SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ આજ્ઞા કરે છે. વળી, દૂર થયેલા તારુણ્યવાળા જીવો મધ્યમવયને સ્વીકાર કરો. સત્વ, બુદ્ધિ, પૌરુષના પરાક્રમના પ્રકર્ષને પ્રગટ કરો. આ પ્રકારે કાલપરિણતિ જીવોને આજ્ઞા કરે છે. વળી, પસાર થયેલા મધ્યમવયવાળા જીવો જરાજીર્ણતાનો આશ્રય કરો. કરચલીઓવાળું, અંગભંગકરણ વિકલત્વ, મલના જાળાઓથી આવિલ શરીરતાને ધારણ કરો. વિપરીત સ્વભાવતાની આચરણા કરો=વૃદ્ધાવસ્થામાં જીવો જે વિપરીત સ્વભાવવાળા થાય છે, તે સર્વ કાલપરિણતિના આદેશને વશ થાય છે. વળી, વ્યવકલિતસકલ જીવિતભાવવાળા દેહના ત્યાગથી મૃતરૂપતાનું નાટક કરો=કાલપરિણતિ જીવોને મૃત્યુ રૂપે નાટક કરવાનો આદેશ આપે છે. તેથી જીવો દેહનો ત્યાગ કરીને અન્યત્ર જાય છે. ત્યારપછી યોનિના પડદાના અત્યંતરમાં પ્રવેશ કરો. એ પ્રકારે કાલપરિણતિ જીવને મૃત્યુ પછી આદેશ આપે છે. ત્યાં થોતિરૂપ પડદાની પાછળમાં, ગર્ભરૂપી કાદવના મલ અંતર્ગત એવા તે જીવો વિવિધ દુઃખતો અનુભવ કરો. ફરી રૂપાંતરને ગ્રહણ કરીને બહાર નીકળો, આ રીતે અનંતવાર પ્રવેશ નિર્ગમન કરો. એ પ્રમાણે કાલપરિણતિ સર્વે સંસારી જીવોને આદેશ આપે છે. અને કાલપરિણતિના આદેશના અનુસાર તે તે સર્વે સંસારી જીવો તે તે કર્મ અનુસાર તે તે ચેષ્ટાઓ કરે છે. હવે કાલપરિણતિના અનેક આદેશો બતાવ્યા પછી તેનું નિર્ગમન કરતાં “તવં”થી કહે છે. આ રીતે તે કાલપરિણતિ મહાદેવી સંસારનાટક અંતર્ગત તે સમસ્ત પાત્રોને અવસ્થિત રૂપથી બે ક્ષણ પણ બેસવા દેતી નથી. તો શું કરે છે? એથી કહે છે. દરેક ક્ષણોમાં બિચારા તે જીવ રૂપી પાત્રોને અપર અપર રૂપે પરાવર્તન કરે છે. વળી, નૃત્ય કરતા એવા તે જીવોના જે પુદ્ગલસ્કંધ નામના પૂર્વમાં કહેલ ઉપકરણો છે તેઓને પણ અતિચપલ સ્વભાવપણું હોવાને કારણે તે=કાલપરિણતિ, પોતાનું પ્રભુત્વ બતાવતી ક્ષણે ક્ષણે અપર-અપરરૂપ બનાવે છે. અને તે પાત્રો=પરાવર્તન પામતા પુદ્ગલસ્કંધ નામના ઉપકરણ રૂપી પાડ્યો, “શું કરાય? ત્યાં=કાલપરિણતિના કૃત્યમાં, રાજા પણ=કર્મપરિણામરાજા પણ, આના વશવર્તી છે=કાલપરિણતિના વશવર્તી છે. બીજો કોઈ પોતાને મુક્ત થવાનો ઉપાય નથી=સંસારી જીવને કાલપરિણતિના આદેશ અનુસાર નાટક કરવાથી મુક્ત થવાનો ઉપાય નથી.” એ પ્રમાણે વિચારીને નિર્ગતિવાળા છતાંsઉપાય વગરના છતાં, જે, જે પ્રમાણે કાલપરિણતિ આજ્ઞા કરે છે. તે તે પ્રકારે નવા નવા આકાર રૂપ પોતાને વિડંબિત કરે છે. तस्याः प्रभुत्वाधिक्यम् किञ्च-कर्मपरिणामादपि सकाशात्सा कालपरिणतिरात्मन्यधिकतरं प्रभुत्वमावेदयत्येव स्वचरितैः, तथाहि-कर्मपरिणामस्य संसारनाटकान्तर्भूतजन्तुसन्तानापरापररूपकरणगोचर एव प्रभावः, तस्याः पुनः कालपरिणतेः संसारनाटकव्यतिकरातीतरूपेष्वपि निर्वृतिनगरीनिवासिलोकेषु क्षणे क्षणे अपरापरावस्थाकरणचातुर्यं समस्त्येव, ततः सा संजातोत्सेकातिरेका किं न कुर्यादिति? तदेवमनवरतप्रवृत्तेन परमाद्भुतभूतेन तेन नाटकेन तयोर्देवीनृपयोविलोकितेन संपद्यते मनःप्रमोदः, तद्दर्शनमेव तौ स्वराज्यफलमवबुध्येते इति।
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy