SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ — હવે અકુશલમાલા કહે છે હે વત્સ ! જે તને રુચે છે તે જ અન્ય ચેષ્ટા ત્યાગ કરાઈ છે એવી મારા વડે સતત કરવા યોગ્ય છે. II33II શ્લોક ઃ स्वाधीनां तां निरीक्ष्यैवं, बालेन परिचिन्तितम् । સામગ્રી સર્વસાધિજા ।।૪।। स्पर्शनोऽपि ममायत्तः, શ્લોકાર્થ : આ રીતે=શ્લોક-33માં માતાએ કહ્યું એ રીતે, સ્વાધીન એવી તેણીને જોઈને, બાલ વડે વિચારાયું સ્પર્શન પણ મને આધીન છે=માતા તો આધીન છે પરંતુ સ્પર્શન પણ આધીન છે. સામગ્રી સર્વ સાધક છે=સ્પર્શન અને અકુશલમાલા એ રૂપ સુખની સામગ્રી મારા સર્વ પ્રકારનાં કાર્યોની સાધિકા છે. ।।૩૪।। શ્લોક : अहो मे धन्यता लोके, नास्त्यतो बत मादृशः । ततोऽसौ गाढहष्टात्मा, स्वानुरूपं विचेष्टते ।। ३५।। શ્લોકાર્થ : અહો, મારી લોકમાં ઘન્યતા છે. આથી ખરેખર મારા જેવો કોઈ નથી. તેથી ગાઢ હર્ષવાળો એવો આ સ્વઅનુરૂપ વિપરીત ચેષ્ટા કરે છે અર્થાત્ જે પ્રકારની સ્ત્રીઓમાં ગાઢ આસક્તિ થાય છે તે રૂપ વિપરીત ચેષ્ટા કરે છે. II૩૫]I શ્લોક ઃ अथ निन्दापरे लोके, स्नेहविह्वलमानसः । लोकापवादभीरुत्वान्मध्यबुद्धिः प्रभाषते ।। ३६ ।। શ્લોકાર્થ : હવે નિંદામાં તત્પર લોક હોતે છતે=બાલની અનુચિત ચેષ્ટા જોઈને લોકો બાલની નિંદા કરનારા હોતે છતે, લોકના અપવાદનું ભીરુપણું હોવાથી સ્નેહવિલ્વલ માનસવાળો મધ્યમબુદ્ધિ=પોતાના ભાઈ એવા બાલ પ્રત્યે સ્નેહને કારણે તેની નિંદાથી વિહ્વળ થયેલા માનસવાળો મધ્યમબુદ્ધિ, કહે છે. II39II
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy