SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સ્વજનઆદિમાં સ્નેહનો અનુબંધ વર્તે છે એ અજ્ઞાન વિલસિત જ છે. જે કારણથી આવા પ્રકારમાં પણ આમાંઆવા પ્રકારના સ્વરૂપવાળા પણ સંસારમાં, ચિત્તનો પ્રતિબંધ છે અજ્ઞાન વિલસિત જ આ સંસાર છે એવું સ્પષ્ટ અનુભવથી જણાય છે એવા પ્રકારના જ આ સંસારમાં ચિત્તનો પ્રતિબંધ છે, તે કારણે અનર્થથી વ્યામૂઢહદયવાળો એવો ખરેખર હું આત્માને કેમ ઠગું અર્થાત્ આ સંસારની સર્વપ્રવૃત્તિઓ અનર્થ કરનારી છે છતાં તેનો વિચાર કર્યા વગર વ્યામૂઢહદયવાળો એવો હું કેમ પોતાના આત્માને ઠગું અર્થાત્ આત્માને ઠગવું ઉચિત નથી. તે કારણથી હું આ સકલ જમ્બાલકલ્પ મોહના જાળા જેવા, કોશિક આકારવાળા કીડાની જેમ આત્માને બંધનમાત્ર ફલવાળા, બહિરંગ-અંતરંગ સંગના સમૂહનો હું ત્યાગ કરું અર્થાત્ કોશિક કીડો પોતાની લાળથી જ પોતાને વીંટાળે છે અને તેમાં ગૂંગળાય તેમ આત્માને સ્નેહલા બંધનમાત્ર ફલવાળો અને તેના કારણે સર્વ પ્રકારના ક્લેશના ફલવાળો બહિરંગ-અંતરંગ સંગનો સમૂહ છે તેનો હું ત્યાગ કરું. જોકે જ્યારે જ્યારે પર્યાલોચન કરે છે ત્યાગના સ્વરૂપનું પર્યાલોચન કરે છે, ત્યારે ત્યારે વિષયના સ્નેહના કલાથી આકુલિત ચિત્તમાં આવો ત્યાગ બહિરંગ અને અંતરંગ સંગનો ત્યાગ, દુષ્કર પ્રતિભાસ થાય છે. તોપણ આ બહિરંગ અને અંતરંગ સંગનો સમૂહ, મારા વડે ત્યાગ કરવો જોઈએ, પાછળથી જે થવાનું હોય તે થશે અથવા આમાં=સર્વત્યાગમાં, જે ભાવ્ય શું છે ? અર્થાત્ થવાનું શું છે ? આ પરિત્યાગ કરાયે છતે મને અસુંદર કંઈ જ થશે નહીં–ચિત્તમાં વિષયોના સ્મરણરૂપ આકુળતા સ્વરૂપ કંઈ અસુંદર થશે નહીં, તો શું થશે ? તેથી કહે છે. તિરુપચરિત ચિત્ત પ્રમોદ જ થશે બાહ્યસર્વસંગના ત્યાગથી અંતરંગ કષાયોના ક્લેશનો કોલાહલ શાંત થવાથી ચિત્તની નિરાકુલ અવસ્થારૂપ તિરુપચરિત ચિત્તનો પ્રમોદ જ થશે. તેથી=સદ્દબુદ્ધિના સમાગમના બળથી આ જીવ સંસારનો ત્યાગ વિષયક વિચારો કરે છે તેથી, જ્યાં સુધી આ જીવ આ પરિગ્રહ રૂપી કાદવમાં નિમગ્નગજની જેમ=કાદવમાં ખૂંચેલા ગજની જેમ, સીદાય છે. ત્યાં સુધી જ આને=આ જીવને, આ=બાહ્યપરિગ્રહ, અને અંતર પરિગ્રહ દુત્ત્વજ પ્રતિભાસ થાય છે. જ્યારે વળી આ જીવ આનાથી=પરિગ્રહરૂપી કાદવથી, નિર્ગત થાય છે સર્વ સંગનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે છે ત્યારે આ જીવ વિવેકવાળો હોતે છતે સર્વ અંતરંગ અને બહિરંગ સંગનો ત્યાગ કરીને મારું હિત સાધવું છે તેવો વિવેક હોતે છતે, આ ધનવિષયાદિતા સન્મુખ પણ જોતો નથી=બાહ્ય કોઈ જીવતી સાથે સંગના પરિણામથી નિરીક્ષણ કરતો નથી, જે કારણથી કયો બુદ્ધિમાન પુરુષ લોકમાં મહારાજ્યાભિષેકને પામીને વળી, આત્માના ચાલાલભાવની અભિલાષા કરે અર્થાત્ જ્યારે આ જીવ ગૃહસ્થ અવસ્થામાં છે ત્યારે પ્રસંગે પ્રસંગે બાહ્યપદાર્થોના સંસર્ગને કારણે મંદ મંદ પણ સંગની બુદ્ધિ વર્તે છે તેથી જ્યાં સુધી તે પરિગ્રહરૂપી કાદવવાળી સંસારઅવસ્થામાં નિમગ્ન રહે છે ત્યારે આ જીવને પરિગ્રહ વિષયક સંગનો ત્યાગ દુષ્કર જણાય છે. પરંતુ સંસારના પારમાર્થિક સ્વરૂપને જોવાની નિર્મળદષ્ટિ પ્રગટ થયેલી હોવાથી મોહથી અનાકુળ એવા મુનિભાવ પ્રત્યે અત્યંત રાગ વર્તે છે તેથી જ્યારે સંસારનો ત્યાગ કરે છે ત્યારે
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy