SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જીતીને મોક્ષને પામનારા છે. ઉત્તમપુરુષો સતત ઇન્દ્રિયોનો જય કરીને સંસારનો અંત કરવા માટે યત્ન કરનારા છે. મધ્યમ જીવો કોઈક ધર્મને અભિમુખ હોવા છતાં વિષયોની આસક્તિ પણ છોડી શક્તા નથી, તેથી ઘણા યત્નથી ઇન્દ્રિયોનો જય કરી શકે છે અને બાલ જીવો ઇન્દ્રિયોને પરવશ થઈને તેનાં કટુફળ આલોકમાં પણ પ્રાપ્ત કરે છે અને પરલોકમાં પણ અનર્થોની પરંપરા પ્રાપ્ત કરે છે. આ પ્રકારે મનુષ્યલોકવર્તી જીવોનું સ્વરૂપ બતાવીને બધી ઇન્દ્રિયોનો જય તો દુષ્કર છે પરંતુ એક સ્પર્શનનો પણ જય કઈ રીતે દુષ્કર છે તે બતાવીને સાત્વિક પુરુષો ઇન્દ્રિયોનો જય કરી શકે છે તેમ બતાવેલ છે અને મધ્યમબુદ્ધિ જીવો અનેક વખત સ્કૂલના પામે છે તોપણ ઉત્તમપુરુષોના સાન્નિધ્યથી કંઈક કંઈક ઇન્દ્રિયોનો જય કરવા સમર્થ બને છે અને બાલ જીવો સ્પર્શનને વશ થઈને સર્વ અનર્થની પરંપરા પ્રાપ્ત કરે છે, આથી જ અત્યંત ક્લિષ્ટ કર્મના ઉદયવાળો આ બાલ તદ્દન ન સંભવે એવી ઉત્તમપુરુષોના સાંનિધ્યમાં પણ મદનકંદલીને ગ્રહણ કરવાની અનુચિત પ્રવૃત્તિ કરવા તત્પર થાય છે. તેમાં તેનાં નિરુપક્રમરૂપ ક્લિષ્ટકર્મો જ બળવાન કારણ છે. આથી જ ભગવાનના સાંનિધ્યમાં ઘણા જીવોનાં સોપક્રમકર્મો ક્ષયોપશમભાવને પામે છે અને યોગ્ય જીવો સન્માર્ગને પામે છે અને ભગવાનના વિહારના નિમિત્તે જગતમાં ઘણા ઉપદ્રવો શાંત થાય છે, તોપણ નિરુપક્રમ ક્લિષ્ટકર્મોવાળા જીવો સાક્ષાત્ તીર્થકરોને પણ ઉપદ્રવ કરવા તત્પર થાય છે તેથી જીવમાં જે કંઈ અનર્થની પરંપરા કરાવનાર છે તે સર્વ ક્લિષ્ટકર્મોનો વિલાસ છે. આ પ્રકારે વિસ્તારથી ભગવાને રાજાને બોધ કરાવ્યો જેથી બાલનું અસંભવિત ચરિત્ર પણ કઈ રીતે સંભવિત છે તેનો માર્ગાનુસારી બોધ થાય છે. सुबुद्धिनाऽभिहितं-भदन्त! न किञ्चिदिदमाश्चर्यं भगवदागमावदातधियां, एवंविध एव निरुपक्रमकर्मपरिणामो, नात्र सन्देहः, केवलमिदमिदानीमेव भगवत्पादप्रसादादेव देवः खल्वेवंविधपदार्थेषु पुण्यबुद्धिर्भविष्यति तेनैवं भगवन्तं विज्ञापयति । राजा सहर्षः प्राह-चारु, अभिहितं सखे! चारु! अहो तेऽवसरभाषिता । સુબુદ્ધિ વડે કહેવાયું આચાર્યને કહેવાયું. હે ભગવંત ! આ આશ્ચર્ય ભગવાનના આગમથી સુંદર બુદ્ધિવાળાને નથી=જેઓને ભગવાનના શાસનનો બોધ છે તેઓને જગતના જીવો કર્મને પરવશ બાલ જેવી અનુચિત પ્રવૃત્તિ કરે છે તે જોઈને આશ્ચર્ય નથી. કેમ આશ્ચર્ય નથી ? તેથી કહે છે, આવા પ્રકારનો નિરુપક્રમકર્મનો પરિણામ છેઃઉત્તમપુરુષોના સાંનિધ્યમાં પણ નિરુપક્રમકર્મવાળા જીવો બાલવા જેવું અનુચિત કરે એવા પ્રકારનો તિરુપક્રમકર્મનો પરિણામ છે. આમાં સંદેહ નથી. કેવલ હમણાં જ ભગવાનના પાદરા પ્રસાદથી જ આ દેવ=રાજા, ખરેખર આવા પ્રકારના પદાર્થોમાં પુણ્યબુદ્ધિવાળો થશે=ભગવાનના શાસનનાં તત્ત્વોને જાણવાની ઈચ્છાવાળો થશે, તે કારણથી આ પ્રમાણે ભગવાનને વિજ્ઞાપન કરાય છે, રાજા સહર્ષ કહે છે, સુંદર કહેવાયું, હે મિત્ર ! સુંદર કહેવાયું. અહો તારી અવસરભાષિતા ! बालस्य भविष्यद्वत्तम् ततो राजैव भगवन्तं प्रत्याह-यथा कोऽस्य पुनः पुरुषस्य परिणामो भविष्यति? भगवताऽभिहितं
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy