SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : डिम्भरूपमनेनैव, द्वितीयं पापनामकम् । सर्वत्र जन्यते तस्मादत्रापि जनितं किल ।।१७।। શ્લોકાર્ચ - આનાથી જ=અજ્ઞાન રૂપ પ્રથમ બાળકથી જ, બીજું પાપનામનું વિંભરૂપ સર્વત્ર ઉત્પન્ન થાય છે=સંસારી સર્વ જીવોમાં ઉત્પન્ન થાય છે, તે કારણથી અહીં પણ તમારા વિષયમાં પણ, ખરોખર ઉત્પન્ન થયું છે. ll૧૭ના શ્લોક : एतद्धि सर्वदुःखानां, कारणं वर्णितं बुधैः । उद्वेगसागरे घोरे, हठादेतत्प्रवर्त्तकम् ।।१८।। શ્લોકાર્ચ - આકપાપરૂપ બીજું બાળક, બુધપુરુષોએ સર્વદુઃખોનું કારણ વર્ણન કર્યું છે. ઘોર ઉદ્વેગ સાગરમાં આ પાપ, હઠથી પ્રવર્તક છે=જીવોને પ્રવર્તક છે=જે જીવોમાં આ પાપરૂપ બાળક ઉત્પન્ન થાય છે તે હઠથી તે જીવોને ઘોર ઉદ્વેગ ઉત્પન્ન કરાવવાના કારણભૂત નરકાશિમાં પ્રવર્તક છે. ll૧૮II શ્લોક : मूलं संक्लेशजालस्य, पापमेतदुदाहृतम् । न कर्त्तव्यमतः प्राज्ञैः, सर्वं यत्पापकारणम् ।।१९।। શ્લોકાર્ચ - સંક્લેશ જાલનું મૂલ આ પાપ કહેવાયું છે આથી પ્રાજ્ઞપુરુષે જે પાપનું કારણ છે તે સર્વ કરવું જોઈએ નહીં. ll૧૯ll. કયા પાપનાં કારણો છે તે બતાવે છે – શ્લોક : हिंसानृतादयः पञ्च, तत्त्वाश्रद्धानमेव च । क्रोधादयश्च चत्वार, इति पापस्य हेतवः ।।२०।। શ્લોકાર્ધ :હિંસા, અસત્યાદિ પાંચ=પોતાના આત્માના ભાવપ્રાણના રક્ષણને અનુકૂળ અહિંસાદિ પાંચ ભાવો છે તેનાથી વિપરીત હિંસાદિ ભાવો પાપના હેતુઓ છે. તત્વનું અશ્રદ્ધાન, ક્રોધાદિ ચાર એ પાપના હેતુ છે. ર૦ll
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy