SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ છે=સુસાધુઓ શરીર, ઈન્દ્રિય આદિ જડ છે, આત્મા ચેતન છે તેથી દેહ, ઈન્દ્રિય સાથે સંશ્લિષ્ટ પામેલો આત્મા વીતરાગતુલ્ય છે તે સ્વરૂપે નિપુણતાપૂર્વક જોવા યત્ન કરે છે. પરમસમાધિને પ્રાપ્ત કરે છે વીતરાગભાવોથી ભાવિત થઈને વીતરાગતાને અનુરૂપ ચિત્ત વિશ્રાંતિ પામે તે પ્રકારની પરમસમાધિને પ્રાપ્ત કરે છે. શરીર શરીરધારી, હોવા છતાં મુક્તિના સુખના ભાજત થાય છે=સુસાધુઓ સંસારમાં હોવાથી શરીરધારી છે તોપણ ચિત્ત મુક્તિના સુખમાં મગ્ન હોવાથી મુક્તિના સુખને જાણે અનુભવતા ન હોય તેવા શાંતરસવાળા થાય છે. આ પ્રકારે રાજાને કહીને મહાત્મા તેનું લિગમન કરતાં કહે છે, હે મહારાજ ! આ રીતેઅત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, મુનિઓ આ પરપીડાવર્જનઆદિથી માંડીને મુક્તિસુખના ભાજલપણાના પર્યવસાતવાળા તે અપ્રમાદ નામના યંત્રના ઉપકરણોને પ્રતિક્ષણ અનુસરણ કરે છે. તેથી આમતા વડે=મુનિઓ વડે, પાલન કરાયેલાં ઉપકરણો વડે તે યંત્ર=અપ્રમાદ નામનું યંત્ર, અત્યંત દઢ થાય છે. ભાવાર્થ : બાલની અત્યંત અનુચિત પ્રવૃત્તિ જોઈને રાજાને વિસ્મય થાય છે. અને સુબુદ્ધિમંત્રી ભગવાનના વચનના રહસ્યને જાણનાર છે તેથી કહે છે કે ભગવાનના આગમના રહસ્યને જાણનારને આ સર્વ પ્રસંગ આશ્ચર્યકારી જણાતો નથી; કેમ કે નિરુપક્રમકર્મનો પરિણામ ક્લિષ્ટ અધ્યવસાયો કરાવે છે ત્યારે જીવને તદ્દન વિવેક વગરનો કરે છે. આથી જ વિષયોમાં મૂઢ થયેલા જીવો નિરુપક્રમકર્મવાળા હોય છે ત્યારે ઉત્તમ સામગ્રીથી ઉત્તમ ઉપદેશથી પણ તત્ત્વને તો અભિમુખ થતા નથી, પરંતુ પાપવૃત્તિથી તેઓનું ચિત્ત લેશપણ નિવર્તન પામતું નથી. ત્યારપછી આચાર્ય ભગવંતે બાલનું શું થશે ? તે અતિશય જ્ઞાનથી જાણીને કઈ રીતે તે અકુશલકર્મોથી પ્રેરાઈને નરકમાં જશે તે બતાવ્યું. તેથી જ્યારે જીવો અતિવિષયોમાં આસક્ત હોય છે ત્યારે તેઓને વર્તમાન ભવોના પણ અનર્થો દેખાતા નથી. પરલોકના પણ અનર્થો દેખાતા નથી. માત્ર વિષયોમાં મૂઢતાને કારણે વિષયના સેવનજન્ય સુખ જ સુખરૂપ છે તેમ દેખાય છે, તેથી ક્લિષ્ટકર્મોથી પ્રેરાયેલ બાલ આ રીતે માતંગથી હણાયો અને નરકના અનર્થો પ્રાપ્ત કર્યા અને અનેક ભવો સુધી દુર્બુદ્ધિને કારણે સંસારની અનેક કદર્થનાઓ પ્રાપ્ત કરશે. તેવું સંસારી જીવોમાં સામાન્યથી પ્રતીત જ છે. વળી, અશુભકર્મોના અને સ્પર્શનાદિ ઇન્દ્રિયોના નાશનો ઉપાય શું છે તે સૂરિ બતાવે છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોનો અશુભકર્મોથી ઘેરાયેલો ઇન્દ્રિયોના વિકારનો પરિણામ જેમ મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે તે સર્વ અનર્થોનું કારણ છે. અને તેના નાશનો ઉપાય જિનવચનાનુસાર સર્વ ઉચિતક્રિયાઓ દ્વારા પ્રગટ થયેલો મતિજ્ઞાનનો ઉપયોગ જ છે. આથી જ મુનિઓ સતત મન-વચન-કાયાને અત્યંત સંવૃત કરીને પાંચ મહાવ્રતોમાં જ પ્રવર્તે છે. સમિતિ-ગુપ્તિઓમાં યત્ન કરે છે. શાસ્ત્ર આદિનું અધ્યયન કરે છે, તે સર્વ ઉપાયો દ્વારા તે પ્રકારનો મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે કે જેથી ઇન્દ્રિયોના વિકારો થતા નથી. પરંતુ ઇન્દ્રિયોના વિકારોના અનાદિના સંસ્કારો નાશ પામે અને અનાદિકાળથી લેવાયેલા વિકારોથી બંધાયેલાં અશુભકર્મો નાશ પામે. આથી જ મુનિઓ જિનવચનાનુસાર દૃઢ ઉપયોગપૂર્વક સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે ત્યારે અસંગભાવને સ્પર્શનારો જે મતિજ્ઞાનનો ઉપયોગ છે તેનાથી જે ઉત્તમ સંસ્કારો આધાન થાય છે, તેનાથી
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy