SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ક્લેશના સંસ્કારો પડ્યા અને જે કર્મનો બંધ થયો તે સર્વ ભાવિના ક્લેશનું કારણ થશે; કેમ કે ભોગકાળમાં થયેલા ક્લિષ્ટ ચિતથી જે રાગાદિના સંસ્કારો પડશે અને જે કર્મ બંધાશે તે ફરી જન્માંતરમાં અનેક આપત્તિઓને પ્રાપ્ત કરીને ક્લેશની પરંપરાને પ્રાપ્ત કરાવશે, આથી જ આeભોગો, પરિત્યાગને યોગ્ય છે સર્વ ક્લેશની પરંપરાનું કારણ હોવાથી સ્વશક્તિ અનુસાર અપ્રમાદથી ભોગના પરિત્યાગ માટે યત્ન કરવો જોઈએ. અને અન્ય હે ભદ્ર ! આ=ભોગો, તારા પણ મોહવિપર્યાસવાળા ચિત્તમાં સુંદર બુદ્ધિને ઉત્પન્ન કરે છે=સમ્યગ્દર્શન થયેલું છે, સમ્યજ્ઞાન પ્રાપ્ત થયેલું છે તોપણ ભોગ પ્રત્યે જે ગાઢ લિપ્સા વર્તે છે તે રૂપ મોહવિપર્યાસ ચિત્તમાં આ ભોગો મને સુખ આપે છે એવી સુંદરબુદ્ધિ વર્તે છે. પરંતુ જો તું ચારિત્રરસના આસ્વાદલને કરીશ તો અમારાથી નહીં કહેવાયેલા જ આ ભોગોની થોડી પણ સ્પૃહા કરીશ નહીં ગુરુ કહે છે કે જો તું સંયમગ્રહણ કરીને સતત જિનવચનથી આત્માને ભાવિત કરીશ તો કષાયોના ક્ષયોપશમભાવરૂપ નિરાકુળચેતના રૂપ ચારિત્રરસતા આસ્વાદનને પ્રાપ્ત કરીશ તેથી તે ચારિત્રના રસમાં મગ્નતાને કારણે અમારી પ્રેરણા વગર જ વિષયોથી પરાક્ખ થઈને અધિક સુખમય સ્વાથ્યના સુખનો અનુભવ કરનાર થઈશ, દિ=જે કારણથી, કોણ બુદ્ધિમાન અમૃતને છોડીને વિષની ઈચ્છા કરે ?=બુદ્ધિમાન પુરુષ અમૃતતુલ્ય જિનવચનના ભાવનથી થતી ચારિત્રની પરિણતિને છોડીને કષાયના પરિણતિરૂપ વિષની કઈ રીતે અભિલાષા કરે ? અર્થાત્ કરે નહીં. જે વળી, અમારા ઉપદેશને પ્રાપ્ત કરીને આ ચારિત્રપરિણામનું કદાચિપણાને કારણે અનિર્વાહકપણું, વળી ધન, વિષય, સ્ત્રીઆદિ પ્રકૃતિભાવના ગમનથી અને સદાભાવિપણાથી તું નિર્વાહકપણું માને છે તે પણ તું માન નહીં પ્રસ્તુત જીવ માને છે કે હું ચારિત્રના પરિણામને ઘણા શ્રમથી કેટલોક સમય કરી શકીશ, પરંતુ સતત કરી શકીશ નહીં, તેથી ચારિત્રતો પરિણામ મારા સમસ્ત જીવન સુધી નિર્વાહક થશે નહીં અને ધન, વિષય સ્ત્રીઆદિ મારી પ્રકૃતિરૂપે થયેલા હોવાથી હું તેમાંથી સદા આનંદ લઈ શકીશ અને મારી પાસે સદા વિદ્યમાન હોવાથી જીવન સુધી મારો નિર્વાહ તેનાથી થશે એમ તું જે માને છે એ પણ માન નહીં. જે કારણથી ધનાદિ પણ ધર્મરહિત જીવોને સકલકાલ રહેનાર નથી અર્થાત્ જો પુણ્ય સમાપ્ત થાય તો આ ભવમાં પણ ધન નાશ પામે, સ્ત્રી પણ અનુકૂળ થવાને બદલે પ્રતિકૂળ થાય, શરીર પણ રોગ માટે સમર્થ થાય તેથી જો ધર્મ નહીં હોય તો આ ધનાદિથી પણ આ ભવ સુધી નિર્વાહ થશે નહીં. કદાચ થવા છતાં પણ પુણ્યનો સહકાર હશે તો ધનાદિથી આ જીવન સુધી સુખના કારણ રૂપે રહેવા છતાં પણ, વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા જીવોએ નિર્વાહકપણાથી અંગીકાર કરવા જોઈએ નહીં અર્થાત્ આ ધનાદિ મને જીવનના અંત સુધી સુખ આપશે એ પ્રકારે સ્વીકાર કરવા જોઈએ નહીં, હિં=જે કારણથી, બધા રોગના પ્રકોપહેતુ એવું અપથ્ય અને સકલકાલભાવુક હોવા છતાં પણ નિર્વાહ કરનારું છે એ પ્રમાણે કહેવાતું નથી=ધન વગેરે આત્માના ભાવોગના પ્રકોપનો હેતુ હોવાથી અપથ્ય અન્ન જેવા છે તેથી આ જીવન સુધી વિદ્યમાન હોય તોપણ નિર્વાહક છે અર્થાત્ આનંદ આપનાર છે એમ કહેવાય નહીં, અને સર્વ અનર્થ સમુદાયના પ્રવર્તક આ ધનાદિ છે. તે કારણથી આમાં નિર્વાહકપણાની બુદ્ધિ સુંદર નથી.
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy