SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ महादानानि, मुच्यन्ते बन्धनानि, पूज्यन्ते नगरदेवताः, क्रियन्ते हट्टद्वारशोभाः, शोध्यन्ते राजमार्गाः, आहन्यन्ते आनन्दभेर्यः, आगच्छन्ति विशेषोज्ज्वलनेपथ्या राजकुले नागरकलोकाः, विधीयन्ते तदुपचाराः, प्रयुज्यन्ते समाचाराः, आस्फाल्यन्ते तूर्यसंघाताः, गीयन्ते धवलमङ्गलानि, नृत्यन्ति ललनालोकाः सह कञ्चुकिवामनकुब्जादिभिर्नरेन्द्रवृन्देनेति । ततश्चैवं वृत्ते महानन्दे जन्ममहोत्सवे अतिक्रान्ते मासे तिरोधाय संसारिजीव इत्यभिधानं प्रतिष्ठितं मे नन्दिवर्द्धन इति नाम, जातो ममाप्यहमनयोः पुत्र इत्यभिमानः, ततो जनयन्नानन्दं जननीजनकयोः पञ्चभिर्धात्रीभिर्लालितः संपन्नोऽहं त्रिवार्षिकः । સંસારીજીવનો મનુષ્યરૂપે જન્મોત્સવ સંસારી જીવ કહે છેઃઅનુસુંદર ચક્રવર્તીના જીવે અગૃહીતસંકેતા સન્મુખ પોતાનું અત્યાર સુધીનું ચરિત્ર કહ્યું, હવે આગળનું ચરિત્ર કહે છે, ત્યારપછી હાથીના ભવમાં ગુટિકા જીર્ણ થઈ અને ભવિતવ્યતાએ પુણ્યોદય સહિત નવી ગુટિકા આપી ત્યારપછી, હે ભદ્ર ! અગૃહીતસંકેતા ! સમાસ્વાદિત કરેલ છે એક ભવધ ગુટિકા જેણે એવો હું જવા માટે પ્રવૃત્ત થયો અને આ બાજુ આ જ મનુષ્યગતિ નગરીમાં ભરત નામનો પાડો છે, અને તેના વિશેષકભૂત=ભરત નામના પાડાના તિલકભૂત, જયસ્થલ નામનું નગર છે. અને ત્યાંeતે નગરમાં, મહાનૃપતિગુણની સંપત્તિથી આલિંગિતમૂર્તિવાળા પદ્મ નામના રાજા છે અને તેને કામને રતિની જેમ નંદાનામની પ્રધાનદેવી છે, તેથીકતે ગુટિકાના પ્રભાવથી મેં ગમતનો પ્રારંભ કર્યો તેથી, હું ભવિતવ્યતા વડે તેની કુક્ષિમાં પ્રવેશ કરાવાયો, ત્યાં=નંદાની કુક્ષિમાં, ઉચિતકાળ રહેલો, પુણ્યોદયની સાથે બહાર નીકળ્યો કુક્ષિમાંથી બહાર નીકળ્યો, વંદા વડે જોવાયો. મને પુત્ર થયો એ પ્રકારે તેણીને અભિમાન થયું, પ્રમોદકુંભ નામના દાસપુત્ર વડે રાજાને નિવેદન કરાયું=નંદાને પુત્ર થયો છે એ પ્રમાણે નિવેદન કરાયું, મને પુત્ર થયો એ પ્રકારે તેને પણ પ્રમોદ થયો. હર્ષવિશેષથી ગાત્રોમાં પુલકનો ઉભેદ ઉલ્લસિત થયો. નિવેદન કરનારા દાસપુત્રને પારિતોષિક અપાયું, મારા જન્મમહોત્સવનો આદેશ કરાયો, તેથી મહાદાનો અપાય છે. બંધનો મુકાય છે=કેદખાનામાં રહેલા બંદીઓ મુકાય છે. નગરદેવતાઓ પૂજાય છે, બજારદ્વારની શોભા કરાય છે. રાજમાર્ગો શોધન કરાય છે. આનંદની ભેરીઓ વગાડાય છે. વિશેષ ઉજ્જવલ વસ્ત્રવાળા નગરના લોકો રાજકુલમાં આવે છે, તેના ઉપચારો કરાય છે રાજમહેલમાં જે લોકો આવે છે તેને ઉચિત આદરસત્કાર કરાય છે. સમાચારો પ્રયોજન કરાય છે=નગરમાં રાજપુત્ર જન્મ્યો છે એ પ્રકારના સમાચારો ઠેર ઠેર કહેવાય છે. વાજિંત્રોના સંઘાતો આસ્ફાલિત કરાય છે. ધવલમંગલો ગવાય છે. કંચુકી, વામન કુમ્ભાદિ સાથે અને નરેન્દ્રવદની સાથે સ્ત્રીલોક નૃત્ય કરે છે. તેથી આવા પ્રકારનો મહાનંદરૂપ જન્મમહોત્સવ થયે છતે, એક મહિનો અતિક્રાંત થયે છતે, સંસારી જીવ એ પ્રકારનું નામ તિરોધાન કરીને નંદિવર્ધન એ પ્રકારનું નામ પ્રતિષ્ઠિત કરાયું, મને પણ આ બેનો હું પુત્ર છું એ પ્રકારનું અભિમાન થયું, ત્યારપછી માતપિતાને આનંદિત કરતો પાંચ ધાત્રીઓથી લાલિત થયેલો ત્રણ વર્ષનો હું પ્રાપ્ત થયો.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy