SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ भास्वरो वर्णेन, उष्णः स्पर्शेन, दाहात्मकः कायेन, शुचिरूपः स्थानेन संपनस्तेजस्कायो ब्राह्मणः, प्रवृत्तश्च मम तत्र वसतो ज्वालाऽङ्गारमुर्मुराऽचिरलातशुद्धाग्निविधुदुल्काशनिप्रभृतयो व्यपदेशाः। जातानि विध्यापनादितो नानादुःखानि। स्थितः सूक्ष्मबादरपर्याप्तकाऽपर्याप्तकरूपतया विवर्त्तमानोऽसंख्येयं कालम्। સંસારી જીવનું તેઉકાયમાં ગમન ત્યારપછી તત્કાલના પર્વતમાં=અપકાયના અસંખ્યકાલના પર્વતમાં છેલ્લી, ગુટિકા જીર્ણ થયે છતે ભવિતવ્યતા વડે મને અપર ગુટિકા અપાઈ તેથી ચોથા પાડામાં તેઉકાય રૂપે હું ગયો. ત્યાં પણ અસંખ્ય તેજસ્કાય નામના બ્રાહ્મણો વસે છે. તેથી હું પણ તેઓની મધ્યમાંeતેજસ્કાય નામના બ્રાહ્મણોની મધ્યમાં, વર્ણથી ભાસ્વર, સ્પર્શથી ઉષ્ણ, કાયાથી દાહાત્મક, સ્થાનથી શુચિરૂપ. અગ્નિ જે સ્થાને થાય તે સ્થાને દાહ્યને બાળીને તે સ્થાન પવિત્ર કરે છે આથી જ બ્રાહ્મણો તે તે સ્થાને અગ્નિ પ્રગટાવીને તે સ્થાન પવિત્ર થયું તેમ માને છે. તેઉકાય વામનો બાહ્મણ થયો. અને ત્યાં વસતા મારા વાલા, અંગાર, મુર્ખર, અર્ચિ, અલાત, શુદ્ધ અગ્નિ, વિદ્યુત, ઉલ્કા, અશનિ વગેરે વ્યપદેશો-કથનો, પ્રવૃત્ત થયા. વિધ્યાપનાદિથી જુદા જુદા પ્રકારનાં દુઃખો થયાં વિધ્યાપનથી, ક્ષાર આદિ નાખવાથી કે અન્ય દ્રવ્યો નાખવાથી અગ્નિકાયવાળા એવા મારા જીવને અનેક દુઃખો થયાં, સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત રૂપપણાથી પરાવર્તન થતો હું અસંખ્યકાલ અગ્નિકાયમાં રહ્યો. वायौ गमनम् दत्ता च तदन्ते ममापरा गुटिका पर्यन्तगुटिकाजरणावसाने भवितव्यतया। गतोऽहं तदुपयोगेन पञ्चमपाटके। तत्राप्यसंख्येया वायवीयाभिधानाः क्षत्रियाः प्रतिवसन्ति। ततोऽहमपि तत्र गतो ज्ञातः उष्णशीतः स्पर्शन, अलक्ष्यश्चक्षुष्मतां रूपेण, पताकाकारः संस्थानेन, संजातो वायवीयः क्षत्रियः। आहूतश्च तत्र वर्त्तमानोऽहमुत्कलिकावातो, मण्डलिकावातो, गुञ्जावातो, झञ्झावातः, संवर्तकवातो, घनवातस्तनुवातः, शुद्धवात इत्यादिभिरभिधानैः। समुद्भूतानि तत्र मे शस्त्राभिघातनिरोधादीनि नानादुःखानि, विनाटितस्तत्रापि सूक्ष्मबादरपर्याप्तकाऽपर्याप्तकाकाररूपतया घूर्णमानोऽसंख्येयं कालं भवितव्यतया। સંસારીજીવનું વાઉકાયમાં ગમન અને તેના અંતમાં=અગ્નિકાયના અસંખ્યાતભવોના અંતિમ ભવમાં, મને છેલ્લી ગુટિકાના જરણના અવસાનમાં ભવિતવ્યતા વડે મને બીજી ગુટિકા અપાઈ. તેના ઉપયોગથી તે ગુટિકાના ઉપયોગથી,
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy