SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અને કાલજ્ઞનું મોહજાળ વિદલિત થયું, સમ્યગ્દર્શનનો પરિણામ આવિર્ભત થયો. કર્મરૂ૫ ઇંધણને બાળવામાં પ્રવણ એવો દુશ્ચરિતના પશ્ચાત્તાપનો અગ્નિ સમુલ્લસિત થયો વિચક્ષણા અને કાલજ્ઞને પોતે સેવેલા અનાચારનો તીવ્ર પશ્ચાત્તાપ પ્રગટ થયો. विचक्षणाकालज्ञयोः पश्चात्तापः अत्रान्तरे तयोः शरीराभ्यां विनिर्गतै रक्तकृष्णैः परमाणुभिर्घटितशरीरा, बीभत्सा दर्शनेन, भीषणा स्वरूपेण, उद्वेगहेतुर्विवेकिनां एका स्त्री भगवतः प्रतापं सोढुमक्षमा निर्गत्य पर्षदः पश्चान्मुखीस्थिता दूरवर्तिनि भूभागे स्थिता, पश्चात्तापार्टीकृतहृदयतया गलदश्रुसलिलौ समकमेव विचक्षणाकालज्ञौ पतितौ भगवच्चरणयोः, कालज्ञेनाभिहितं-भगवन्! अधमाधमोऽहं येन मया विप्रतारिता स्वभार्या, आचरितं पारदार्य, द्रुग्धः सरलहृदयो मुग्धो, जनितो नरेन्द्रमहादेव्यादीनां व्यलीकसुतव्यामोहः, वञ्चितोऽयं परमार्थेनात्मा, तस्य ममैवंविधपापकर्मणः कथं शुद्धिर्भविष्यतीति? विचक्षणयोक्तं-ममापि कथम्? यतः समाचरितं पापिष्ठया मयाऽपीदं सर्वं, किं वा निवेद्यते? दिव्यज्ञानस्य प्रत्यक्षमेवेदं समस्तं भगवतः । भगवानाह-भद्रौ! न कर्त्तव्यो युवाभ्यां विषादो, न भद्रयोर्दोषोऽयं, निर्मलं भवतोः स्वरूपम् । तावाहतुः कस्य पुनर्दोषोऽयम्? भगवानाह-येयं युष्मच्छरीरानिर्गत्य दूरे स्थिता नारी तस्याः । तावाहतुः-भगवन्! किन्नामिकेयम्? વિચક્ષણા અને કાલજ્ઞનો પશ્ચાત્તાપ અન્નાંતરમાં=દેશના સાંભળીને વિચક્ષણા અને કાલજ્ઞને સમ્યક્ત મળ્યું અને પશ્ચાત્તાપતો પરિણામ થયો એટલામાં, તે બેના શરીરમાંથી નીકળેલા રક્ત અને કૃષ્ણ પરમાણુથી ઘટિત શરીરવાળા, દર્શનથી બીભત્સ, સ્વરૂપથી ભીષણ, વિવેકીઓને ઉદ્વેગનો હેતુ, ભગવાનના પ્રતાપને સહન કરવામાં અસમર્થ એવી એક સ્ત્રી પર્ષદાથી નીકળીને પશ્ચાદ્ મુખ કરીને રહેલી દૂરવર્તી ભૂમિભાગમાં રહી, પશ્ચાત્તાપથી આર્કીકૃત હદયપણાને કારણે ગલતા અશ્રુસલિલવાળાં એક સાથે જ વિચક્ષણા અને કાલજ્ઞ ભગવાનના ચરણમાં પડ્યાં. કાલજ્ઞ વડે કહેવાયું – હે ભગવાન ! અધમાધમ હું છું જેના કારણે મારા વડે પોતાની પત્ની ઠગાઈ. પરસ્ત્રીનું સેવન કરાયું, સરલ હદયવાળો મુગ્ધ દ્રોહ કરાયો, અથવા મતાંતર અનુસાર સરલ હદયવાળાં અકુટિલા અને મુગ્ધ ઠગાયાં. નરેન્દ્ર અને મહાદેવી આદિને=રાજા, રાણી અને સ્વજન આદિને, જૂઠો સુતનો વ્યામોહ ઉત્પન્ન કરાવાયો. પરમાર્થથી આ આત્મા=મારો આત્મા, વંચિત કરાયોકઠગાયો, મારા આવા પ્રકારના તે પાપકર્મની શુદ્ધિ કેવી રીતે થશે? એ પ્રમાણે કાલજ્ઞએ આચાર્ય ભગવંતને કહ્યું એમ અત્રય છે. વિચક્ષણા વડે કહેવાયું – મને પણ કેવી રીતે શુદ્ધિ થશે ?=કેવી રીતે પાપકર્મની શુદ્ધિ થશે ? જે કારણથી પાપિષ્ઠ એવી મારા વડે પણ=વિચક્ષણા વડે પણ, આ સર્વ સમાચરિત છે=જે કાલજ્ઞાએ કહ્યું તે સર્વ સમાચરિત છે. અથવા
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy