SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોકાર્થ : આ રીતે=પ્રજ્ઞાવિશાલા સાથે અગૃહીતસંકેતા સદાગમ પાસે આવી એ રીતે, દિવસે દિવસે સદાગમની સેવના કરતી તે બે સખીઓના દિવસો લીલાપૂર્વક પસાર થાય છે. II૧૭II धात्रीभूतप्रज्ञाविशालाप्रयत्नेन भव्यपुरुषस्य सदागमशिष्यीभावस्वीकरणम् શ્લોક ઃ अथान्यदा विशालाक्षी, प्रोक्ता सा तेन धीमता । प्रज्ञाविशाला सानन्दं, पुरुषेण महात्मना ।। १८ ।। ધાત્રીરૂપ પ્રજ્ઞાવિશાલાના પ્રયત્નથી ભવ્યપુરુષ દ્વારા સદાગમના શિષ્યભાવનો સ્વીકાર શ્લોકાર્થ : હવે, અન્યદા વિશાલાક્ષી એવી તે પ્રજ્ઞાવિશાલા તે બુદ્ધિમાન મહાત્માપુરુષ વડે=સદાગમ વડે, સાનંદ કહેવાઈ=સહર્ષ કહેવાઈ. II૧૮૫ શ્લોક ઃ एष सर्वगुणाधारो, भवत्या स्नेहनिर्भरः । बालकालात्समारभ्य, कर्त्तव्यो राजदारकः ।।१९।। ૭૩ શ્લોકાર્થ : સર્વગુણનો આધાર એવો આ રાજપુત્ર તારા વડે=પ્રજ્ઞાવિશાલા વડે, બાલકાળથી માંડીને સ્નેહનિર્ભર કરવો જોઈએ. એ પ્રમાણે સદાગમે પ્રજ્ઞાવિશાલાને કહ્યું, II૧૯।। શ્લોક ઃ गत्वा राजकुलं भद्रे ! विधाय दृढसङ्गतम् । आवर्ज्य जननीचित्तं, धात्री भव कथञ्चन ।। २० ।। શ્લોકાર્થ ઃ હે ભદ્ર ! રાજકુળમાં જઈને દૃઢ સંગતને કરીને=દૃઢ સંબંધને કરીને, માતાના ચિત્તનું આવર્જન કરીને=તે રાજપુત્રની માતાના ચિત્તનું આવર્જન કરીને, કોઈ રીતે તું ધાત્રી થા. II૨૦ના
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy