SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ય : ત્યારપછી આકર્ષિત કરાયેલા તે મનુષ્યો ધર્મ ગ્રહણ કરાવવા માટે શક્ય છે, તેથી વિક્ષેપદ્વારથી સંકીર્ણ એવી કથા કહેવાય છે. II૪૯ll. શ્લોક : तस्मादेषा कथा शुद्धधर्मस्यैव विधास्यते । भजन्ती तद्गुणापेक्षां, क्वचित्संकीर्णरूपताम् ।।५०।। શ્લોકાર્ય : તે કારણથી તેના ગુણની અપેક્ષાવાળી શુદ્ધ ધર્મના ગુણની અપેક્ષાવાળી, કોઈક સ્થાનમાં સંકીર્ણરૂપતાને પામતી શુદ્ધ ધર્મની જ આ કથા કહેવાશે. પ્રસ્તુત કથા ધર્મની જ કથા કહેવાશે છતાં કોઈ કોઈ સ્થાનમાં શુદ્ધ ધર્મની કથાના ગુણની કરવાના આશયથી અર્થકામથી સંકીર્ણરૂપતાને પણ આ કથા પામશે. I૫oll ચડ્યું=અને બીજું, શ્લોક : संस्कृता प्राकृता चेति, भाषे प्राधान्यमर्हतः । तत्रापि संस्कृता तावद् दुर्विदग्धहदि स्थिता ।।५१।। શ્લોકાર્ચ - સંસ્કૃત અને પ્રાકૃત એ બે ભાષા પ્રાધાન્યને યોગ્ય છે, ત્યાં પણ તે બે ભાષામાં પણ, સંસ્કૃત ભાષા ચતુરના હૃદયમાં રહેલી છે. આપના શ્લોક : बालानामपि सद्बोधकारिणी कर्णपेशला । तथापि प्राकृता भाषा, न तेषामपि भासते ।।५२।। શ્લોકાર્ધ : બાલ જીવોને પણ સમ્બોધન કરનારી કાનને સુખકારી છે–પ્રસ્તુત ગ્રંથની સંસ્કૃત ભાષા સુખને કરનારી છે; કેમ કે પ્રસ્તુત ગ્રંથની રચના સરળ છે. તોપણ પ્રાકૃત ભાષા તેઓને પણ= બુદ્ધિમાન પુરુષોને પણ, રુચતી નથી. બાળ જીવોને પ્રાકૃત ભાષા અધિક પ્રિય છે તોપણ ચતુર પુરુષોને પણ પ્રાકૃત ભાષી રુચતી નથી. IN૨
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy