SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વિડંબના કરાઈ, પુત્ર અને વધૂની ઉન્માર્ગ પ્રવૃત્તિ અમારા દ્વારા કરાઈ, મુગ્ધ વડે વિચારાયું – અહો. ખેદ છે કે મારા વડે પરસ્ત્રીના ગમતથી, કુલનું દૂષણ કરાયું. અકુટિલા વડે વિચારાયું, ખરેખર મારા શીલનું ખંડન થયું, તેથી ચારેયના પણ ચિત્તમાં આ=આગળમાં કહે છે એ, સ્થિત થયું. તે “ઉત'થી બતાવે છે – આ પ્રમાણે રહેલું જ આ=અમને જે જણાય છે એ, ભગવાનને નિવેદન કરીએ, આ જ=ભગવાન ધર્માચાર્ય જ, દુશ્ચરિતના પ્રતિવિધાનને=શુદ્ધિના ઉપાયને, ઉપદેશ આપશે. અઢાંતરમાં જુઆદિ ચારેય જીવોએ આ પ્રમાણે વિચાર કર્યો એટલાકાળમાં, ચારેયનાં પણ શરીરમાંથી નીકળેલા પરમાણુઓથી ઘડાયેલા શરીરવાળું, વર્ણથી શુક્લ, તેજસથી પરિગત=પ્રકાશથી યુક્ત, લોચનોને આલાદક, વિવેકવાળા જીવોને ખુશ કરનારું, પ્રગટ થતું “મારા વડે તમે રક્ષણ કરાયા, મારા વડે તમે રક્ષણ કરાયા” એ પ્રમાણે બોલતું, એક બાળકનું રૂ૫ હર્ષપૂર્વક ભગવાનના મુખને જોતું સર્વની આગળ રહ્યું. તેટલામાં તેના અતુમાર્ગથી જ=જે માર્ગથી તે બાળક નીકળ્યો તે માર્ગથી જ, વર્ણથી કૃષ્ણ, આકારથી બીભત્સ, આવોને ઉદ્વેગનો હેતુ, તે પ્રમાણે જ બીજું બાળકનું રૂપ નીકળ્યું જે પ્રમાણે પ્રથમ બાળક નીકળ્યો તેમ, અને તેનાથી=બીજા બાળકમાંથી, તેના આકાર રૂપને ધારણ કરનાર જ=બીજા બાળકના આકાર રૂપ ધારણ કરનાર જ, પ્રકૃતિથી ક્લિષ્ટતર અન્ય પણ ત્રીજું બાળકનું રૂપ નીકળ્યું અને વધવા માટે આરંભ થયો, તેથીeત્રીજું બાળક વધવા માંડ્યું તેથી, શુક્લડિંભરૂપ એવા પ્રથમ બાળક વડે મસ્તકમાં હસ્તતલના પ્રહારને આપીને વધતા એવા તેને નિવારણ કરીને પ્રકૃતિથી ધારણ કરાયું અને ભગવાનના અનુગ્રહથી આચાર્યના પરિમંડલથી, તે બંને પણ કૃષ્ણબાળકો બહાર નીકળ્યાં. ત્યારપછી ભગવાન વડે કહેવાયું આચાર્ય વડે કહેવાયું, હે ભદ્ર ! જે તમારા વડે ચિંતવન કરાયું જે પ્રમાણે અમારા વડે વિપરીત આચરણ કરાયું એ પ્રમાણે ચિંતવન કરાયું, ત્યાંeતે કૃત્યના વિષયમાં, તમારા વડે વિષાદ કરવો જોઈએ નહીં, જે કારણથી તમારો આ દોષ નથી, સ્વરૂપથી તમે નિર્મળ છો, તેઓ વડે કહેવાયું – હે! ભગવન્! વળી કોનો આ દોષ છે? ભગવાન કહે છે શુક્લરૂપની પછી તમારા શરીરમાંથી નીકળેલું જે આ કૃષ્ણવર્ણવાળું બાળકનું રૂપ છે એનો આ દોષ છે, તેઓએ=ઋજુઆદિ ચારેય જણાએ, કહ્યું હે ભગવન્! આ કયા કામવાળું છે? ભગવાન વડે કહેવાયું, આ અજ્ઞાન કહેવાય છે. તેઓ વડે કહેવાયું, જે આ અજ્ઞાનમાંથી પ્રગટ થયેલું બીજું કૃષ્ણવિંભરૂપ છે અને આ શુક્લરૂપ બાળક વડે આસ્ફોટન કરીને વધતું ધારણ કરાયું એ કયા નામવાળું છે? ભગવાન કહે છે, આ ‘પાપ' છે. તેઓ=ઋજુઆદિ ચારે, કહે છે. વળી, આ શુક્લ-ડિંભરૂપનું શું કામ છે ? ભગવાન વડે કહેવાયું. આ ‘માર્ગવ' કહેવાય છે. તેથી=ભગવાને તે શુક્લડિંભનું સ્વરૂપ બતાવ્યું તેથી, તેઓ=ઋજુઆદિ ચારેય, કહે છે, હે ભગવાન ! કેવા પ્રકારનું આ અજ્ઞાન છે. અને કેવી રીતે અજ્ઞાનથી આ પાપ થયું? કયા કારણથી આ આર્જવ વડે વધતું એવું આ પાપ ધારણ કરાયું=પકડી રખાયું? આ પ્રકારે સર્વ વિસ્તારથી અમે સાંભળવાને ઇચ્છીએ છીએ. ભગવાન કહે છે જો તમને પાપાદિ સર્વને જાણવાની ઈચ્છા છે તો તમે સાંભળો –
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy