SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ तेषां नृत्यतां यान्युपकरणानि पुद्गलस्कन्धनामानि पूर्वमाख्यातानि तान्यप्यतिचपलस्वभावतया साऽऽत्मनः प्रभुत्वं दर्शयन्ती क्षणे क्षणे अपरापररूपं भाजयति, तानि च पात्राणि 'किं क्रियते ? तत्र राजाप्यस्या वशवर्ती, न चान्योऽस्ति कश्चिदात्मनो मोचनोपाय' इति विचिन्त्य निर्गतिकानि सन्ति यथा यथा सा कालपरिणतिराज्ञापयति तथा तथा नानाकारमात्मानं विडम्बयन्तीति । ૨૩ કાલપરિણતિ રાણી વડે કરાયેલ વિચિત્ર નાટકનો નિર્દેશ તેથી આ કાલપરિણતિ મહારાજાના પ્રસાદનું ગુરુપણું હોવાને કારણે=કર્મપરિણામરાજાનો તેના ઉપર અતિપ્રસાદ હોવાને કારણે, યોવનનું ઉન્માદકારપણું હોવાને કારણે=કાલપરિણતિ સદા યૌવનમાં છે અને તેનું યૌવનનું ઉત્પાદકારપણું હોવાને કારણે, સ્ત્રીહૃદયનું તુચ્છપણું હોવાને કારણે, તત્વભાવોનું= સ્ત્રીના સ્વભાવોનું ચંચલપણું હોવાને કારણે, તેવા પ્રકારના વિડંબનનું કુતૂહલપણું હોવાને કારણે= કાલપરિણતિરાણીને જગતના જીવોને તે પ્રકારે વિડંબના કરવાનું કુતૂહલપણું હોવાને કારણે, સર્વત્ર લબ્ધપ્રસરવાળી હું સમર્થ છું એ પ્રમાણે માનતી=પોતાની જાતને માનતી, સુષમદુષમાદિ શરીરભૂત પ્રિયસખીથી યુક્ત, સમય, આવલિકા, મુહૂર્ત, પ્રહર, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, અયન, વર્ષ, યુગ, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી, પુદ્ગલ-પરાવર્ત આદિ પરિકરથી પરિવેષ્ટિત એવી કાલપરિણતિ, લોકમાં વિવિધકાર્ય કરવા હું સમર્થ છું એ પ્રમાણે થયેલા ઉત્સેકવાળી આ જ કર્મપરિણામ મહારાજાથી પ્રવર્તિત ચિત્ર સંસારરૂપી નાટકમાં તે રાજાની નિકટ બેઠેલી છતી અહંકાર સહિત આ પ્રમાણે તિમંત્રણા કરે છે. કાલપરિણતિરાણી નાટકનાં પાત્રોને અહંકારથી આ પ્રમાણે નિમંત્રણ કરે છે એમ પૂર્વમાં કહ્યું તે ‘વદ્યુત'થી બતાવે છે. જે આ યોનિના પડદાના વ્યવધાનવાળાં પાત્રો રહેલાં છે, તેઓ મારા વચનથી શીઘ્ર બહાર નીકળો=કાલપરિણતિ સંસારી જીવોને ગર્ભાદિસ્થાનોમાંથી ઉચિત કાળે બહાર નીકળવાની આજ્ઞા કરે છે અને તે પ્રમાણે જ સંસારી જીવો તેની આજ્ઞાનું અનુસરણ કરીને માતાના ગર્ભમાંથી બહાર નીકળે છે અને નીકળેલા એવા આ પ્રાપ્ત થયેલા રડવાના વ્યાપારવાળા માતાનું સ્તનગ્રહણ કરો. વળી ભૂમિ ઉપર ધૂણીથી ખરડાયેલા રમો, વળી બે પગો દ્વારા પદે પદે લોટતા પડો, પોતાને મળ-મૂત્રના વિમર્દનથી બીભત્સ કરો, વળી, અતિક્રાંતબાલભાવવાળા કુમારતાને ધારણ કરો, નાના પ્રકારની ક્રીડાના ચાળાઓથી રમો, સકલકલાના સમૂહના કૌશલ્યનો અભ્યાસ કરો. વળી, અતિલંધિત કુમારભાવવાળા તરુણતાને પ્રાપ્ત કરો. કામદેવરૂપી ગુરુના ઉપદેશના અનુસારથી સકલવિવેકી લોકોને હાસ્ય કરનારા અનપેક્ષિત નિજકુલના કલંકાદિના અપાયવાળા=કુલમર્યાદાને ઉલ્લંઘન કરનારા, કટાક્ષ વિક્ષેપાદિ પ્રધાન જુદા જુદા પ્રકારના વિલાસ વિશેષોને બતાવો=તરુણ અવસ્થામાં જીવો કામદેવ રૂપી ગુરુના ઉપદેશ અનુસાર પોતાના કુળને કલંક આપે તેવા જુદા જુદા પ્રકારના કામના ચાળાઓ કરે છે તે કાલપરિણતિના આદેશને અનુસાર છે; કેમ કે યુવાનકાળમાં યૌવનકાળની પરિણતિરૂપ કાલપરિણતિ જીવને તે તે પ્રકારનો આદેશ કરે છે. જેથી જીવ તે તે ભાવને અભિમુખ થાય છે. અને તેના કારણે તે તે પ્રકારનાં કર્મો વિપાકમાં આવે છે. અને જે વિપાકવશ જીવ તે પ્રકારના મોહના ચાળા કરે છે. પારદાર્યાદિ અનાર્યકાર્યોમાં પ્રવર્તો એ પ્રકારે કાલપરિણતિ જીવને
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy