SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ зцо ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ બાહ્યસંસર્ગનો ત્યાગ થવાને કારણે અને મુનિભાવના પરિણામનો સ્પર્શ થવાને કારણે તે જીવ બાહ્ય ધનવિષયાદિની સન્મુખ પણ જોતો નથી. આથી જ સંયમગ્રહણ કર્યા પછી ભક્તવર્ગ કે શિષ્યવર્ગ કે કોઈ પ્રત્યે પણ સ્નેહ ન થાય તે રીતે સંયમના કંડકોમાં ઉદ્યમ કરીને નિરાકુલ સુખમાં જ સદા યત્ન કરે છે. તેથી સંયમના અસંગપરિણામ રૂપ મહારાજયને પામીને કોઈ બુદ્ધિમાન પુરુષ પોતાના પૂર્વતા ચાલાલભાવની ઇચ્છા કરે નહીં. તેમ વિવેકયુક્ત મહાત્મા સંયમગ્રહણ કર્યા પછી ક્યારે પણ બાહ્યપદાર્થોમાં સંગની બુદ્ધિ કરીને પોતાના ચાન્ડાલભાવને પ્રગટ કરવા યત્ન કરે તહીં. તે કારણથી આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે પર્યાલોચન કર્યું એ રીતે, આ જીવ મારા વડે ત્યાગ કરવો જોઈએ, ત્યાગ કરતા એવા મને કોઈ અર્થ નથી એ પ્રકારે સ્થિતપક્ષ કરે છે એ પ્રકારે પોતાની પ્રકૃતિના સભ્યમ્ સમાલોચન દ્વારા સ્થિર નિર્ણય કરે છે. ઉપનય : दीक्षाऽऽदानम् ततश्च पुनः सद्बुद्ध्या पर्यालोचयन्नेवं निश्चिनुते यदुत-प्रष्टव्या मयाऽत्र प्रयोजने सद्धर्मगुरवः, ततो गत्वा तत्समीपे तेभ्यः सविनयं स्वाकूतं निवेदयति, ततस्ते तमुपद्व्हयन्ति, 'साधु भद्र ! सुन्दरस्तेऽध्यवसायः, केवलं महापुरुषक्षुण्णोऽयं मार्गः, त्रासहेतुः कातरनराणां, ततोऽत्र प्रवर्तितुकामेन भवता गाढमवलम्बनीयं धैर्य, न खलु विशिष्टचित्तावष्टम्भविकलाः पुमांसोऽस्य पर्यन्तगामिनः संपद्यन्ते,' सेयं निकाचना विज्ञेया, ततोऽयं जीवस्तद्गुरुवचनं तथेति भावतः प्रतिपद्यते। ततो गुरवः सम्यक् परीक्ष्य सन्निहितगीतार्थश्च सार्द्ध पर्यालोच्य योग्यतामेनं प्रव्राजयेयुरिति। ततश्च समस्तसङ्गत्यागकारणं कदन्नत्याजनतुल्यं वर्त्तते, आजन्माऽऽलोचनादापनपुरस्सरं प्रायश्चित्तेन तज्जीवितव्यस्य विशोधनं विमलजलै जनक्षालनकल्पं विज्ञेयं, चारित्राऽऽरोपणं तु तस्यैव परमान्नपूरणसदृशमवगन्तव्यमिति भवति च सद्गुरूपदेशप्रसादादेवास्य जीवस्य दीक्षाग्रहणकाले भव्यप्रमोदहेतुश्चैत्यसंघादिपूजाप्रधानोऽन्येषामपि सन्मार्गप्रवृत्तिकारणभूतो महानुत्सव इति। ઉપનયાર્થ: દીક્ષાનું ગ્રહણ અને ત્યારપછી=હવે મારે સંસારનો ત્યાગ કરવો છે એવો સ્થિર નિર્ણય કર્યા પછી, ફરી સદ્દબુદ્ધિ સાથે પર્યાલોચન કરતો આ જીવ આ પ્રમાણે નિર્ણય કરે છે અર્થાત્ પ્રથમ સ્વબુદ્ધિ અનુસાર પોતાની શક્તિ સર્વવિરતિને અનુકૂળ છે તેવો સ્થિર નિર્ણય કર્યા પછી આ વિષયમાં ભગવાનની આજ્ઞારૂપ સબુદ્ધિ શું કહે છે તેનો ઊહાપોહ કરે છે. તેનાથી તે જીવને આ પ્રકારનો નિર્ણય થાય છે.
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy