SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ અભિમુખતર ભાવોની નિષ્પત્તિ દ્વારા તે જીવને વીતરાગ કરે છે. જેથી, ચાર ગતિઓના પરિભ્રમણનો છેદ કરીને સદાગમ તે જીવને મોક્ષમાં પહોંચાડે છે. I૧૮ શ્લોક : शुभेतरेण या नाम्ना, कृता लोकविडम्बना । छिन्ते तामेष लोकानामनङ्गस्थानदानतः ।।१९।। શ્લોકાર્ધ : શુભ અને ઈતર એવા નામકર્મથી કરાયેલી જે લોકોની વિડંબના છે. તેને નામકર્મકૃત વિડંબનાને, આ=સદાગમ, લોકોને અનંગસ્થાનના દાનથી=અશરીરવાળી અવસ્થાની પ્રાપ્તિ કરાવવાથી નાશ કરે છે. ll૧૯ll શ્લોક : सर्वोत्तमत्वं भक्तानां, विधायाक्षयमव्ययम् । एष एव छिनत्त्युच्चैींचैर्गोत्रविडम्बनाम् ।।२०।। શ્લોકાર્થ : ભક્તોના અક્ષય, અવ્યય એવા સર્વોત્તમત્વને કરીને આ જસદાગમ જ, ઊંચ નીચ ગોત્રની વિડંબનાનો ઉચ્છેદ કરે છે=સર્વકર્મરહિત જીવ જ્યારે થાય છે ત્યારે ક્ષય ન પામે તેવી અક્ષય અને અવ્યય રૂપ સર્વોત્તમત્વ અવસ્થાને સદાગમના માહાભ્યથી પ્રાપ્ત કરે છે જેથી તેઓની ઊંચ નીચ ગોત્રની વિડંબના સદા માટે દૂર થાય છે. ll ll શ્લોક : एष एव च दानादिशक्तिसन्दोहकारणम् । एष एव महावीर्ययोगहेतुरुदाहृतः ।।२१।। શ્લોકાર્થ : આ જ=સદાગમ જ, દાનાદિશક્તિના સંદોહનું કારણ છે=દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય ઉપભોગાંતરાય કર્મોના ક્ષયોપશમજન્ય જીવમાં જે દાનાદિ-શક્તિઓનો સમૂહ છે તે શક્તિઓને પ્રગટ કરવાનું કારણ આ સદાગમ જ છે. તેથી તે સદાગમના માહાભ્યથી મહાત્માઓ સંસારમાં પણ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય કર્મોના ક્ષયોપશમજન્ય અનેક પ્રકારના સુખ વૈભવને ભોગવે છે અને દાન આપીને મનુષ્યભવને સફળ કરે છે. આ જ=સદાગમ જ, મહાવીર્યના યોગનું હેતુ કહેવાયું છે. જેઓ શ્રતથી વાસિતમતિવાળા છે તેઓ અનાદિથી સંચિત કર્મોનો નાશ કરીને આત્માની ગુણસંપત્તિને
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy