SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૫ ઉપનયાર્થ : ધન આદિ આત્મક કદન્નના દોષો અને ધર્મરૂપ પરમાના ગુણો તેથી ગુરુ આ પ્રમાણે ચિત્તમાં અવધારણ કરે છે તેથી, જે પ્રમાણે તે સૂપકાર દ્વારા તે ભિક્ષાચરને ફરી વિશેષથી કદત્તના દોષને નિવેદન કરાયા, યુક્તિથી તેની ત્યાજ્યરૂપતા કદન્નતી ત્યાજ્યરૂપતા, ઉપપાદિત કરાઈ=આ કદન્ન ત્યાગ કરવા યોગ્ય છે તે યુક્તિથી સમજાવાયું, કાલાન્તરે તેને અભિપ્રેત તેનું નિર્વાહકપણું દૂષિત કરાયુંeતે દ્રમકે કહેલ કે કાલાઘરમાં પણ આ ધનાદિ જ મારા નિર્વાહક છે એ પ્રમાણે અભિપ્રેત તેનું નિર્વાહકપણું તે સૂપકાર વડે દૂષિત કરાયું. આત્મીય પરમાન્ન પ્રશંસિત કરાયું પોતે જે ચારિત્રરૂપ પરમાત્ત આપે છે તે ભાવઆરોગ્યનું કારણ છે એ પ્રકારે પ્રશંસા કરાઈ, તેનું પરમાતું, સર્વદા દાન પ્રગટ કરાયું=જો તે દ્રમક સંયમ લેશે તો પોતે તેને હંમેશાં જિતવચનાનુસાર સૂક્ષ્મ તત્વનો બોધ કરાવીને અવશ્ય પરમાન્ન સદા આપશે એમ કહેવાયું, મહાપ્રભાવવાળા અંજન અને સલિલદાયક તત્ત્વના નિર્દેશથી આત્મામાં વિશ્વાસનો અતિરેક સમુત્પાદન કરાયો પૂર્વમાં મહાપ્રભાવક એવું વિમલાલોક અંજન અને તત્વપ્રીતિકર પાણીના દાયક પોતે છે તેથી જેમ તે બંને ઔષધો આપીને તેના રોગ દૂર કર્યા તેમ પરમાત્તને આપીને પણ અવશ્ય પોતે તેનો રોગ દૂર કરશે એ પ્રકારનો ગુરુ દ્વારા પોતાનામાં વિશ્વાસનો અતિરેક ઉચિત યુક્તિઓ દ્વારા ઉત્પન્ન કરાયો. જેથી ભવિષ્યમાં કદન્ન નહીં મળે તો હું જીવી શકીશ નહીં તે પ્રકારની શંકા તેને દૂર થાય અને આ દ્રમક કહેવાયો, આ બહુ કહેવાથી શું? સ્વભોજન તું ત્યાગ કર=વારંવાર આ કદણના ત્યાગને ફરી ફરી કહેવાથી શું ? અને પરમાત્તની વારંવાર પ્રશંસા કરવાથી શું ? તું આ સ્વભોજનનો ત્યાગ કર, અમૃત જેવું મારું અન્ન ગ્રહણ કર એ પ્રમાણે કથાનકમાં કહેવાયું તે રીતે સદ્ધર્મસૂરિ પણ સર્વ કહે છે. તે આ પ્રમાણે તેઓ પણ જીવને ધન, વિષય, કલત્રાદિમાં રાગાદિની હેતુતાને નિવેદન કરે છે=ધન, ભોગસામગ્રી, સ્ત્રીઆદિ જીવમાં રાગાદિ રોગો ઉત્પન્ન કરીને ક્લેશ ઉત્પન્ન કરે છે તે પ્રમાણે નિવેદન કરે છે, કર્મસંચયનું કારણપણું બતાવે છે ધનાદિ વિષયો સાગાદિ ઉત્પન્ન કરીને કર્મસંચયનું કારણ છે એ પ્રમાણે સૂક્ષ્મ યુક્તિઓથી યોગ્ય જીવને બતાવે છે. દુરંત અનંત સંસારની નિમિત્તતાને પ્રકાશન કરે છે ધન, વિષયાદિમાં જે પ્રકારની બુદ્ધિ છે તેને વશ થઈને તેનો ત્યાગ કરવામાં નહીં આવે તો તે નિમિત્તોથી રાગાદિની વૃદ્ધિને પામીને ખરાબ અંતવાળા દુર્ગતિઓના પાતવાળા, અનંત સંસારનું કારણ ધન, વિષાયાદિ છે તેમ યુક્તિથી પ્રકાશન કરે છે. અને કહે છે. શું કહે છે ? તે “યથા'થી બતાવે છે – હે ભદ્ર ! જે કારણથી જ ક્લેશ દ્વારા આ ધન વિષયાદિ ઉપાર્જન કરાય છે=રાગાદિથી આકુળ થઈને તેની પ્રાપ્તિ માટે જે શ્રમ કરાય છે તે ક્લેશરૂપ છે અને તેના દ્વારા જ આ ધન વિષયાદિ ઉપાર્જન કરાય છે અને ક્લેશ દ્વારા અનુભવાય છે=ભોગકાળમાં રાગાદિ આકુળ ચિત્ત હોવાથી જ્યાં સુધી ચિત્ત શાંત ન થાય ત્યાં સુધી ક્લેશનો જ અનુભવ થાય છે. વળી, આગામી ક્લેશના કારણભાવને ભજે છે પુનઃ આગામીના ક્લેશના કારણભાવને ભજે છે=ઉપાર્જતકાળમાં જે ક્લેશ થયો તેનાથી કર્મ બંધાયું તે વખતે જે ક્લેશના સંસ્કારો પડ્યા અને ભોગ વખતે જે ક્લેશના ભાવો થયા તેનાથી જે
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy