SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કલાગ્રહણ અને કલાચાર્ય પ્રતિ અવિનય પઘપતિને ચિંતા ઉત્પન્ન થઈ, કેવા પ્રકારની ચિંતા ઉત્પન્ન થઈ? એ કહે છે – હવે આ કુમારને કલા ગ્રહણ કરાવાય, એ પ્રકારની ચિંતા ઉત્પન્ન થઈ, તેથી પ્રશસ્ત દિવસ જોવાયો. પ્રધાન કલાચાર્ય બોલાવાયા, વિધિપૂર્વક આ=કલાચાર્યનું પૂજન કરાયું, ઉચિત કરણી કરાઈ=કલાચાર્યને જે પ્રકારનો આદર સત્કાર આદિ કર્તવ્ય છે તે સર્વ ઉચિત કર્તવ્ય કરાયું. તેને=કલાચાર્યને, પિતા દ્વારા મોટા આદરથી જ હું સમર્પિત કરાયો અને મારા ભાઈ એવા અન્ય રાજકુમારો પૂર્વમાં પણ તે કલાચાર્યને સમર્પણ કરાયેલા, ત્યારપછી તેઓની સાથે=અન્ય રાજપુત્રોની સાથે, હું કલા ગ્રહણ કરવા માટે પ્રવૃત્ત થયો. ત્યારપછી સર્વ ઉપકરણોની સંપૂર્ણતા હોવાથી, પિતાના ઉત્સાહનું ગુરુપણું હોવાથી, કલાચાર્યનું હિતપણું હોવાથી, કુમારભાવનું નિશ્ચિતપણું હોવાથી, પુણ્યોદયનું સબ્રિહિતપણું હોવાથી, ક્ષયોપશમનું ઉત્કટપણું હોવાથી, તે કાલે ભવિતવ્યતાનું અનુકૂલપણું હોવાથી, અનન્ય ચિતપણું હોવાથી મારા વડે સ્વલ્પકાલમાં જ સકલ પણ કલાનો સમૂહ પ્રાય ગ્રહણ કરાયો. કેવલ અતિવલ્લભપણું હોવાથી સબ્રિહિત એવો આ વૈશ્વાનર સનિમિત્ત અથવા નિમિત્ત વિના મને આલિંગન કરે છે, તેથી તેના વડે=વૈશ્વાનર વડે, આલિંગન કરાયેલો હું ગુરુના ઉપદેશને સ્મરણ કરતો નથી. કુલના કલંકને ગણતો નથી, પિતાના મનના ખેદથી ભય પામતો નથી, પરમાર્થને હું જાણતો નથી, આત્માના અંદરના તાપને જાણતો નથી, કલાભ્યાસના નિરર્થકપણાને જાણતો નથી, પરંતુ તે જ એક વૈશ્વાનરને પ્રિય કરીને તેના ઉપદેશ વડે ઝરતા પરસેવાના બિંદુવાળો, લાલ કરેલા નેત્રવાળો, ભગ્ન ભૂકુટિવાળો હું સમસ્ત બાળકોની સાથે કલહને કરું છું. સર્વેના મર્મનું પ્રકાશન કરું છું. અસભ્ય વચનો બોલું છું તેઓના મધ્યસ્થ પણ વચનને સહન કરતો નથી ક્વચિત્ વિવાદ થયેલો હોય ત્યારે કોઈ રાજપુત્ર મધ્યસ્થતા પૂર્વક વસ્તુસ્થિતિને કહે તોપણ સહન કરતો નથી, પ્રત્યેકને જે પાસે હોય તેવા ફલક આદિથી મારું છું. તેથી=નંદિવર્ધત પ્રચંડ કોપથી બધાને લાકડી આદિથી મારે છે તેથી, તે સર્વ પણ વિશ્વાનરથી આલિંગિત મને જોઈને ભયથી ત્રાસ પામતાં છતાં અનુકૂલ બોલે છે, ચાટુ કરે છે. પગમાં પડવા દ્વારા મારું આરાધન કરે છે. વધારે શું કહેવું ? મારી ગંધથી પણ વીર્યવાળા તે રાજપુત્રો નાગદમનીથી હણાયેલા પ્રતાપવાળા વિષધરની જેમ સ્વતંત્ર ચેષ્ટા કરતા નથી. તેથી ઉદ્વિગ્ન, કાંપતા એવા તે બાળકો કેદખાનાની જેમ મહાદુઃખથી માતાપિતાના અનુરોધથી કળાને ગ્રહણ કરતા કાળ પસાર કરે છે. તે વ્યતિકર=નંદિવર્ધનના તે પ્રસંગને, કલાચાર્યને પણ કહેતા નથી. કેમ કહેતા નથી ? બધાનો પ્રલય ન થાય તે ભાવનાથી કહેતા નથી. તોપણ નિત્ય સંનિહિતપણું હોવાને કારણે તે મારું સકલ ચેષ્ટિત કલાચાર્ય જાણે જ છે, કેવલ પત્રોમાં દષ્ટ વિપાકપણું હોવાને કારણે=અન્ય રાજપુત્રોને જે રીતે નંદિવર્ધન મારતો વગેરે જોયેલું હોવાથી, ભયથી ત્રાસ પામેલા આ પણ કલાચાર્ય પણ, બોધ આપવા માટે મારી સન્મુખ જોતા નથી. જો વળી, અન્યના વ્યપદેશથી પણ મારા પ્રત્યે આ=કલાચાર્ય, કંઈક બોલે તો હું આ કલાચાર્યને પણ આક્રોશ કરું છું અને તાડન કરું છું, તેથી આ
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy