SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અસંગભાવની શક્તિનો સંચય થાય છે અને પૂર્વમાં સંગની પરિણતિથી જે વિકારો સેવેલા તેના સંસ્કારો ક્ષીણ થાય છે અને વિકારોના સેવનથી બંધાયેલાં અશુભકર્મો નાશ પામે છે, તેથી મુનિનું અપ્રમાદયંત્ર અકુશલમાલા અને સ્પર્શનને પીલવાનો ઉપાય છે, એમ મહાત્મા કહે છે. ૨૫૪ तथाभूतं च तदनयोः स्पर्शनाऽकुशलमालयोरपरेषामप्येवंजातीयानामन्तरङ्गभूतानां दुष्टलोकानां निष्पीडने क्षमं संपद्यते, तेन च निष्पीडितास्तेऽन्तरङ्गलोका न पुनः प्रादुर्भवन्ति । ततो महाराज ! यद्येतन्निष्पीडनाभिलाषोऽस्ति भवतस्तदिदमप्रमादयन्त्रं स्वचेतसि निधाय दृढवीर्यमुष्ट्याऽवष्टभ्य खल्वे निष्पीडनीये स्वत एव, न मन्त्रिणोऽप्यादेशो देयः, न खलु परेण निष्पीडिते अप्येते परमार्थतो निष्पीडिते भवतः । અને તેવા પ્રકારનું=પૂર્વમાં વર્ણન કરાયું તેવા પ્રકારનું અપ્રમાદયંત્ર, આ સ્પર્શન અને અકુશલમાલાને આવા પ્રકારના જાતિવાળા બીજા પણ=સ્પર્શન અને અકુશલમાલાના જાતિવાળા બીજાપણ, અંતરંગભૂત દુષ્ટ લોકોના નિષ્પીડનમાં સમર્થ થાય છે. અને તેનાથી=અપ્રમાદયંત્રથી, પિલાયેલા તે અંતરંગલોકો ફરી પ્રગટ થતા નથી=જે મહાત્માઓ પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રકારે અપ્રમાદભાવથી મહાવ્રતો આદિમાં યત્ન કરે છે તેનાથી સર્વ અશુભકર્મો, સ્પર્શન આદિ જન્ય વિકારો, અને ક્રોધાદિ કષાયો સર્વે તે પ્રકારે ક્ષીણ થાય છે કે જેથી ફરી તેઓ ક્યારેય પ્રગટ થતા નથી, તેથી હે મહારાજ ! જો આમના નિષ્પીડનનો તમને અભિલાષ છે=અકુશલમાલા અને સ્પર્શનના વિનાશનો તમને અભિલાષ છે, તો આ અપ્રમાદયંત્ર સ્વચિત્તમાં સ્થાપન કરીને દૃઢ વીર્યની મુષ્ટિથી અવલંબન લઈને આ=અંતરંગ દુષ્ટ લોકો, સ્વતઃ જ=પોતાની મેળે જ, નિષ્પીડન કરવા યોગ્ય છે. મંત્રીને પણ આદેશ આપવા યોગ્ય નથી. ખરેખર પર વડે નિષ્પીડિત એવા આ=અકુશલમાલા અને સ્પર્શન, પરમાર્થથી તમારા અકુશલમાલા અને સ્પર્શન નિષ્પીડિત થતા નથી. मनीषिकृतभावदीक्षा विज्ञप्तिः एवं च भगवति नृपतिगोचरमुपदेशं ददाने मनीषिणः कर्मेन्धनदाही शुभपरिणामानलो गतोऽभिवृद्धि भगवद्वचनेन, केवलं पूर्वोत्तरवाक्ययोर्विषयविभागमनवधारयन् मनाक् ससन्देह इव विरचितकरमुकुल: सन् भगवन्तं प्रत्याह-भदन्त ! याऽसौ भगवद्भिर्भागवती भावदीक्षा वीर्योत्कर्षलाभहेतुतया पुरुषस्योत्कृष्टतमत्वं साधयतीति प्राक् प्रतिपादिता यच्चेदमिदानीं दुष्टान्तरङ्गलोकनिष्पीडनक्षमं सवीर्ययष्टिकमप्रमादयन्त्रं प्रतिपाद्यते, अनयोः परस्परं कियान् विशेषः ? भगवताऽभिहितं - भद्र ! न कियानपि विशेषः, केवलमनयोः शब्दो भिद्यते, नार्थः, यतोऽप्रमादयन्त्रमेव परमार्थतो भागवती भावदीक्षेत्यभिधीयते । मनीषिणाऽभिहितं यद्येवं ततो दीयतां भगवता सा भागवती भावदीक्षा यद्युचितोऽहं તસ્યા:। માવાનાદ્વાદમુષિત:, સુઝુ ટ્રીયતે ।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy