ટ આ=મારા પ્રાણો, નિયોજન કરવા. તેથી
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy