SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ ૯ શ્લોક : त्वया कमलपत्राक्षि! येऽस्य संवर्णिता गुणाः । ते तथैव मया सर्वे, दर्शनादेव निश्चिताः ।।५।। શ્લોકાર્થ : હે કમલપત્રાક્ષિ પ્રજ્ઞાવિશાલા, આ પુરુષના જે ગુણો તારા વડે વર્ણન કરાયા તે સર્વ દર્શનથી જ મારા વડે તે પ્રકારે નિશ્ચય કરાયા. પા. શ્લોક : नाहं विशेषतोऽद्यापि, वेदम्यस्य गुणगौरवम् । नास्त्यन्यः पुरुषोऽनेन, तुल्य एतत्तु लक्षये ।।६।। શ્લોકાર્ય : હજી પણ હું વિશેષથી આમના ગુણગૌરવને જાણતી નથી, આમની તુલ્ય અન્ય પુરુષ નથી એ વળી હું જાણું છું. IIઉll શ્લોક : आसीन्मे मन्दभाग्यायाः, पुरेमं प्रति संशयः । गुणेषु दर्शनादेव, साम्प्रतं प्रलयं गतः ।।७।। શ્લોકાર્ધ : પૂર્વમાં આમના પ્રત્યે=આ સદાગમ પ્રત્યે મંદભાગ્યવાળી એવી મને સંશય હતો, હવે દર્શનથી જ=આ સદાગમના દર્શનથી જ, ગુણોમાં સદાગમના ગુણોમાં, સંશય પ્રલય પામ્યો છે સંશય નાશ પામ્યો છે. અગૃહીતસંકેતાને સદાગમનો વિશેષ પરિચય નહિ હોવા છતાં તેમના ગુણોને કહેનારી આ કૃતિને જોઈને જ પ્રજ્ઞાવિશાલા દ્વારા વર્ણન કરાયેલા સદાગમના ગુણો વિષયક સંશય નાશ પામ્યો છે અને તેનાથી પોતાને જે ભાવ થાય છે તે ભાવને અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલા પાસે પ્રગટ કરે છે. ITI શ્લોક : निगूढचरिताऽसि त्वं, सत्यं सद्भाववर्जिता । यया न दर्शितः पूर्वं, ममैष पुरुषोत्तमः ।।८।। શ્લોકાર્ય : વળી, અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલાને કહે છે. ખરેખર સદ્ભાવવર્જિત=મારા પ્રત્યે સભાવથી રહિત, તું નિગૂઢ ચારિત્રવાળી છો. જેના કારણે પૂર્વમાં મને આ પુરુષોતમ પુરુષ બતાવાયો નહીં. llcil
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy