SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોકાર્થ : વળી, કર્મ-પરિણામરાજા કાલપરિણતિને કહે છે. અહીં=પુત્ર પ્રાપ્તિના વિષયમાં, દેવીએ વિષાદ કરવો જોઈએ નહીં. જે કારણથી જે કાર્યમાં આપણા બેનું એકચિત્તપણું થાય છે. તે નક્કી થાય છે. જે જીવોને જે પ્રકારનું કર્મ હોય તેમને અનુરૂપ જ તેની કાળની પરિણતિ હોય ત્યારે અવશ્ય તે કાર્ય તે જીવમાં થાય છે. તેને સામે રાખીને કર્મપરિણામરાજા કાલપરિણતિને કહે છે. જ્યાં આપણા બેનું એક ચિત્ત છે, ત્યાં અવશ્ય કાર્ય થાય છે. માટે પુત્રજન્મની પ્રાપ્તિનો તારો મનોરથ અવશ્ય સફળ થશે. IIII શ્લોક ઃ कालपरिणतिरुवाच चारु चारूदितं नाथैर्विहितो मदनुग्रहः । भविष्यतीत्थमेवेदं बद्धो ग्रन्थिरयं मया । । ८ ।। શ્લોકાર્થ : કાલપરિણતિ કહે છે. નાથ વડે સુંદર સુંદર કહેવાયું. મારા ઉપર અનુગ્રહ કરાયો આ=નાથ વડે કહેવાયુ એ, એમ જ થશે મારા વડે ગ્રંથિ બંધાઈ. In શ્લોક ઃ आनन्दजलपूर्णाक्षी, भर्त्तुर्वाक्येन तेन सा । તતઃ સંનાતવિશ્રા, સતોષા સમપદ્યત ।।।। શ્લોકાર્થ ઃ ભર્તાના તે વાક્યથી=કર્મપરિણામના તે વચનથી, આનંદજલથી પૂર્ણ અક્ષિવાળી એવી તે=કાલપરિણતિ, ત્યારપછી પ્રાપ્ત થયેલા વિશ્વાસવાળી સંતોષવાળી થાય છે. મને અવશ્ય પુત્ર થશે એ પ્રકારના સંતોષવાળી થાય છે. IIII શ્લોક ઃ अन्यदा पश्चिमे यामे, रजन्याः शयनं गता । स्वप्ने कमलपत्राक्षी, दृष्ट्वैवं सा व्यबुध्यत ।।१०।। શ્લોકાર્થ : અન્યદા રાત્રિના પશ્ચિમ પહોરમાં શયનમાં સૂતેલી આ પ્રમાણે=આગળમાં કહે છે એ પ્રમાણે, સ્વપ્નમાં જોઈને કમલપત્રાક્ષિવાળી એવી તે=કાલપરિણતિ, જાગી, શું સ્વપ્નમાં જોયું ? તે કહે 9. 119011
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy