SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ છે, જ્યારે પ્રમાદપૂર્વક તે ધર્મ અનુષ્ઠાનો સેવે છે, જેથી તે અનુષ્ઠાનથી પણ વિશેષ લાભ થતો નથી. અને તેeગુરુની દયા, અનેક જીવોના પ્રતિજાગરણમાં આકુલ છે અનેક શિષ્યો, શ્રાવકો આદિને સન્માર્ગમાં અપ્રમાદની પ્રેરણા કરવામાં વ્યાપારવાળી છે. એથી સર્વદા તેની સન્નિધિમાં=પ્રસ્તુત જીવના સાન્નિધ્યમાં, નથી, તેથી આ જીવ મુત્કલ-ગુરુની પ્રેરણાથી રહિત, અપથ્યને સેવતો ફરી પણ વિકારો વડે પીડાય જ છે. તે આ પણ જીવના વિષયમાં સદશ જાણવું. કેવલ ગુરુની જે જીવના ઉપર દયા છે તે જ પ્રાધાન્યથી પાર્થક્યપણા વડે કર્તા વિવક્ષિત કરાય છે ગુરુની દયા ગુરુસ્વરૂપ જ છે તોપણ ગુરુમાં યોગ્ય જીવના કલ્યાણ કરવાના અભિલાષ રૂપ જે દયાનો પરિણામ છે તે પરિણામ પ્રધાનપણાથી સતત યોગ્ય જીવને સન્માર્ગમાં પ્રેરણા કરે છે. તેથી યોગ્ય જીવના હિતમાં ગુરુનો દયાનો પરિણામ પ્રધાન છે માટે ગુરુની દયા અને ગુરુનો પરિણામ અભેદ હોવા છતાં પૃથફ બતાવીને તે ગુરુની દયા આ જીવના હિતમાં વ્યાપારવાળી છે, તે પ્રમાણે વિવક્ષા કરાઈ છે. તેથી આ પરમાર્થ છે. દયાપરીન્નચિત્તવાળા ગુરુઓ પ્રમાદી એવા આ જીવને જોઈને અનેક પ્રકારની પીડાથી પર્યાકુલપણાથી કંદન કરતા એવા તેને ઉપાલંભ આપે છે અર્થાત્ જ્યારે જ્યારે આ જીવ સંસારમાં ક્લેશોના નિમિત્તોને પામે છે, ત્યારે ત્યારે ગુરુ પાસે કહે છે કે તે તે પ્રકારના વિષમસંયોગથી હું વ્યાકુળ છું તેથી સ્વસ્થતાથી ધર્મ કરી શકતો નથી તેમ પોતાની હૈયાની વ્યથા કહે છે ત્યારે ગુરુ તેને ઉપાલંભ આપે છે. જે આ પ્રમાણે – પૂર્વમાં જ તને અમારા વડે આ કહેવાયું છે. વિષયઆસક્તચિત્તવાળા જીવોને મનના સંતાપો દુર્લભ નથી. ધન-અર્જત રક્ષણપ્રવણ જીવોને જુદા જુદા પ્રકારની આપત્તિઓ દૂરવર્તી નથી. તોપણ તને ત્યાં જ ગાઢતર પ્રતિબંધ છે. જે વળી આ અશેષ ક્લેશરશિરૂપ મહા અજીર્ણતા વિરેચન કરનારપણું હોવાથી પરમસ્વાસ્થનું કારણ જ્ઞાન, દર્શન, ચારિત્રત્રય છે તેને તું અનાદરથી અવલોકન કરે છે અર્થાત્ માત્ર ક્રિયાથી સેવે છે, ગુણનિષ્પત્તિનું કારણ થાય તે રીતે અપ્રમાદથી સેવતો નથી. તે કારણથી=રત્નત્રયીને અપ્રમાદથી સેવતો નથી તે કારણથી, અહીં=સંસારમાં નિમિત્તોને પામીને તને ક્લેશ થાય છે એમાં, અમે શું કહીએ ? જો અમે કંઈક કહીએ છીએ તો તું આકુલ થાય છે અર્થાત્ આ ગુરુ મતે સર્વવિરતિ ગ્રહણ કરવાનું કહે છે. એ મારાથી શક્ય નથી એમ માનીને તું આકુળ થાય છે. તેથી અમારા વચનથી તું આકુલ થાય છે તેથી, દૃષ્ટવૃત્તાંતવાળા એવા અમે અનેક ઉપદ્રવોથી તને જોવા છતાં પણ મૌન ધારણ કરીએ છીએ=જ્યારે જ્યારે તે જીવ ગુરુ પાસે આવે ત્યારે ત્યારે આનું ચિત અનેક ઉપદ્રવોથી વ્યાકુલ હોવાને કારણે ઉપદેશની શ્રવણ આદિ ક્રિયામાં પણ તે પ્રકારે દઢ અવધાનપૂર્વક યત્ન કરતો નથી તે જોઈને તેની ઉપદ્રવવાળી અવસ્થાને ગુરુ જાણવા છતાં પણ મૌન ધારણ કરે છે. વળી, આકુલતાના ભયથી અમાર્ગમાં પ્રસ્થિત પણ તને અમે વારતા નથી. વિરુદ્ધકર્મોને પરિહાર કરતા જ્ઞાન, દર્શન, દેશચારિત્રના અનુષ્ઠાન કરતા એવા આદરવાળા જ પુરુષોનાં જ્ઞાન, દર્શન, ચારિત્રનાં અનુષ્ઠાનો, વિકારના નિવારણ માટે સમર્થ છે=જેઓને રત્નત્રયી પ્રત્યે અત્યંત
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy