SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય : અને જીતી લીધી છે પૃહા જેમણે એવા તેઓ અનુકૂળ આચરણપણાને ભજતા નથી સ્પર્શનેન્દ્રિયને અનુકૂલ થઈને તેના કિંકરભાવને સ્વીકારતા નથી. તેથી, તેનાથી જનિત દોષોની સાથે સ્પર્શનને પરવશ થવાથી બંધાતી પાપપ્રકૃતિઓ અને કુસંસ્કારોના આધારરૂપ દોષોની સાથે, વિચક્ષણ પુરુષો યોજનને પામતા નથી=જોડાતા નથી. ll૧૨૮ll શ્લોક : शरीरस्थितिमात्रार्थमाचरन्तोऽपि तत्प्रियम् । तत्र गृद्धेरभावेन, भवन्ति सुखभाजनम् ।।१२९।। શ્લોકાર્ચ - શરીરની સ્થિતિમાત્ર માટે તેનું પ્રિય આચરતા પણ બુદ્ધિમાન પુરુષો તેમાં=સ્પર્શનના ભોગોમાં, ગૃદ્ધિના અભાવને કારણે સુખના ભાજન થાય છે. વિચક્ષણ પુરુષો શરીર સાથે સંબંધવાળા છે તેથી શરીરના પાલન માટે સ્પર્શનેન્દ્રિયને પ્રિય એવું કંઈક આચરણ કરે છે તોપણ સ્પર્શનના વિકારો વિકારરૂપે જાણતા હોવાથી વિકારોમાં વૃદ્ધિનો અભાવ હોવાને કારણે તે સ્પર્શનની પ્રિય આચરણા દ્વારા વિકારોના શમનજન્ય સુખના ભાજન થાય છે. ll૧૨લા શ્લોક : प्राप्नुवन्ति यशः शुभ्रमिह लोकेऽपि ते नराः । स्वर्गापवर्गमार्गस्य, निकटे तादृशाशयाः ।।१३० ।। શ્લોકાર્ચ - આ લોકમાં પણ તે મનુષ્યોઃઉત્કૃષ્ટ પ્રકૃતિવાળા મનુષ્યો, શુભ્રયશને પ્રાપ્ત કરે છે=આ મહાત્મા અત્યંત સદાચારી છે એ પ્રકારના શુભ્રયશને પ્રાપ્ત કરે છે, તેવા આશયવાળા એવા તેઓ=સ્પર્શનના ગૃદ્ધિ વગરના આશયવાળા એવા તેઓ, સ્વર્ગ અને મોક્ષમાર્ગના નિકટમાં વર્તે છે. અર્થાત્ જન્માંતરમાં, શ્રેષ્ઠ સ્વર્ગનાં સુખોને પામશે, અને અંતે સર્વ ઉપદ્રવ રહિત મોક્ષ સુખને પ્રાપ્ત કરશે. II૧૩૦II. શ્લોક : गुरवः केवलं तेषां, नाममात्रेण कारणम् । मोक्षमार्गे प्रवर्त्तन्ते, स्वत एव हि ते नराः ।।१३१।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy