SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ કાલપરિણતિરાણીનો પ્રભાવ તો સંસારરૂપી જીવો ઉપર છે, જગવર્તી સર્વ પુદ્ગલો ઉપર છે, ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો ઉપર પણ છે અને કર્મથી મુક્ત થયેલા સિદ્ધના જીવો ઉપર પણ છે. આથી જગતમાં જે ઋતુઓનાં પરિવર્તનો થાય છે તે સર્વ કાલપરિણતિને આધીન છે અને સિદ્ધના જીવો પણ દ્રવ્યથી નિત્ય હોવા છતાં અને કર્મથી મુક્ત હોવા છતાં પોતાના શુદ્ધપર્યાયરૂપે સતત અપર-અપર ભાવરૂપે પરિણમન પામે છે તે કાલપરિણતિનો જ પ્રભાવ છે. આ રીતે સંસારની વ્યવસ્થામાં જીવોનાં કર્મો અને કાલપરિણતિ કઈ રીતે ભાગ ભજવે છે તેનું અત્યાર સુધી નિરૂપણ કરેલ છે. पुत्रचिन्ता શ્લોક : तयोश्च तिष्ठतोरेवमन्यदा रहसि स्थिता । सहर्षं वीक्ष्य राजानं, सा देवी तमवोचत ।।१।। પુત્રની ચિંતા શ્લોકાર્થ : અને આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, નાટકને જોતા રહેલા એવા તે બંન્ને હોતે છતે= કર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણી હોતે છતે, અન્યદા એકાંતમાં રહેલી તે દેવી હર્ષથી યુક્ત રાજાને જોઈને તેને રાજાને, કહે છે. III શ્લોક : भुक्तं यन्नाथ! भोक्तव्यं, पीतं यत्पेयमञ्जसा । मानितं यन्मया मान्यं, साभिमानं च जीवितम् ।।२।। શ્લોકાર્ય : હે નાથ ! જે ભોગવવાયોગ્ય છે તે ભોગવાયું, જે પીવાયોગ્ય છે તે સહસા પિવાયું, જે મારા વડે માન્ય છે=માનવા યોગ્ય છે, તે મનાયું અને સાભિમાન મારું જીવિત છે. પણ શ્લોક : नास्त्येव तत्सुखं लोके, यस्य नास्वादितो रसः । प्राप्तं समस्तकल्याणं, प्रसादादेवपादयोः ।।३।। શ્લોકાર્ચ - તે સુખ લોકમાં નથી જેનો રસ આસ્વાદન કરાયો નથી. દેવના ચરણના પ્રસાદથી સમસ્ત કલ્યાણ પ્રાપ્ત કરાયું છે. ll3II
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy