SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ પર્યવસાન કાલમાં અપાયેલી ગુટિકા જીર્ણ થયે છd=વનસ્પતિકાયની છેલ્લી ગુટિકા જીર્ણ થયે છતે, ભવિતવ્યતા વડે મને અવ્ય ગુટિકા અપાઈ, તેના પ્રભાવથી હું બીજા પાડામાં ગયો. ત્યાં પાર્થિવ સંજ્ઞાથી લોકો વસે છે તેથી હું પણ તેઓની મધ્યમાં પાર્થિવ સંપન્ન થયો, ત્યાં ભવિતવ્યતા વડે અપર અપર ગુટિકાના દાન દ્વારા સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્તરૂપપણાથી કૃષ્ણ, નીલ, શ્વેત, પીત, લોહિત વર્ણાદિરૂપપણા વડે, અને રેતી, ઉપલ=પત્થર, લવણ, હરિતાલ, મનશીલ, અંજન, શુદ્ધ પૃથ્વી આદિ આકારપણાથી અસંખ્યકાલ વિડંબિત કરાયો, અને તે પાડામાં વસતા મારા વડે ભેદન, દલન, ચૂર્ણ, ખંડન, દહત આદિ દુઃખોને સહન કરાયાં. अप्काये गमनम् ततः पर्यन्तगुटिकाजरणावसाने दत्ता भवितव्यतया ममान्या गुटिका। गतोऽहं तन्माहात्म्येन तृतीये पाटके। तत्र चाप्याभिधानाः कुटुम्बिनः प्रतिवसन्ति, ततो ममापि तत्र गतस्य संपन्नमाप्यरूपं, विगोपितस्तत्राप्यहं जीर्णायां जीर्णायामपरापरां गुटिकां दत्त्वा रूपान्तरं संपादयन्त्या भवितव्यतया असंख्येयमेव कालं, तथाहि-कृतोऽहमवश्यायहिममहिकाहरतनुशुद्धोदकाद्यनेकभेदरूपो रूपरसगन्धस्पर्शभेदेन विचित्राकारः, तथा सोढानि च तत्र पाटके वर्तमानेन मया शीतोष्णक्षारक्षत्राद्यनेकशस्त्रसंपाद्यानि नानादुःखानि। સંસારીજીવનું અકાયમાં ગમન ત્યારપછી પર્વત ગુટિકાના જરણના અવસાનમાં પૃથ્વીકાયના દરેક ભવોના છેલ્લા ભવમાં અપાયેલી ગુટિકા જીર્ણ થયે છતે ભવિતવ્યતા વડે મને અન્ય ગુટિકા અપાઈ તેના મહાભ્યથીeતે ગુટિકાના માહાભ્યથી, ત્રીજા પાડામાં હું ગયો અને ત્યાં પાણી નામના કુટુંબીઓ વસે છે. તેથી ત્યાં ગયેલા મને પણ પાણીનું સ્વરૂપ પ્રાપ્ત થયું. ત્યાં પણ=પાણીના રૂપમાં પણ, હું જીર્ણ જીર્ણ ગુટિકા થયે છતે અપર અપર ગુટિકાને આપીને રૂપાંતરને સંપાદન કરતી ભવિતવ્યતા વડે અસંખ્ય જ કાલ વિગોપન કરાયો=વિડંબિત કરાયો, તે આ પ્રમાણે – હું અવશ્યાય=ઝાકળ, હિમ, મહિકા, હરતનુ, શુદ્ધ ઉદક આદિ અનેક ભેદના રૂપવાળો, રૂપ, રસ, ગંધ, સ્પર્શતા ભેદથી વિચિત્ર આકારવાળો કરાયો અને તે પાડામાં વર્તતા એવા મારા વડે શીત, ઉષ્ણ. ક્ષાર, ક્ષત્ર આદિ અનેક શસ્ત્રોથી સંપાદ નાના પ્રકારનાં દુઃખો સંપાદન કરાયાં. तेजसि गमनम् ततस्तत्कालपर्यन्ते जीर्णायामन्त्यगुटिकायां दत्ता ममापरा गुटिका भवितव्यतया, गतोऽहं तत्तेजसा चतुर्थे पाटके। तत्राप्यसंख्येयास्तेजस्कायनामानो ब्राह्मणाः प्रतिवसन्ति। ततोऽहमपि तेषां मध्ये
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy